________________
ત્રેવીસમું પદ : કર્મપ્રકૃતિ ઃ ઉદ્દેશક-ર
संकिलिट्ठपरिणामे, एरिसए णं गोयमा ! तिरिक्खजोणिए उक्कोस-कालठिईयं आउयं कम्मं बंधइ ।
૧૭૭
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! કેવા પ્રકારના તિર્યંચ ઉત્કૃષ્ટ સ્થિતિનું આયુષ્યકર્મ બાંધે છે ?
ઉત્તર– હે ગૌતમ ! કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા અથવા કર્મભૂમિની સમાન(કર્મભૂમિજ આયુષ્યવાળા), સંજ્ઞી પંચેંદ્રિય, સર્વ પર્યાપ્તિથી પર્યાપ્તા, સાકારોપયોગ યુક્ત, જાગૃત, શ્રુતમાં ઉપયોગવાન, મિથ્યાદષ્ટિ, પરમકૃષ્ણ લેશી અને ઉત્કૃષ્ટ સક્લિષ્ટ પરિણામી તિર્યંચ પંચેંદ્રિય ઉત્કૃષ્ટ સ્થિતિનું આયુષ્યકર્મ બાંધે છે. १४७ केरिसए णं भंते ! मणूसे उक्कोसकालठिईयं आउयं कम्मं बंधइ ?
गोमा ! कम्मभूमगे वा कम्मभूमगपलिभागी वा जाव सुतोवउत्ते सम्मद्दिट्ठी वा मिच्छद्दिट्ठी वा कण्हलेसे वा सुक्कलेसे वा णाणी वा अण्णाणी वा उक्को - संकिलिट्ठपरिणामे वा तप्पाउग्गविसुज्झमाणपरिणामे वा, एरिसए णं गोयमा ! मणूसे उक्कोसकालठिईयं आउयं कम्मं बंधइ ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! કેવા પ્રકારનો મનુષ્ય ઉત્કૃષ્ટ સ્થિતિનું આયુષ્યકર્મ બાંધે છે ?
ઉત્તર– હે ગૌતમ ! કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા અથવા કર્મભૂમિજ આયુષ્યવાળા યાવત્ શ્રુતમાં ઉપયોગવાન, સમ્યગ્દષ્ટ અથવા મિથ્યાદષ્ટિ, કૃષ્ણલેશી કે શુક્લલેશી, જ્ઞાની કે અજ્ઞાની, ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામી અથવા તત્પ્રાયોગ્ય વિશુદ્ધ પરિણામી મનુષ્ય ઉત્કૃષ્ટ સ્થિતિના આયુષ્યકર્મને બાંધે છે.
केरिसिया णं भंते ! मणूसी उक्कोसकालठिईयं आउयं कम्मं बंधइ ?
गोयमा ! कम्मभूमिगा वा कम्मभूमगपलिभागी वा जाव सुत्तोवउत्ता सम्मद्दिट्ठि सुक्कलेस्सा तप्पाउग्गविसुज्झमाणपरिणामा एरिसिया णं गोयमा ! मणुस्सी उक्को - कालठिईयं आउयं कम्मं बंधइ ।
अंतराइयं जहा णाणावरणिज्जं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કેવા પ્રકારની સ્ત્રી(મનુષ્યાણી) ઉત્કૃષ્ટ સ્થિતિનું આયુષ્યકર્મ બાંધે છે? ઉત્તર– હે ગૌતમ ! કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલી અથવા કર્મભૂમિજ આયુષ્યવાળી યાવત્ શ્રુતમાં ઉપયોગ યુક્ત, સમ્યગ્દષ્ટિ, શુક્લલેશી, તત્પ્રાયોગ્ય વિશુદ્ધ પરિણામી મનુષ્યાણી ઉત્કૃષ્ટ સ્થિતિનું આયુષ્યકર્મ બાંધે છે.
ઉત્કૃષ્ટ સ્થિતિના અંતરાયકર્મના બંધક જીવોના વિષયમાં જ્ઞાનાવરણીયકર્મની સમાન જાણવું જોઈએ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં આઠ કર્મના ઉત્કૃષ્ટ સ્થિતિબંધક જીવોનું કથન છે.