________________
શ્રી પક્ષવણા સૂત્ર : ભાગ-૩
સાતકર્મના ઉત્કૃષ્ટ સ્થિતિબંધક ઃ- ઉત્કૃષ્ટ સ્થિતિબંધ માટે તીવ્રતમ અધ્યયવસાયની આવશ્યકતા હોય છે. તીવ્રતમ અધ્યવસાય પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં જ હોય છે. તે જીવોના પણ તીવ્રતમ અધ્યવસાય તેના સંપૂર્ણ જીવનકાલ દરમ્યાન હોતા નથી, પરંતુ તેની કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિમાં જ હોય છે, તેથી સૂત્રકારે તેના માટે અન્ય વિશેષણોનો પ્રયોગ કર્યો છે. સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિઓથી પર્યાપ્ત, સાકારોપયોગયુક્ત, જાગૃત અને શ્રુતજ્ઞાનમાં ઉપયોગવાન જીવોમાં વિશેષ જાણપણું અને જ્ઞાનની પરિપક્વતા હોવાથી પરિણામોની તીવ્રતા હોય છે.
૧૭૮
પર્યાપ્ત, જાગૃતાદિ જીવોમાં પણ સમિકતી કે નીલાદિ લેશી જીવોની અપેક્ષાએ મિથ્યાત્વી અને કૃષ્ણલેશી જીવોના પરિણામ સંકિલષ્ટ હોય છે. કૃષ્ણલેશ્યાના પણ અસંખ્યાત અધ્યવસાય સ્થાન હોય છે તેમાં ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાનવાળા જીવોના પરિણામ અધિકતમ સંકિલષ્ટ હોય છે.
આ કારણે સંજ્ઞી પંચેન્દ્રિય, પર્યાપ્ત, સાકારોપયોગ યુક્ત, જાગૃત, શ્રુતજ્ઞાનમાં ઉપયોગવાન, મિથ્યાત્વી, કૃષ્ણલેશી, અત્યંત સંકિલષ્ટ પરિણામી ચારે ગતિના જીવો આયુષ્યકર્મને છોડીને શેષ સાત કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે. કેટલીક શુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કિંચિત્ મધ્યમ પરિણામમાં થાય છે. આયુષ્યક્રર્મના ઉત્કૃષ્ટ સ્થિતિબંધક :– આયુષ્યકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે. તે સાતમી નરકના નારકી અને અનુત્તર વિમાનના દેવોની અપેક્ષાએ છે.
નારકી અને દેવો મરીને નરક કે દેવગતિમાં જતા નથી તેથી ઉપરોક્ત વિશેષણ યુક્ત મનુષ્ય અને સંશી તિર્યંચ જ આયુષ્ય કર્મના ઉત્કૃષ્ટ સ્થિતિબંધક હોય છે.
ઉત્કૃષ્ટ આયુષ્ય બંધક સંશી તિર્યંચ :- યુગલિકો મરીને દેવગતિમાં બીજા દેવલોક સુધી જાય છે તેથી તે ઉત્કૃષ્ટ સ્થિતિનું આયુષ્ય બાંધી શકતા નથી, તેથી મિથ્યાત્વી, કૃષ્ણલેશી, અત્યંત સંકિલષ્ટ પરિણામી કર્મભૂમિના સંજ્ઞી તિર્યંચ, સાતમી નરકનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધી શકે છે. તિર્યંચાણી મરીને છ નરક સુધી જાય અને આઠમા દેવલોક સુધી જ જાય તેથી તિર્યંચાણી ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધી શકતી નથી.
ઉત્કૃષ્ટ આયુષ્ય બંધક મનુષ્ય :- મિથ્યાત્વી, કૃષ્ણલેશી, સંક્લિષ્ટ પરિણામી કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો સાતમી નરકનું આયુષ્ય બાંધી શકે છે. સમ્યગ્દષ્ટ, શુક્લલેશી, તદ્યોગ્ય વિશુદ્ધ પરિણામી અપ્રમત સંયમી મનુષ્ય તથા મનુષ્યાણી બંને અનુત્તર વિમાનનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધી શકે છે.
આ રીતે સમકિતી અથવા મિથ્યાત્વી, કૃષ્ણલેશી અથવા શુક્લલેશી, સંકિલષ્ટ પરિણામી અથવા વિશુદ્ધ પરિણામી, મનુષ્ય અથવા મનુષ્યાણી ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધી શકે છે. જન્મભૂમાપલિમાળી :– કર્મભૂમક—પલિભાગી. કોઈ પણ દેવ, કર્મભૂમિના ગર્ભજ તિર્યંચ કે મનુષ્યનું સંહરણ કરીને અકર્મભૂમિમાં લઈ જાય. તો તે મનુષ્ય કે તિર્યંચ અકર્મભૂમિમાં હોવા છતાં કર્મભૂમિના મનુષ્યની સમાન કહેવાય છે.
-
કોઈ દેવ તિર્યંચાણી કે મનુષ્યાણીનું સંહરણ કરીને અકર્મભૂમિમાં લઈ જાય, ત્યાં તે કોઈ બાળકને જન્મ આપે, તો તે બાળક અકર્મભૂમિમાં જન્મેલું હોવા છતાં કર્મભૂમિજ જીવોની સમાન કહેવાય છે.