________________
[ ૧૭ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
एरिसए णं गोयमा ! णेरइए उक्कोसकालठिईयं णाणावरणिज्जं कम्मं बंधइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કેવા પ્રકારના નારકી ઉત્કૃષ્ટ સ્થિતિનું જ્ઞાનાવરણીયકર્મ બાંધે છે?
ઉત્તર-હે ગૌતમ! જે સંજ્ઞી પંચેંદ્રિય, સમસ્ત પર્યાપ્તિઓથી પર્યાપ્ત, સાકારોપયોગવાળો, જાગૃત, શ્રતમાં ઉપયોગવાન, મિથ્યાદષ્ટિ, કૃષ્ણલેશી, ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામી અથવા કિંચિત્ મધ્યમ પરિણામી હોય, તેવો નારકી ઉત્કૃષ્ટ સ્થિતિવાળા જ્ઞાનાવરણીયકર્મને બાંધે છે. १४४ केरिसए णं भंते ! तिरिक्खजोणिए उक्कोसकालठिईयं णाणावरणिज्ज कम्म बंधइ ? गोयमा ! कम्मभूमए वा कम्मभूमगपलिभागी वा सण्णी पंचेंदिए सव्वाहिं पज्जत्तीहिं पज्जत्तए, सेसं तं चेव जहा णेरइयस्स । एवं तिरिक्खजोणिणी वि, मणूसे वि मणूसी वि । देव-देवी जहा गैरइए ।
एवं आउयवज्जाणं सत्तण्हं कम्माणं । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! કેવા પ્રકારનો તિર્યંચ ઉત્કૃષ્ટ સ્થિતિનું જ્ઞાનાવરણીયકર્મ બાંધે છે?
ઉત્તર– હે ગૌતમ ! કર્મભૂમિમાં ઉત્પન્ન થયેલા અથવા કર્મભૂમિજ પ્રતિભાગી(આયુષ્યની અપેક્ષાએ કર્મભૂમિજ અને ક્ષેત્રની અપેક્ષાએ અકર્મભૂમિજ) સંજ્ઞી પંચેન્દ્રિય, સર્વ પર્યાયોથી પર્યાપ્તા, સાકારોપયોગ સંપન્ન, જાગૃત, શ્રુતમાં ઉપયોગવાન, મિથ્યાદષ્ટિ, કૃષ્ણલેશી અને ઉત્કૃષ્ટ સંક્લિષ્ટ પરિણામી અથવા કિંચિત્માત્ર મધ્યમ પરિણામી તિર્યંચ, ઉત્કૃષ્ટ સ્થિતિનું જ્ઞાનાવરણીયકર્મ બાંધે છે.
આ રીતે પૂર્વોક્ત વિશેષણોથી યુક્ત તિર્યંચાણી, મનુષ્ય અને મનુષ્યાણી પણ ઉત્કૃષ્ટ સ્થિતિનું જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. પૂર્વોક્ત વિશેષણ યુક્ત નારકીની સમાન દેવ અને દેવી ઉત્કૃષ્ટ સ્થિતિનું જ્ઞાનાવરણીયકર્મ બાંધે છે.
આયુષ્ય સિવાય ઉત્કૃષ્ટ સ્થિતિવાળા શેષ સાત કર્મબંધક જીવોના વિષયમાં આ જ રીતે જાણવું જોઈએ. १४५ उक्कोसकालठिईयं णं भंते ! आउयं कम्मं किं णेरइओ बंधइ जावदेवी बंधइ?
गोयमा ! णो णेरइओ बंधइ, तिरिक्खजोणिओ बंधइ, णो तिरिक्खजोणिणी बंधइ, मणुस्सो वि बंधइ, मणुस्सी वि बंधइ, णो देवो बंधइ, णो देवी बंधइ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! ઉત્કૃષ્ટ સ્થિતિનું આયુષ્ય કર્મ કોણ બાંધે છે? શું નારકી થાવત દેવી બાંધે છે? ઉત્તર- હે ગૌતમ ! તેને નારકી બાંધતો નથી, તિર્યંચ બાંધે છે, પરંતુ તિર્યંચાણી દેવ કે દેવી બાંધતા નથી, મનુષ્ય બાંધે છે તથા મનુષ્યાણી પણ બાંધે છે. १४६ केरिसए णं भंते ! तिरिक्खजोणिए उक्कोसकालठिईयं आउयं कम्मं बंधइ?
गोयमा ! कम्मभूमए वा कम्मभूमगपलिभागी वा सण्णी पंचेंदिए सव्वाहिं पज्जत्तीहिं पज्जत्तए सागारे जागरे सुत्तोवउत्ते मिच्छट्ठिी परमकिण्हलेस्से उक्कोस