________________
| ત્રેવીસમું પદ: કર્મપ્રકૃતિ : ઉદ્દેશક-૨
૧૭૫ |
ભાગમાં વર્તે છે. તેવા જીવો માત્ર મસિ-પોતાના આયુષ્યબંધના અંતિમ સમયમાં અર્થાત્ અંતિમ ભાગમાં જઘન્ય આયુષ્ય બાંધે છે. પ્રસ્તુત પ્રસંગમાં પરિમલ નહિ શબ્દ પ્રયોગથી અંતિમ સૂક્ષ્મ એક સમયનું ગ્રહણ થતું નથી, પરંતુ આયુષ્યબંધનો ચરમ–અંતિમ વિભાગ અર્થાતુ અંતિમ એક આકર્ષ પ્રમાણ કાલનું ગ્રહણ થાય છે. સલ્ક ગાયં દ્િ પુનત્તા પરિવં બિર....આયુષ્યબંધના અંતિમ અંતર્મુહૂર્તમાં વર્તતા જીવો પર્યાપ્ત-અપર્યાપ્તરૂપ સર્વજઘન્ય સ્થિતિ બંધ કરે છે.
કોઈ પણ જીવ આહાર, શરીર અને ઇન્દ્રિય પર્યાપ્તિથી પૂર્ણ થાય, ત્યાર પછી જ પરભવનું આયુષ્ય બાંધે છે અને ત્યાર પછી જ તેનું મૃત્યુ થાય છે, તેથી સર્વજઘન્ય આયુષ્યવાળા જીવો પણ પ્રથમ ત્રણ પર્યાપ્તિથી પર્યાપ્ત અને શ્વાસોચ્છવાસ આદિ પર્યાપ્તિથી અપર્યાપ્ત હોય છે.
ટીકાકારે આ વિષયની સ્પષ્ટતા માટે કહ્યું છે કે નેનોલિયાઇ તિ સારામાં જીયનોને વમળો આ૩ય વંધો, ન શમ્મણ રાત્તિનસે વા ઔદારિક, વૈકિય અને આહારક કાયયોગમાં વર્તતા જીવો જ આયુષ્યબંધ કરે છે, કામણ કાયયોગ કે ઔદારિકમિશ્ર કે વૈકિયમિશ્રકાયયોગમાં વર્તતા જીવો આયુષ્ય બાંધતા નથી. શરીર અને ઇન્દ્રિય પર્યાપ્તિથી પર્યાપ્ત જીવોને જ વિશિષ્ટ ઔદારિક આદિ યોગ હોય છે. કેવળ આહાર પર્યાપ્તિ કે શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત જીવોને વિશિષ્ટ ઔદારિકાદિ યોગ હોતો નથી, તેથી તે જીવો આયુષ્ય બાંધતા નથી, તેનાથી એમ સિદ્ધ થાય છે કે શરીર અને ઇન્દ્રિય પર્યાપ્તિના પર્યાપ્ત જીવ જ આયુષ્ય બાંધે છે અને જીવનું જઘન્ય આયુષ્ય પ્રથમ ત્રણ પર્યાપ્તિથી પર્યાપ્ત અને શેષ પર્યાપ્તિઓથી અપર્યાપ્તરૂપ હોય છે.
આ રીતે સોપક્રમ આયુષ્યવાળા, આયુષ્ય બંધના અંતિમ એક આકર્ષ પ્રમાણ આયુષ્યમાં વર્તતા જીવો જઘન્ય આયુષ્યનો બંધ કરે છે અને તે જઘન્ય આયુષ્ય શરીર પર્યાપ્તિ અને ઇન્દ્રિય પર્યાપ્તિથી પર્યાપ્ત અને શેષ પર્યાપ્તિથી અપર્યાપ્તરૂપ હોય છે. કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિના બંધકો - १४२ उक्कोसकालठिईयं णं भंते ! णाणावरणिज्जं कम्मं किं णेरइओ बंधइ तिरिक्खजोणिओ बंधइ, तिरिक्खजोणिणी बंधइ, मणुस्सो बंधइ, मणुस्सी बंधइ, देवो बंधइ, देवी बंधइ ?
गोयमा ! णेरइओ वि बंधति जाव देवी वि बंधति । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનાવરણીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કોણ બાંધે છે? શું નારકી બાંધે છે? તિર્યંચ બાંધે છે? તિર્યંચાણી બાંધે છે? મનુષ્ય બાંધે છે? મનુષ્યાણી બાંધે છે? દેવ બાંધે છે કે દેવી બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! તેને નારક પણ બાંધે છે યાવત્ દેવી પણ બાંધે છે. १४३ केरिसए णं भंते ! णेरइए उक्कोसकालठिईयं णाणावरणिज्जं कम्मं बंधइ?
गोयमा ! सण्णी पंचिंदिए सव्वाहिं पज्जत्तीहिं पज्जत्तए सागारे जागरे सुतोवउत्ते मिच्छादिट्ठी कण्हलेसे उक्कोससंकिलिट्ठपरिणामे ईसिमज्जिमपरिणामे वा,