________________
[ ૧૭૪ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં આઠ કર્મોના જઘન્ય સ્થિતિબંધક જીવોનું કથન છે. જઘન્ય સ્થિતિ બંધક:- કોઈ પણ કર્મોનો જઘન્ય સ્થિતિબંધ તેના બંધવિચ્છેદ સમયે થાય છે. મોહનીય અને આયુષ્યકર્મને છોડીને શેષ(જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, નામ, ગોત્ર અને સાંપરાયિક વેદનીય) કર્મોનો બંધ વિચ્છેદ દશમા ગુણસ્થાને થાય છે, તેથી દશમા ગુણસ્થાને તે-તે કર્મોની જઘન્ય સ્થિતિનો બંધ થાય છે. આગમ પાઠ અનુસાર દેશમાં ગુણસ્થાને વર્તતા ઉપશામક અને ક્ષેપક બંને પ્રકારના જીવો જ્ઞાનાવરણીયાદિ કર્મોનો જઘન્યસ્થિતિબંધ કરે છે. અધ્યવસાયની તરતમતાના આધારે તેના અનુભાગ બંધમાં તરતમતા હોઈ શકે છે.
કર્મગ્રંથાનુસાર દશમાગુણસ્થાનવર્તી ઉપશામક અને ક્ષેપક જીવોના પરિણામોની વિશુદ્ધિમાં તરતમતા હોવાથી ક્ષપક જીવો ૧૨ મુહૂર્તનો બંધ કરે, શ્રેણી ચઢતા ઉપશામક જીવો ૨૪ મુહૂર્તનો બંધ કરે છે અને શ્રેણી ઉતરતા ઉપશામક જીવો ૪૮ મુહૂર્તનો બંધ કરે છે. મોહનીયકર્મના જઘન્ય સ્થિતિબંધક – મોહનીયકર્મનો બંધ વિચ્છેદ નવમા ગુણસ્થાને થાય છે, તેથી તેના જઘન્ય સ્થિતિબંધક બાદર સંપરાય ઉપશામક અને ક્ષેપક બંને પ્રકારના જીવો હોય છે.
એક થી નવ ગુણસ્થાન સુધી બાદર સંપરાય કષાયનો ઉદય હોય છે, તેમ છતાં જઘન્ય સ્થિતિબંધ નવમા ગુણસ્થાને જ થાય છે તેથી બાદર સંપરાય” શબ્દ પ્રયોગથી નવમા અનિવૃત્તિ બાદર ગુણસ્થાનવર્તી જીવોનું ગ્રહણ થાય છે. આયુષ્યકર્મના જઘન્ય સ્થિતિબંધક - સોપક્રમ આયુષ્યવાળા, આયુષ્યબંધના અંતિમ અંતર્મુહૂર્તમાં વર્તતા જીવો આયુષ્ય કર્મનો જઘન્ય બંધ કરે છે.
નારકી, દેવો, યુગલિકો, ચરમ શરીરી જીવો તથા ઉત્તમ પુરુષો અવશ્ય નિરુપક્રમ આયુષ્યવાળા હોય છે. તે જીવો સર્વ જઘન્ય આયુષ્ય બંધ કરતા નથી. શેષ સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્યો અને તિર્યચોમાં કેટલાક જીવો નિરુપક્રમ આયુષ્યવાળા અને કેટલાક જીવો સોપક્રમ આયુષ્યવાળા હોય છે. જે જીવો નિરુપક્રમ આયુષ્યવાળા છે, તે જીવો પોતાના આયુષ્યના બે ભાગ વ્યતીત થાય, ત્રીજો ભાગ શેષ રહે ત્યારે આયુષ્યનો બંધ કરે છે, તેથી તે જીવો પણ સર્વ જઘન્ય આયુષ્યનો બંધ કરતા નથી.
જે જીવો સોપક્રમ આયુષ્યવાળા છે. તેમાંથી કેટલાક જીવો પોતાના આયુષ્યનો ત્રીજો ભાગ શેષ રહે ત્યારે આયુષ્યનો બંધ કરે છે. કેટલાક જીવો ત્રીજા ભાગનો પણ ત્રીજો ભાગ અને કેટલાક જીવો તેનો પણ ત્રીજો ભાગ શેષ રહે ત્યારે આયુષ્યનો બંધ કરે છે. તે જ રીતે કેટલાક જીવો પ્રતાપલિકે સન્ન fજારા - અસંક્ષેપ્ટ કાલમાં પ્રવિષ્ટ અર્થાત્ જેનો સંક્ષેપ કરી ન શકાય તેટલું સંક્ષિપ્ત જેનું આયુષ્ય શેષ રહ્યું હોય તેવા આયુષ્યબંધ યોગ્ય અંતિમ જઘન્ય કાલમાં અર્થાતુ આયુષ્યના અંતિમ અંતર્મુહૂર્તમાં વર્તતા જીવો સર્વ જઘન્ય આયુષ્ય બંધ કરે છે. તે જ વિષયની સ્પષ્ટતા માટે સૂત્રકારે તે જીવોના અન્ય વિશેષણોનો પ્રયોગ કર્યો છે. સેલે ધ્વ મહતણ આડવાત- જે સર્વથી મોટા આયુષ્યબંધકાલના શેષ અંતિમ ભાગમાં જ વર્તતા હોય તેવા જીવો. આયુષ્યબંધનો ઉત્કૃષ્ટકાલ આઠ આકર્ષ પ્રમાણ અને જઘન્યકાલ એક આકર્ષ પ્રમાણ છે. જે જીવોનું આયુષ્ય એક આકર્ષ પ્રમાણ જ શેષ હોય, તે આયુષ્યબંધકાલના અંતિમ