________________
| ત્રેવીસમું પદઃ ક્રર્મપ્રકૃતિઃ ઉદ્દેશક-૨
[ ૧૭૩ ]
કર્મોના જઘન્ય સ્થિતિબંધકોની પ્રરૂપણા:१३९ णाणावरणिज्जस्स णं भंते ! कम्मस्स जहण्णठिइबंधए के ?
गोयमा ! अण्णयरे सुहुमसंपराए उवसामए वा खवए वा, एस णं गोयमा! णाणावरणिज्जस्स कम्मस्स जहण्णठिइबंधए, तव्वइरित्ते अजहण्णे । एवं एएणं अभिलावेणं मोहाउयवज्जाणं सेसकम्माणं भाणियव्वं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મના જઘન્ય સ્થિતિબંધક કોણ હોય છે?
ઉત્તર- હે ગૌતમ ! દસમા સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનવર્તી ઉપશામક કે ક્ષપક કોઈ પણ જીવ જ્ઞાનાવરણીયકર્મની જઘન્ય સ્થિતિના બંધક હોય છે. તેનાથી ભિન્ન જીવો અજઘન્ય એટલે મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિના બંધક હોય છે. એવી જ રીતે મોહનીય અને આયુષ્યકર્મને છોડીને શેષ સર્વ કર્મોની જઘન્ય સ્થિતિના બંધક દસમા ગુણસ્થાનવર્તી જીવો હોય છે. १४० मोहणिज्जस्स णं भंते ! कम्मस्स जहण्णठिइबंधए के ?
गोयमा ! अण्णयरे बायरसंपराए उवसामए वा खवए वा, एस णं गोयमा! मोहणिज्जस्स कम्मस्स जहण्णठिइबंधए, तव्वइरित्ते अजहण्णे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! મોહનીયકર્મના જઘન્ય સ્થિતિબંધક કોણ હોય છે?
ઉત્તર- હે ગૌતમ! નવમા અનિવૃત્તિ બાદર ગુણસ્થાનવર્સી બાદર સંપરાયના ઉપશામક કે ક્ષપક કોઈ પણ જીવ મોહનીયકર્મની જઘન્ય સ્થિતિનો બંધક હોય છે. તેનાથી ભિન્ન જીવો અજઘન્ય સ્થિતિના બંધક હોય છે. १४१ आउयस्स णं भंते ! कम्मस्स जहण्णठिइबंधए के ?
गोयमा ! जे णं जीवे असंखेप्पद्धप्पविढे सव्वणिरुद्ध से आउए, सेसे सव्वमहतीए आउयबंधद्धाए, तीसे णं आउयबंधद्धाए चरिमकालसमयंसि सव्वजहणियं ठिई पज्जत्ता-पज्जत्तियं णिव्वत्तेइ । एस णं गोयमा ! आउयकम्मस्स जहण्णठिइबंधए, तव्वइरित्ते अजहण्णे । ભાવાર્થ – પ્રશ્ન – હે ભગવન્! આયુષ્યકર્મના જઘન્ય સ્થિતિબંધક કોણ હોય છે?
ઉત્તર– હે ગૌતમ! જે જીવ અસંક્ષેપ્ય અદ્ધાપ્રવિષ્ટ છે અર્થાતુ જેના આયુષ્યના ત્રીજા ભાગાદિથી સંક્ષેપ થઈ ન શકે તેટલું માત્ર આયુષ્ય શેષ રહ્યું હોય, જે સર્વનિરુદ્ધ એટલે આયુષ્યબંધના અંતિમ જઘન્ય કાળમાં વર્તતા હોય, તે જીવ પર્યાપ્ત અને અપર્યાપ્તરૂપ સર્વથી જઘન્ય સ્થિતિ બાંધે છે. હે ગૌતમ ! આ આયુષ્યકર્મનો જઘન્ય સ્થિતિબંધક હોય છે, તેનાથી અન્ય જીવો અજઘન્ય સ્થિતિબંધક હોય છે.