________________
શ્રી પક્ષવણા સૂત્ર : ભાગ-૩
१२९ सम्मत्तवेयणिज्जस्स सम्मामिच्छत्तवेयणिज्जस्स य जा ओहिया ठिई भणिया તે વંયંતિ ।
ભાવાર્થ :- સંશી પંચેન્દ્રિયમાં સમ્યક્વેદનીય(મોહનીય) અને મિશ્ર વેદનીય(મોહનીય) કર્મનો બંધ તેની ઔઘિક સ્થિતિ અનુસાર જાણવો.
||१३० मिच्छत्तवेयणिज्जस्स जहण्णेणं अंतोसागरोवमकोडाकोडीओ, उक्कोसेणं सत्तरिं सागरोवमकोडाकोडीओ, सत्त य वाससहस्साइं अबाहा, अबाहूणिया कम्मठि कम्मणिसेगो ।
૧૭૦
ભાવાર્થ :- સંજ્ઞી પંચેન્દ્રિયમાં મિથ્યાત્વવેદનીયનો બંધ જઘન્ય અંતઃક્રોડાક્રોડી સાગરોપમ અને ઉત્કૃષ્ટ સિત્તેર ક્રોડાક્રોડી સાગરોપમનો છે. તેનો અબાધાકાળ સાત હજાર વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી
અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે.
| १३१ कसायबारसगस्स जहण्णेणं एवं चेव, उक्कोसेणं चत्तालीसं सागरोवमकोडाकोडीओ; चत्तालीस य वाससहस्साइं अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो । ભાવાર્થ :- કષાય દ્વાદશ(અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની તથા પ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ બાર કષાય)નો બંધકાળ જઘન્ય અંતઃક્રોડાકોડી સાગરોપમ અને ઉત્કૃષ્ટ ચાલીશ ક્રોડાક્રોડી સાગરોપમનો છે. તેનો અબાધાકાળ ચાલીશ હજાર વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. १३२ कोह-माण-माया-लोभसंजलणाए य दो मासा, मासो, अद्धमासो अंतोमुहुत्तो, एयं जहण्णगं; उक्कोसगं पुण जहा कसायबारसगस्स ।
ભાવાર્થ :- સંશી પંચેન્દ્રિયમાં સંજ્વલન ક્રોધ, માન, માયા, લોભનો જઘન્ય બંધ ક્રમશઃ બે માસ, એક માસ, અર્ધમાસ તથા અંતર્મુહૂર્તનો છે અને ઉત્કૃષ્ટ બંધકાળ બાર કષાયની સમાન છે.
१३३ चउण्ह वि आउयाणं जा ओहिया ठिई भणिया तं बंधंति ।
ભાવાર્થ :- સંશી પંચેન્દ્રિયમાં ચારે પ્રકારના આયુષ્ય કર્મનો બંધ તેની સમુચ્ચય બંધ સ્થિતિની સમાન છે. १३४ आहारगसरीरस्स तित्थगरणामए य जहण्णेणं अंतोसागरोवम-कोडाकोडीओ; उक्कोसेणं वि अंतोसागरोवमकोडाकोडीओ बंधति ।
ભાવાર્થ :- સંશી પંચેન્દ્રિય આહારક શરીર અને તીર્થંકર નામકર્મનો બંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતઃ ક્રોડાક્રોડી સાગરોપમનો કરે છે.
१३५ पुरिसवेयस्स जहण्णेणं अट्ठ संवच्छराई, उक्कोसेणं दस सागरोवमकोडाकोडीओ; दस य वाससयाइं अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो ।
ભાવાર્થ :- સંશી પંચેન્દ્રિય પુરુષ વેદનો બંધ જઘન્ય આઠ વર્ષ અને ઉત્કૃષ્ટ દશ ક્રોડાક્રોડી સાગરોપમનો