________________
ત્રેવીસમું પદ : કર્મપ્રકૃતિ ઃ ઉદ્દેશક-૨
કરે છે. તેનો અબાધાકાળ એક હજાર વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે.
૧૭૧
१३६ जसोकित्तिणामए उच्चागोयस्स य एवं चेव, णवरं- जहण्णेणं अट्ठमुहुत्ता। ભાવાર્થ :- સંજ્ઞી પંચેન્દ્રિયમાં યશઃકીર્તિ નામકર્મનો અને ઊંચગોત્રનો બંધ પણ પુરુષવેદ પ્રમાણે જાણવો જોઈએ. વિશેષતા એ છે કે અહીં સંશી પંચેંદ્રિય જીવોનો જઘન્ય સ્થિતિબંધ આઠ મુહૂર્તનો છે. १३७ अंतराइयस्स जहा णाणावरणिज्जस्स ।
ભાવાર્થ :- સંજ્ઞી પંચેન્દ્રિયને અંતરાયકર્મનો બંધકાળ જ્ઞાનાવરણીયકર્મના બંધકાળની સમાન છે. १३८ सेसेसु सव्वेसु ठाणेसु संघयणेसु संठाणेसु वण्णेसु गंधेसु य जहण्णेणं अंतोसागरोवम-कोडाकोडीओ, उक्कोसेणं जा जस्स ओहिया ठिई भणिया तं बंधंति, णवरं इमं णाणत्तं- अबाहा अबाहूणिया ण वुच्चइ । एवं आणुपुव्वीए सव्वेसिं जाव अंतराइयस्स ताव भाणियव्वं ।
ભાવાર્થ :- સંશી પંચેન્દ્રિયને શેષ સંહનન, સંસ્થાન, વર્ણ, ગંધનામકર્મ વગેરે સર્વ પ્રકૃતિનો બંધકાળ જઘન્ય અંતઃક્રોડાક્રોડી સાગરોપમ અને ઉત્કૃષ્ટ તે-તે કર્મ પ્રકૃતિની સમુચ્ચય સ્થિતિ પ્રમાણે જાણવો. વિશેષતા એ છે કે તેનો અબાધાકાળ અને અબાધાકાળન્યૂન કર્મ નિષેકકાળનું કથન ન કરવું જોઈએ. આ રીતે અનુક્રમથી અંતરાય કર્મ સુધી સ્થિતિબંધકાળ જાણવો જોઈએ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં સંશી પંચેન્દ્રિયોમાં સ્થિતિબંધનું પ્રતિપાદન છે.
સંશી પંચેન્દ્રિયોને ઇન્દ્રિય અને મનની પરિપૂર્ણતા હોવાથી તે જીવો કર્મોનો ઉત્કૃષ્ટ બંધ કરી શકે છે. તેમજ અધ્યાત્મવિકાસના પ્રભાવે કેટલીક કર્મપ્રકૃતિઓનો જઘન્ય બંધ પણ કરી શકે છે.
સંશી પંચેન્દ્રિય જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કે અંતરાયકર્મનો જઘન્ય અંતર્મુહૂર્તનો બંધ, તેના બંધ વિચ્છેદના ચરમ સમયે કરે છે. જ્ઞાનાવરણીયાદિ કર્મોનો બંધ દશમા ગુણસ્થાન સુધી થાય છે. ક્ષપક કે ઉપશમ શ્રેણીને પ્રાપ્ત થયેલા દશમા ગુણસ્થાનના અંતિમ સમયવર્તી જીવોના અધ્યવસાય વિશુદ્ધ હોય છે. તે જીવ સૂક્ષ્મ લોભના પણ અંતિમ દલિકોનું જ વેદન કરી રહ્યા હોય છે. તે જીવોને કષાયની માત્રા નહીંવત્ હોવાથી અત્યંત અલ્પતમ સ્થિતિનો કર્મબંધ કરે છે, તેથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનો જઘન્ય બંધ દસમા ગુણસ્થાનના અંતિમ સમયે છે.
સંજ્ઞી પંચેન્દ્રિયમાં નરક, દેવ અને તિર્યંચ ગતિમાં એકપણ પ્રકૃતિનો બંધ વિચ્છેદ થતો નથી. તે ત્રણે ગતિના જીવો બધી પ્રકૃતિઓનો જઘન્ય અંતઃ ક્રોડાક્રોડી સાગરોપમનો બંધ કરે છે અને ઉત્કૃષ્ટ સમુચ્ચય સ્થિતિની સમાન બંધ કરે છે. મનુષ્ય, સમુચ્ચય કર્મોની સ્થિતિમાં જે-જે કર્મ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત, બાર મુહૂર્ત, આઠ મુહૂર્ત કે આઠ વર્ષ આદિ છે, તેટલો જઘન્ય બંધ કરે છે અને જે પ્રકૃતિનો જઘન્ય બંધ સાગરોપમ પ્રમાણ છે તે પ્રકૃતિનો અંતઃક્રોડાક્રોડી સાગરોપમનો બંધ કરે છે અને ઉત્કૃષ્ટબંધ સમુચ્ચય સ્થિતિની સમાન છે.