________________
| ત્રેવીસમું પદ ક્રર્મપ્રકૃતિ ઉદ્દેશક-૨
[ ૧૬૯ ]
અસલી પંચેન્દ્રિયમાં આયુષ્ય બંધ - અસંજ્ઞી પંચેન્દ્રિય ચારે ગતિનું આયુષ્ય બાંધે છે. તે જીવ પ્રથમ નરકના નારકીનું ભવનપતિ કે વાણવ્યંતર દેવનું આયુષ્ય બાંધે, તો જઘન્ય અંતર્મુહૂર્ત અધિક ૧૦,000 વર્ષ, ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુષ્ય બાંધે છે.
અસંશી તિર્યંચ મરીને છપ્પન અંતર્લીપના યુગલિકમાં પણ જઈ શકે છે તેથી મનુષ્ય કે તિર્યંચ ગતિનું આયુષ્ય બાંધે, તો જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુષ્ય બાંધે છે. આ રીતે અસંજ્ઞી પંચેન્દ્રિય ચારે ગતિમાં ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગનું આયુષ્ય બાંધે છે. અસંજ્ઞી પંચેન્દ્રિયનું વર્તમાન ભવનું આયુષ્ય ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વ વર્ષનું છે. તેનો ત્રીજો ભાગ શેષ રહે ત્યારે આયુષ્યનો બંધ કરે તો તેના આયુષ્ય કર્મનો બંધ ક્રોડપૂર્વવર્ષનો ત્રીજો ભાગ અધિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગનો થાય છે. સંજ્ઞી પંચેન્દ્રિયોમાં કર્મોનો સ્થિતિબંધ - १२६ सण्णी णं भंते ! जीवा पंचेंदिया णाणावरणिज्जस्स कम्मस्स किं बंधंति ?
गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ, तिण्णि य वाससहस्साई अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંજ્ઞી પંચેન્દ્રિયો કેટલી સ્થિતિનું જ્ઞાનાવરણીયકર્મ બાંધે છે ?
ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રીસ ક્રોડાકોડી સાગરોપમનો બંધ કરે છે. તેનો અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. १२७ सण्णी णं भंते ! पंचेंदिया णिहापंचगस्स कम्मस्स किं बंधति ?
गोयमा ! जहण्णेणं अंतोसागरोवमकोडाकोडीओ; उक्कोसेणं तीसं सागरोवमकोडाकोडीओ, तिण्णि य वाससहस्साई अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो।
दसणचउक्कस जहा णाणावरणिज्जस्स । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સંશી પંચેન્દ્રિયો કેટલી સ્થિતિનું નિદ્રાપંચક કર્મ બાંધે છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અંત:ક્રોડાકોડી સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રીસ ક્રોડાકોડી સાગરોપમનું બાંધે છે. તેનો અબાધાકાળ ત્રણ હજાર વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે.
સંજ્ઞી પંચેન્દ્રિયમાં દર્શન ચતુષ્કનો બંધકાળ જ્ઞાનાવરણીયકર્મના બંધકાળની સમાન છે. १२८ सायावेयणिज्जस्स जहा ओहिया ठिई भणिया तहेव भाणियव्वा इरियावहियबंधयं पडुच्च संपराइयबंधयं च । असायावेयणिज्जस्स जहा णिद्दापंचगस्स । ભાવાર્થ - શતાવેદનીયકર્મનો બંધકાળ તેની ઔધિક સ્થિતિ અનુસાર જાણવો જોઈએ. ઈર્યાપથિકબંધ અને સાંપરાવિકબંધની અપેક્ષાએ શાતાવેદનીયનો બંધકાળ પૃથક-પૃથક જાણવો જોઈએ.
સંજ્ઞી પંચેન્દ્રિયનો અશાતાવેદનીયનો બંધકાળ નિદ્રાપંચકની સમાન જાણવો જોઈએ.