________________
[ ૧૬૮]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અસંશી તિર્યંચ પંચેન્દ્રિય કેટલી સ્થિતિનું નરકગતિનામકર્મ બાંધે છે?
ઉત્તર- હે ગૌતમ! પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યુન એક હજાર સાગરોપમના ૪ ભાગ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ એક હજાર સાગરોપમના ફે ભાગનો બંધ કરે છે.
આ જ રીતે તિર્યંચગતિનામકર્મ બંધના વિષયમાં જાણવું જોઈએ. મનુષ્યગતિનામકર્મ બંધના વિષયમાં પણ આ જ પ્રમાણે જાણવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે મનુષ્યગતિનો બંધ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક હજાર સાગરોપમના ભાગ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ એક હજાર સાગ
ગનો કરે છે. १२३ एवं देवगइणामए वि, णवरं- जहण्णेणं सागरोवमसहस्सस्स एग सत्तभागं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणयं, उक्कोसेणं तं चेव पडिपुण्णं । ભાવાર્થ:- આ રીતે દેવગતિનામકર્મના બંધના વિષયમાં જાણવું, પરંતુ તેમાં વિશેષતા એ છે કે દેવગતિનો જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક હજાર સાગરોપમના ભાગ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ એક હજાર સાગરોપમના 4 ભાગનો બંધ કરે છે. १२४ वेउव्वियसरीरणामए पुच्छा ? गोयमा ! जहण्णेणं सागरोवमसहस्सस्स दो सत्तभागे पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणए, उक्कोसेणं तं चेव पडिपुण्णे बंधति । ભાવાર્થ :- પ્રગ્ન- હે ભગવન્! અસંશી તિર્યંચ પંચેન્દ્રિય કેટલી સ્થિતિનું વૈક્રિયશરીરનામકર્મ બાંધે છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક હજાર સાગરોપમના કે ભાગ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ એક હજાર સાગરોપમના ભાગનો બંધ કરે છે. १२५ सम्मत्त-सम्मामिच्छत्त-आहारगसरीरणामए तित्थगरणामए य ण किंचि बंधति।
__ अवसिटुं जहा बेइंदियाणं णवरं जस्स जत्तिया भागा तस्स ते सागरोवमसहस्सेणं सह भाणियव्वा । सव्वेसि आणुपुव्वीए जाव अंतराइयस्स । ભાવાર્થ :- અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય સમ્યકત્વમોહનીય, મિશ્ર મોહનીય, આહારક શરીરનામકર્મ અને તીર્થકર નામકર્મનો બંધ કરતાં નથી.
શેષ કર્મ પ્રકૃતિઓનો બંધકાળ બેઇન્દ્રિય જીવોના સ્થિતિબંધની સમાન જાણવો. તેમાં વિશેષતા એ છે કે જેના જેટલા ભાગ છે તે બધા એક હજાર સાગરોપમ સહિત કહેવા જોઈએ. આ રીતે અનુક્રમથી થાવત્ અંતરાયકર્મ સુધી સર્વ કર્મપ્રકૃતિઓનો યથાયોગ્ય બંધકાળ કહેવો જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયમાં સ્થિતિ બંધનું નિરૂપણ છે.
અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયનું સર્વ કથન બેઇન્દ્રિય સમાન છે પરંતુ તે ઉત્કૃષ્ટ એક હજાર સાગરોપમની સ્થિતિના કર્મો બાંધે છે, તેથી તેના જઘન્ય–ઉત્કૃષ્ટ બંધકાળમાં જેટલા ભાગનું કથન છે તે સર્વ એક હજાર સાગરોપમ સહિત કહેવું જોઈએ.