________________
શ્રી પક્ષવણા સૂત્ર : ભાગ-૩
અહોરાત્રનો ત્રીજો ભાગ અધિક ક્રોડપૂર્વવર્ષનો બંધ કરે છે. આ રીતે મનુષ્યાયુનો બંધકાળ પણ જાણવો. શેષ સર્વ કથન અંતરાય કર્મ સુધી બેઇન્દ્રિયોના બંધકાળની સમાન જાણવું જોઈએ.
વિવેચનઃ
૧૬૬
પ્રસ્તુત સૂત્રોમાં તેઇન્દ્રિય જીવોમાં કર્મોની સ્થિતિબંધનું નિરૂપણ છે.
જીવને ક્રમશઃ એક એક ઇન્દ્રિયની પ્રાપ્તિ અધિક થાય છે તેમ તેમ તેના સ્થિતિબંધની ક્ષમતા વધતી જાય છે. તેઇન્દ્રિય જીવનો સ્થિતિબંધ એકેન્દ્રિયોના સ્થિતિબંધથી પચાસ ગુણો અધિક હોય છે. શેષ કથન એકેન્દ્રિયોની સમાન છે.
તેઇન્દ્રિયો પણ ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વવર્ષનું આયુષ્ય બાંધે છે, તેથી સ્વયંની સ્થિતિનો(૪૯ અહોરાત્રિનો) ત્રીજો ભાગ અધિક ક્રોડપૂર્વવર્ષનો આયુષ્યબંધ કરે છે.
ચૌરેન્દ્રિયોમાં કર્મોનો સ્થિતિબંધ :
११६ चउरिंदिया णं भंते ! जीवा णाणावरणिज्जस्स कम्मस्स किं बंधति ?
गोयमा ! जहणेणं सागरोवमसयस्स तिण्णि सत्तभागे पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणए, उक्कोसेणं ते चेव पडिपुण्णे बंधंति । एवं जस्स जइ भागा ते तस्स सागरोवमसएण सह भाणियव्वा ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ચૌરેન્દ્રિય જીવો કેટલી સ્થિતિનું જ્ઞાનાવરણીયકર્મ બાંધે છે ? ઉત્તરહે ગૌતમ ! જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સો સાગરોપમના ૐ ભાગ અને ઉત્કૃષ્ટ સંપૂર્ણ સો (૧૦૦) સાગરોપમના ભાગનો બંધ કરે છે.
|११७ तिरिक्खजोणियाउयस्स कम्मस्स जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडिं दोहिं मासेहिं अहियं । एवं मणुस्साउयस्स वि ।
ભાવાર્થ :- તિર્યંચાયુકર્મનો બંધકાળ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ બે માસ અધિક ક્રોડપૂર્વ વર્ષનો છે. આ જ રીતે મનુષ્યાયુબંધનો કાળ પણ જાણવો જોઈએ.
| सेसं जहा बेइंदियाणं । णवरं- मिच्छत्तवेयणिज्जस्स जहण्णेणं सागरोवमसयं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणयं, उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधंति । सेसं जहा बेइंदियाणं जाव अंतराइयस्स ।
ભાવાર્થ :શેષ કથન બેઇન્દ્રિય જીવોની સમાન જાણવું જોઈએ. વિશેષતા એ છે કે મિથ્યાત્વવેદનીય (મોહનીય)કર્મનો બંધ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સો(૧૦૦) સાગરોપમ અને ઉત્કૃષ્ટ સંપૂર્ણ સો સાગરોપમનો કરે છે. શેષ સંપૂર્ણ કથન અંતરાયકર્મ સુધી બેઇન્દ્રિયોની સમાન છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ચૌરેન્દ્રિય જીવોમાં કર્મોની સ્થિતિ બંધનું નિરૂપણ છે. ચૌરેન્દ્રિય જીવોનો બંધકાળ એકેન્દ્રિય કરતાં સો(૧૦૦) ગુણો અધિક હોય છે. શેષ કથન ભાવાર્થથી સ્પષ્ટ છે.