________________
'વીસમ પદ: કર્મતિઃ ઉદ્દેશક-૨
૧૫
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં બેઇન્દ્રિય જીવોમાં સ્થિતિ બંધનું કથન છે.
બેઇન્દ્રિય જીવોનો કર્મબંધકાળ એકેન્દ્રિય જીવો કરતાં પચીસગુણો વધારે હોય છે, જેમ કેએકેન્દ્રિયના જ્ઞાનાવરણીય કર્મનો બંધકાળ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક સાગરોપમના શું ભાગનો છે, જ્યારે બેઇન્દ્રિયનો જઘન્ય બંધકાળ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન પચીસ સાગરોપમના ડું ભાગનો છે. આ રીતે પ્રત્યેક કર્મ પ્રકૃતિમાં પચીસ ગુણો અધિક સ્થિતિબંધ થાય છે. જે કર્મ પ્રકૃતિઓનો બંધ એકેન્દ્રિય કરતા નથી, તે કર્મ પ્રકૃતિઓને બેઇન્દ્રિય જીવો પણ બાંધતા નથી. બેઇજિયમાં આયુષ્યબંધ - બેઇન્દ્રિય જીવ મરીને સંખ્યાતવર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચ જ થાય છે. બેઇન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાર વર્ષનું છે તેનો ત્રીજો ભાગ શેષ રહે ત્યારે અર્થાત્ ચાર વર્ષ શેષ રહે ત્યારે કોઈ બેઇન્દ્રિય જીવ ક્રોડપૂર્વનું આયુષ્ય બાંધે, તો તેના આયુષ્યનો ઉત્કૃષ્ટ બંધ ચાર વર્ષ અધિક ક્રોડપૂર્વ વર્ષનો થાય છે. તેઈન્દ્રિયોમાં કર્મોનો સ્થિતિબંધ:११३ तेइंदिया णं भंते ! जीवा णाणावरणिज्जस्स कम्मस्स किं बंधंति ?
गोयमा ! जहण्णेणं सागरोवमपण्णासाए तिण्णि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणया, उक्कोसेणं ते चेव पडिपुण्णे बंधति । एवं जस्स जइ भागा ते तस्स सागरोवमपण्णासाए सह भाणियव्वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે ઇન્દ્રિય જીવો કેટલી સ્થિતિનું જ્ઞાનાવરણીયકર્મ બાંધે છે?
ઉત્તર– હે ગૌતમ! જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન પચાસ સાગરોપમના ડું ભાગ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ ૫૦ સાગરોપમના ડું ભાગનું બાંધે છે. આ રીતે જેના જેટલા ભાગ છે, તે પચાસ સાગરોપમ સહિત કહેવા જોઈએ. ११४ तेइंदिया णं मिच्छत्तवेयणिज्जस्स कम्मस्स किं बंधति ? गोयमा ! जहण्णेणं सागरोवम-पण्णासं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणयं, उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधति । ભાવાર્થ :- પન્ન- હે ભગવન ! તે ઇન્દ્રિય જીવો કેટલી સ્થિતિનું મિથ્યાત્વવેદનીયકર્મ બાંધે છે ? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન પચાસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સંપૂર્ણ પચાસ સાગરોપમનો બંધ કરે છે. ११५ तिरिक्खजोणियाउयस्स जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं पुवकोडिं सोलसहिं राइदिएहिं राइदियतिभागेण य अहियं बंधति । एवं मणुस्साउयस्स वि । सेसं जहा बेइंदियाणं जाव अंतराइयस्स । ભાવાર્થ :- તેઇન્દ્રિય જીવો તિર્યંચાયુનો જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સોળ અહોરાત્ર તથા એક