________________
૧૬૪ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
ત્રીજો ભાગ શેષ રહે ત્યારે આયુષ્યનો બંધ થાય છે. ર૨000 વર્ષનો ત્રીજો ભાગ ૭000 વર્ષ અને હજાર વર્ષનો ત્રીજો ભાગ થાય. ત્યારે કોઈ જીવ ઉત્કૃષ્ટ ક્રોડપૂર્વવર્ષના આયુષ્યનો બંધ કરે. ત્યારે એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ આયુષ્ય બંધ ૭000 વર્ષ + 1000 વર્ષનો ત્રીજો ભાગ + ક્રોડપૂર્વવર્ષનો થાય છે. બેઈન્દ્રિયોમાં કર્મોનો સ્થિતિબંધ:१०९ बेइंदिया णं भंते ! जीवा णाणावरणिज्जस्स कम्मस्स किं बंधति ? गोयमा ! जहण्णेणं सागरोवमपणुवीसाए तिणि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणया, उक्कोसेणं ते चेव पडिपुण्णे बंधति । एवं णिद्दापंचगस्स वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! બેઇન્દ્રિય જીવો કેટલી સ્થિતિનું જ્ઞાનાવરણીયકર્મ બાંધે છે? ઉત્તરહે ગૌતમ! જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન પચીસ સાગરોપમના ઝું ભાગ અને ઉત્કૃષ્ટ તે જ પરિપૂર્ણ અર્થાત્ ૨૫ સાગરોપમના ઝું ભાગનું બાંધે છે. આ રીતે નિદ્રાપંચક(નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા-પ્રચલા અને ત્યાનગૃદ્ધિ)ની સ્થિતિના વિષયમાં પણ જાણવું જોઈએ. ११० एवं जहा एगिदियाणं भणियंतहा बेइंदियाण विभाणियव्वं, णवरं-सागरोवमपणुवीसाए सह भाणियव्वा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणा, सेसं तं चेव, जत्थ एगिदिया ण बंधति तत्थ एते वि ण बंधति । ભાવાર્થ :- જે રીતે એકેન્દ્રિય જીવોમાં સ્થિતિ બંધનું કથન કર્યું છે, તે જ રીતે બેઇન્દ્રિય જીવોમાં પણ સ્થિતિ બંધનું કથન કરવું જોઈએ. જે પ્રકૃતિઓને એકેન્દ્રિય જીવો બાંધતા નથી, તે પ્રકૃતિઓને બેઇન્દ્રિય જીવો પણ બાંધતા નથી. વિશેષતા એ છે કે એકેન્દ્રિયમાં ૧ સાગરોપમ સાથે જે કથન છે તેને અહીં બેઇન્દ્રિયમાં ૨૫ સાગરોપમ સાથે કથન કરવું જોઈએ. १११ बेइंदिया णं भंते ! जीवा मिच्छत्तवेयणिज्जस्स किं बंधति ? गोयमा ! जहण्णेणं सागरोवमपणुवीसं पलिओवमस्स असंखिज्जइभागेणं ऊणयं, उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! બેઇન્દ્રિય જીવો કેટલી સ્થિતિનું મિથ્યાત્વ વેદનીય(મોહનીય)કર્મ બાંધે છે? ઉત્તર-હે ગૌતમ! જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન પચીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ પચીસ સાગરોપમની સ્થિતિ બાંધે છે. ११२ तिरिक्खजोणियाउअस्स जहण्णेण अंतोमुहुत्तं, उक्कोसेणं पुव्वकोडिं चउहिं वासेहिं अहियं बंधति । एवं मणुयाउअस्स वि । सेसं जहा एगिदियाणं जाव अंतराइयस्स । ભાવાર્થ-બેઇન્દ્રિય જીવો તિર્યંચાયુનો બંધ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટચાર વર્ષ અધિક ક્રોડપૂર્વવર્ષની સ્થિતિનો કરે છે. આ જ રીતે મનુષ્યાયુનું પણ કથન કરવું જોઈએ. શેષ સર્વ કથન અંતરાયકર્મ સુધી એકેન્દ્રિયોના સ્થિતિબંધની સમાન જાણવું જોઈએ.