________________
વીસમું પદઃ ક્રર્મપ્રકૃતિ : ઉદ્દેશક-૨
[ ૧૬૩ ]
भागा, भवंति तत्थ णं जहण्णेणं ते चेव पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगा भाणियव्वा, उक्कोसेणं ते चेव पडिपुण्णे बंधति । जत्थ णं जहण्णेणं एगो वा दिवड्डो वा सत्तभागो तत्थ जहण्णेण त चेव भाणियव्वं, उक्कोसेण तं चेव पडिपुण्ण बंधति। ભાવાર્થ :- જ્યાં જઘન્ય ભાગ, ડું ભાગ કે ૐ ભાગ અથવા અઠ્ઠાવીસયા ભાગ કહ્યા છે, ત્યાં તે ભાગમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન કહેવું જોઈએ અને ઉત્કૃષ્ટરૂપે એક સાગરોપમના તે જ ભાગ પરિપૂર્ણ રૂપે કહેવા જોઈએ. આ જ પ્રમાણે જ્યાં જઘન્યરૂપે છે કે ભાગ છે, ત્યાં જઘન્યરૂપે તે જ ભાગમાંથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરોપમ કહેવા જોઈએ અને ઉત્કૃષ્ટરૂપે એક સાગરોપમના તે ભાગ પરિપૂર્ણ કહેવા જોઈએ. १०७ जसोकित्ति-उच्चागोयाणं जहण्णेणं सागरोवमस्स एगं सत्तभागं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणयं, उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधति । ભાવાર્થ-એકેન્દ્રિય જીવોને યશકીર્તિનામ અને ઊંચગોત્રનો બંધકાળ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક સાગરોપમના કે ભાગ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ એક સાગરોપમના કે ભાગ છે. १०८ अंतराइयस्स णं भंते ! कम्मस्स एगिंदिया किं बंधति ? गोयमा ! जहा णाणावरणिज्जस्स जाव उक्कोसेणं ते चेव पडिपुण्णे बंधंति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એકેન્દ્રિય જીવો કેટલી સ્થિતિનું અંતરાયકર્મ બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! તેનો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંધકાળ જ્ઞાનાવરણીયકર્મ અનુસાર જાણવો જોઈએ. વિવેચન :
પ્રસ્તુત સુત્રોમાં એકેન્દ્રિય જીવોની અપેક્ષાએ આઠ કર્મોની ઉત્તર પ્રવૃતિઓના સ્થિતિબંધનું કથન છે.
ચાર પ્રકારના બંધમાં સ્થિતિબંધ અને અનુભાગ બંધ કષાયના આધારે નિશ્ચિત થાય છે. એકેન્દ્રિય જીવોને એક જ ઈન્દ્રિય છે. મનનો અભાવ છે તેથી તેના કષાયના પરિણામો તીવ્રતમ થતા નથી. એકેન્દ્રિય જીવો એક સાગરોપમથી અધિક કાલની સ્થિતિના કર્મોનો બંધ કરતા નથી.
એકેન્દ્રિય જીવો મરીને નરક કે દેવગતિમાં જતાં નથી તેમ જ વિશેષ પ્રકારની પુણ્ય પ્રકૃતિનો બંધ કરી શકે તેવી તેની યોગ્યતા નથી, તેથી તે જીવો નરકાયુષ્ય, નરકગતિનામ, નરકાનુપૂર્વી(નરકત્રિક), દેવાયુષ્ય, દેવગતિનામ, દેવાનુપૂર્વી (દેવત્રિક) વૈક્રિયશરીરનામ, વૈક્રિય અંગોપાંગનામ(વૈક્રિયદ્રિક), આહારકશરીરનામ, આહારક અંગોપાંગનામ(આહારક દ્વિક), તીર્થંકરનામ, સમ્યક મોહનીય અને મિશ્ર મોહનીય તે તેર પ્રકૃતિનો બંધ કરતા નથી.
તેમને કુલ ૧૪૮ પ્રકૃતિ-૧૩ = ૧૩૫ પ્રકૃતિનો બંધ થાય છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે. એકેન્દ્રિય જીવોમાં આયુષ્યબંધ - એકેન્દ્રિય જીવો મરીને મનુષ્ય અને તિર્યંચગતિમાં જ જાય છે. એકેન્દ્રિય જીવો તે બંને ગતિમાં પણ ક્રોડપૂર્વવર્ષનું આયુષ્ય જ બાંધે છે, કારણ કે તે જીવો મરીને યુગલિક થતા નથી.
એકેન્દ્રિય જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ર૨,000 વર્ષનું હોય છે. તેના બે ભાગ વ્યતીત થઈ જાય અને