________________
વીસમું પદઃ ક્રમપ્રકૃતિ ઃ ઉદ્દેશક-૨
[૧૧]
९४ एगिदिया णं भंते ! जीवा सम्मत्तवेयणिज्जस्स कम्मस्स किं बंधति ? गोयमा! णत्थि किं चि बंधंति । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! એકેન્દ્રિય જીવો કેટલી સ્થિતિનું સમ્યકત્વ વેદનીય(મોહનીય) બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! એકેન્દ્રિય જીવો સમ્યક્ત્વવેદનીય કર્મનો બંધ કરતા નથી. ९५ एगिंदिया णं भंते ! जीवा मिच्छत्तवेयणिज्जस्स कम्मस्स किं बंधति ?
गोयमा ! जहण्णेणं सागरोवमं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणयं, उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधति । ભાવાર્થ – પ્રશ્નહે ભગવન્! એકેન્દ્રિય જીવો કેટલી સ્થિતિનું મિથ્યાત્વ વેદનીય(મોહનીય) બાંધે છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક સાગરોપમ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ એક સાગરોપમનું બાંધે છે. ९६ एगिंदिया णं भंते ! सम्मामिच्छत्तवेयणिज्जस्स कम्मस्स किं बंधति ? गोयमा! णत्थि किंचि बंधति । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એકેન્દ્રિય જીવો કેટલી સ્થિતિનું મિશ્ર મોહનીયકર્મ બાંધે છે? ઉત્તરહે ગૌતમ ! એકેન્દ્રિય જીવો મિશ્ર મોહનીય કર્મનો બંધ કરતા નથી. ९७ एगिदिया णं भंते !कसायबारसगस्स किं बंधति? गोयमा !जहण्णेणं सागरोवमस्स चत्तारि सत्तभागे पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणए, उक्कोसेणं ते चेव पडिपुण्णे बंधति । एवं कोहसंजलणाए वि जाव लोभसंजलणाए वि । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! એકેન્દ્રિય જીવો કેટલી સ્થિતિના અનંતાનુબંધી આદિ બાર પ્રકારના કષાય દ્વાદશનો બંધ કરે છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક સાગરોપમના સાત ભાગમાંથી ચાર ભાગ(કૈં સાગરોપમ) અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ ૐ સાગરોપમ બાંધે છે.
આ જ રીતે સંજવલન ક્રોધથી લઈને સંજવલન લોભ સુધીનું કથન કરવું. ९८ इत्थिवेयस्स जहा सायावेयणिज्जस्स । ભાવાર્થ - એકેન્દ્રિયોને સ્ત્રીવેદનો બંધકાળ શાતાવેદનીયકર્મના બંધકાળની સમાન જાણવો. ९९ एगिदिया पुरिसवेयस्स कम्मस्स जहण्णेणं सागरोवमस्स एक्कं सत्तभागं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणयं, उक्कोसेणं तं चेव पडिपुण्णं बंधति । ભાવાર્થ-એકેન્દ્રિય જીવો પુરુષ વેદનો બંધ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરોપમનો કે ભાગ અને ઉત્કૃષ્ટ પરિપૂર્ણ એક સાગરોપમના ભાગ બાંધે છે.