________________
[ ૧૫૪ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! દેવાનુપૂર્વીનામકર્મની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ ! તેની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક હજાર સાગરોપમના સાત ભાગમાંથી એક ભાગ(8 x૧૦૦૦ સાગરોપમ)ની અને ઉત્કૃષ્ટ સ્થિતિ દશ ક્રોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ એક હજાર વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. ८१ उस्सासणामए णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहा तिरियाणुपुव्वीए । आयवणामए वि एवं चेव, उज्जोवणामए वि । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! ઉચ્છવાસનામકર્મની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! તેની સ્થિતિ તિર્યંચાનુપૂર્વી પ્રમાણે ઉત્કૃષ્ટ ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે.
આ રીતે આતપનામકર્મની અને ઉદ્યોતનામકર્મની સ્થિતિ પણ પૂર્વવત્ તિર્યંચાનુપૂર્વ પ્રમાણે ઉત્કૃષ્ટ ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમની જાણવી જોઈએ. ८२ पसत्थविहायगइणामए णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं एगं सागरोवमस्स सत्तभागं, उक्कोसेणं दस सागरोवमकोडाकोडीओ; दस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રશસ્ત વિહાયોગતિનામકર્મની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ ! તેની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરોપમના સાત ભાગમાંથી એક ભાગ( સાગરોપમ)ની તથા ઉત્કૃષ્ટ દશ ક્રોડાકોડી સાગરોપમની છે. અબાધાકાળ એક હજાર વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. ८३ अपसत्थविहायगइणामस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता?
गोयमा !जहण्णेणं एगसागरोवमस्स दोण्णि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणया, उक्कोसेणं वीसंसागरोवमकोडाकोडीओ; वीस य वाससयाइं अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो । तसणामए थावरणामए य एवं चेव । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અપ્રશસ્ત વિહાયોગતિનામકર્મની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! તેની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરોપમના સાત ભાગમાંથી બે ભાગ( સાગરોપમ)ની તથા ઉત્કૃષ્ટ વીશ ક્રોડાક્રોડી સાગરોપમની છે. અબાધાકાળ બે હજાર વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે.
ત્રસનામકર્મ અને સ્થાવરનામકર્મની સ્થિતિ પણ અપ્રશસ્તવિહાયગતિ નામ કર્મ પ્રમાણે જ છે. ८४ सुहुमणामए णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा !जहण्णेणं सागरोवमस्सणव पणतीसतिभागा पलिओवमस्स असंखेज्जइ