________________
શ્રી પક્ષવણા સૂત્ર : ભાગ-૩
७२ णीलवण्णणामए णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहणेणं सागरोवमस्स सत्त अट्ठावीसतिभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणया, , उक्कोसेणं. अद्धट्ठारस सागरोवमकोडाकोडीओ; अद्धट्ठारस य वाससयाइं अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो ।
૧૫૨
कालवण्णणामए जहा सेवट्टसंघयणस्स ।
ભાવાર્થ :- પ્રશ્ન− હે ભગવન્ ! નીલવર્ણ નામકર્મની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર– હે ગૌતમ ! તેની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરોપમના અઠ્ઠાવીસ ભાગમાંથી સાત ભાગો( સાગરોપમ)ની ઉત્કૃષ્ટ સાડાસત્તર ક્રોડાક્રોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ સાડા સત્તર સો(૧૭૫૦) વર્ષનો તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. કૃષ્ણ વર્ણનામકર્મની સ્થિતિ સેવાર્ત સંહનનનામકર્મની સ્થિતિ પ્રમાણે જાણવી અર્થાત્ ઉત્કૃષ્ટ ૨૦ ક્રોડાક્રોડ સાગરોપમની છે.
|७३ सुब्भिगंधणामए णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा ! जहा सुक्किलवण्णणामस्स । दुब्भिगंधणामए जहा सेवट्टसंघयणस्स ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! સુરભિગંધનામકર્મની સ્થિતિ કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ ! તેની જઘન્ય-ઉત્કૃષ્ટ સ્થિતિ શુક્લવર્ણનામકર્મની સમાન ઉત્કૃષ્ટ ૧૦ ક્રોડાક્રોડ સાગરોપમની છે. દુરભિગંધ નામકર્મની સ્થિતિ સેવાર્ત સંહનનનામકર્મની સમાન ઉત્કૃષ્ટ ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે. ७४ रसाणं महुरादीणं जहा वण्णाणं भणियं तहेव परिवाडीए भाणियव्वं । ભાવાર્થ :- મધુર આદિ પાંચે રસોની સ્થિતિનું કથન ક્રમશઃ પાંચે વર્ણોની સ્થિતિ પ્રમાણે જાણવું. ७५ फासा जे अपसत्था तेसिं जहा सेवट्टस्स, जे पसत्था तेसिं जहा सुक्किल
वण्णणामस्स । ભાવાર્થ -- કર્કશ, ગુરુ, રૂક્ષ અને શીત આ ચાર અપ્રશસ્ત સ્પર્શોની સ્થિતિ સેવાર્ત સંહનનની સ્થિતિ અનુસાર ઉત્કૃષ્ટ ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે તથા મૃદુ, લઘુ, સ્નિગ્ધ અને ઉષ્ણ આ પ્રશસ્ત સ્પર્શોની સ્થિતિ શુક્લવર્ણનામકર્મની સ્થિતિ પ્રમાણે ઉત્કૃષ્ટ ૧૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે.
७६ अगुरूलहुणामए जहा सेवट्टस्स । एवं उवघायणणामए वि । पराघायणाम वि एवं चेव ।
ભાવાર્થ :
અગુરુલઘુનામકર્મની સ્થિતિ સેવાર્ત સંહનનની સ્થિતિ પ્રમાણે ઉત્કૃષ્ટ ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે. આ જ પ્રમાણે ઉપઘાતનામકર્મની સ્થિતિ વિષે પણ જાણવું જોઈએ. પરાઘાતનામકર્મની સ્થિતિ પણ આ જ પ્રમાણે છે.