________________
| ત્રેવીસમું પદ ક્રર્મપ્રકૃતિ ઉદ્દેશક-૨
સાત ભાગમાંથી બેભાગ( સાગરોપમ)ની અને ઉત્કૃષ્ટ વીશ ક્રોડાક્રોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે.
જે રીતે સંહનન નામકર્મની સ્થિતિ કહી, તે જ રીતે છ સંસ્થાન નામકર્મોની પણ સ્થિતિ જાણવી જોઈએ. ६९ सुक्किलवण्णणामए णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं सागरोवमस्स एगं सत्तभागं पलिओवमस्स असंखिज्जइभागेणं ऊणगं, उक्कोसेणं दस सागरोवमकोडाकोडीओ; दस य वाससयाइ अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શુક્લવર્ણનામકર્મની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! તેની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન, સાગરોપમના સાત ભાગમાંથી એક ભાગ(૧/૩ સાગરોપમ)ની અને ઉત્કૃષ્ટ ૧૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ એક હજાર વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. ७० हालिद्दवण्णणामए णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं सागरोवमस्स पंच अट्ठावीसइभागा पलिओवमस्स असंखेज्जझ् भागेणं ऊणगा, उक्कोसेणं अद्धतेरस सागरोवमकोडाकोडीओ; अद्धतेरस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પીળા વર્ણનામકર્મની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! તેની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરોપમના અઠ્ઠાવીસ ભાગમાંથી પાંચ ભાગ( સાગરોપમ)ની અને ઉત્કૃષ્ટ સાડા બાર ક્રોડાક્રોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ સાડા બારસો વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. |७१ लोहियवण्णणामए णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा !जहण्णेणं सागरोवमस्स छ अट्ठावीसतिभागा पलिओवमस्स असंखेज्जा भागेणं ऊणगा, उक्कोसेणं पण्णरस्स सागरोवमकोडाकोडीओ; पण्णरस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो।। ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! રક્ત(લાલ) વર્ણ નામકર્મની સ્થિતિ કેટલી છે?
ઉત્તર– હે ગૌતમ! તેની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરોપમના અઠ્ઠાવીસ ભાગમાંથી છ ભાગ( સાગરોપમ)ની અને ઉત્કૃષ્ટ પંદર ક્રોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ પંદરસો(૧૫૦૦) વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે.