________________
| ત્રેવીસમું પદ ક્રર્મપ્રકૃતિ ઉદ્દેશક-૨
[ ૧૪૯ ]
સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. ६१ आहारगसरीरणामए जहण्णेणं अंतोसागरोवमकोडाकोडीओ; उक्कोसेणं वि अंतोसागरोवमकोडाकोडीओ। ભાવાર્થ :- આહારક શરીરનામકર્મની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતઃક્રોડાક્રોડી સાગરોપમની છે. ६२ तेया-कम्मसरीरणामए जहण्णेणं सागरोवमस्स दोणि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणया, उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ; अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो। ભાવાર્થ :- તૈજસ અને કાર્મણશરીરનામકર્મની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરોપમના સાત ભાગમાંથી બે ભાગ( / સાગરોપમ)ની અને ઉત્કૃષ્ટ વીશ ક્રોડાકોડી સાગરોપમની છે. અબાધાકાળ બે હજાર વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મસ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. ६३ ओरालिय वेउव्विय आहारगसरीररंगोवंगणामए तिणि वि एवं चेव । सरीरबंधणणामए वि पंचण्ह वि एवं चेव । सरीरसंघायणामए पंचण्ह वि जहा सरीरणामए कम्मस्स ठिइत्ति । ભાવાર્થ :- ઔદારિકશરીરાંગોપાંગ, વૈક્રિયશરીરાંગોપાંગ અને આહારકશરીરાંગોપાંગ; આ ત્રણેય નામકર્મની સ્થિતિ પણ પોત-પોતાના શરીરની સ્થિતિ પ્રમાણે છે.
પાંચે ય શરીરબંધન નામકર્મોની સ્થિતિ પણ પોત-પોતાના શરીર પ્રમાણે છે. પાંચે ય શરીર સંઘાતનામકર્મોની સ્થિતિ પણ પોત-પોતાના શરીરનામકર્મની સ્થિતિ અનુસાર છે. ६४ वइरोसभणारायसंघयणणामए जहा रतिणामए । उसभणारायसंघयणणामए णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा !जहण्णेणं सागरोवमस्स छ पणतीसतिभागा पलिओवमस्स असंखेज्जा भागेणं ऊणया, उक्कोसेणं बारस सागरोवमकोडाकोडीओ; बारस य वाससयाइं अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो । ભાવાર્થ:- વજ28ષભનારા સંહનન નામકર્મની સ્થિતિ રતિ મોહનીય કર્મની સ્થિતિ સમાન છે અર્થાત્ ઉત્કૃષ્ટ ૧૦ ક્રોડક્રોડી સાગરોપમની છે. પ્રશ્ન- હે ભગવન! ઋષભનારાચ સંહનનનામકર્મની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરોપમના પાંત્રીસ ભાગમાંથી છ ભાગ( સાગરોપમ)ની અને ઉત્કૃષ્ટ બાર ક્રોડાકોડી સાગરોપમની છે, તથા તેનો અબાધાકાળ બારસો (૧૨00) વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે.