________________
શ્રી પક્ષવણા સૂત્ર : ભાગ-૩
कोडाकोडीओ; अट्ठारस य वाससयाइं अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! તેઇન્દ્રિય જાતિનામકર્મની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર– હે ગૌતમ ! તેની જઘન્ય સ્થિતિ બે ઇન્દ્રિયની સમાન છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર ક્રોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ અઢારસો વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે.
૧૪૮
[५८ चउरिंदियजाइणामए णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
जहण्णेणं सागरोवमस्स णव पणतीसइभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ગયા, उक्कोसेणं अट्ठारस सागरोवमकोडाकोडीओ; अट्ठारस य वाससयाइं अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! ચૌરેન્દ્રિય જાતિનામકર્મની સ્થિતિ કેટલી છે ?
ઉત્તર–હે ગૌતમ ! તેની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરોપમના પાંત્રીસ ભાગમાંથી નવ ભાગ( ૯/૩૫ સાગરોપમ)ની અને ઉત્કૃષ્ટ સ્થિતિ અઢાર ક્રોડાક્રોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ અઢારસો વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. ५९ पंचेंदियजाइणामए णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं सागरोवमस्स दोण्णि सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणगा, उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ; वीस य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो । ओरालियसरीरणामए वि एवं चेव । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! પંચેન્દ્રિય જાતિનામકર્મની સ્થિતિ કેટલી છે ?
I
ઉત્તર– હે ગૌતમ ! જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરોપમના સાત ભાગમાંથી બે ભાગ( ૨/૭ સાગરોપમ)ની અને ઉત્કૃષ્ટ વીશ ક્રોડાક્રોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. ઔદારિકશરીર નામકર્મની સ્થિતિ પણ પંચેન્દ્રિય જાતિનામકર્મ પ્રમાણે(ઉત્કૃષ્ટ ૨૦ ક્રોડાક્રોડી સાગરોપમની) જાણવી જોઈએ. ६० वेडव्वियसरीरणामए णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहणणं सागरोवमसहस्सस्स दो सत्तभागा पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणया, उक्कोसेणं वीसं सागरोवमकोडाकोडीओ; वीस य वाससयाइं अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! વૈક્રિયશરીરનામકર્મની સ્થિતિ કેટલી છે ?
હે
ઉત્તર– હે ગૌતમ ! તેની સ્થિતિ જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન એક હજાર સાગરોપમના સાત ભાગમાંથી બે ભાગ(ૐ ×૧૦૦૦ સાગરોપમ)ની અને ઉત્કૃષ્ટ વીશ ક્રોડાક્રોડી