________________
[ ૧૪૪]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
ન્યૂન સાગરોપમના સાત ભાગોમાંથી ચાર ભાગની(ડું સાગરોપમ) અને ઉત્કૃષ્ટ ચાલીશ ક્રોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ ચાર હજાર વર્ષનો છે તથા સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. ४१ कोहसंजलणाए णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं दो मासा, उक्कोसेणं चत्तालीसंसागरोवम कोडाकोडीओ; चत्तालीसं वाससयाइं अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સંજ્વલન ક્રોધની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય બે માસ અને ઉત્કૃષ્ટ ચાલીશ ક્રોડાક્રોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ ચાર હજાર વર્ષનો છે. સંપૂર્ણ કર્મ સ્થિતિમાંથી અબાધાકાળને બાદ કરતાં શેષ કર્મનિષેકનો કાળ છે. |४२ माणसंजलणाए णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा! जहण्णेणं मासं, उक्कोसेणं जहा कोहस्स । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! સંજ્વલનમાનની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય એક માસ અને ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રોધની સમાન ૪૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે. ४३ मायासंजलणाए णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा! जहण्णेणं अद्धमासं, उक्कोसेणं जहा कोहस्स । ભાવાર્થ:- સ્થિતિ હે ભગવન! સંજવલન માયાની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અર્ધ માસ(પંદર દિવસ) અને ઉત્કૃષ્ટ ક્રોધની સમાન ૪૦ ક્રોડાક્રોડી સાગરોપમની છે. ४४ लोभसंजलणाए णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ? गोयमा! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं जहा कोहस्स ।। ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્! સંજવલન લોભની સ્થિતિ કેટલી છે? ઉત્તર- હે ગૌતમ! તેની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ક્રોધની સમાન ૪૦ ક્રોડાકોડી સાગરોપમની છે. ४५ इत्थिवेयस्स णं भंते ! कम्मस्स केवइयं कालं ठिई पण्णत्ता ?
गोयमा ! जहण्णेणं सागरोवमस्स दिवढे सत्तभागं पलिओवमस्स असंखेज्जइभागेणं ऊणयं, उक्कोसेणं पण्णरस्स सागरोवमकोडाकोडीओ; पण्णरस्स य वाससयाई अबाहा, अबाहूणिया कम्मठिई कम्मणिसेगो । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! સ્ત્રીવેદની સ્થિતિ કેટલી છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ ન્યૂન સાગરોપમના સાત ભાગમાંથી દોઢ ભાગની ( સાગરોપમ) અને ઉત્કૃષ્ટ પંદર ક્રોડાકોડી સાગરોપમની છે. તેનો અબાધાકાળ પંદરસો