________________
૧૩૮ |
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
ઉદયથી શરીરના અવયવો શુભ હોય છે, તે શુભનામકર્મ છે. (૭) સુભગનામકર્મ- જે કર્મના ઉદયથી વ્યક્તિ બધાને પ્રિય લાગે, તે સુભગનામકર્મ છે. (૮) સુસ્વરનામકર્મ જે કર્મના ઉદયથી જીવનો સ્વર મધુર અને સુરીલો હોય, શ્રોતાઓને પ્રમોદકારી અને કર્ણપ્રિય હોય તે સુસ્વરનામકર્મ છે. (૯) આદેયનામકર્મ– જે કર્મના ઉદયથી જીવના વચનો આદરણીય, સ્વીકાર્ય બને, તે આદેયનામ કર્મ છે. (૧૦) યશ-કીર્તિનામકર્મ- જે કર્મના ઉદયથી લોકમાં યશ અને કીર્તિ ફેલાય. શૌર્ય, પરાક્રમ, ત્યાગ, તપ આદિ દ્વારા ઉપાર્જિત ખ્યાતિના કારણે પ્રશંસા થવી, તે યશોકતિ નામકર્મ છે. બીજી રીતે દશે દિશાઓમાં પ્રશંસા ફેલાય તેને કીર્તિ કહે છે તથા એક દિશામાં ફેલાય તેને યશ કહે છે. સ્થાવર દશક પ્રકૃતિ - પ્રાયઃ સ્થાવર જીવોને યોગ્ય દશ પ્રકૃતિઓના સમૂહને સ્થાવર દશક કહે છે. ત્રણ દશકથી વિપરીત સ્થાવર દશક છે. તે આ પ્રમાણે છે
(૧) સ્થાવરનામકર્મ– જે જીવ સ્વયં હલન ચલન કરી શકે નહીં તેવા પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય જીવોને સ્થાવર કહે છે. જે કર્મના ઉદયથી સ્થાવર પર્યાયની પ્રાપ્તિ થાય, તે સ્થાવર નામકર્મ છે. (૨) સૂક્ષ્મનામકર્મ– જે જીવોનું શરીર સમુદાયરૂપે હોવા છતાં પણ છદ્મસ્થને ચક્ષુ ગ્રાહ્ય ન બને, તેવું સૂક્ષ્મ હોય, કોઈ પણ શસ્ત્રોથી જેનો ઘાત ન થાય, તેને સૂક્ષ્મ કહે છે. જે કર્મના ઉદયથી જીવનું શરીર સૂક્ષ્મ પર્યાયને પ્રાપ્ત કરે, તે સૂક્ષ્મનામકર્મ છે. (૩) અપર્યાપ્ત નામકર્મ– જે કર્મના ઉદયથી જીવ સ્વ યોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી ન શકે અપૂર્ણાવસ્થામાં જ મૃત્યુ પામે, તે અપર્યાપ્તાનામકર્મ છે. (૪) સાધારણશરીરનામકર્મ–જે કર્મના ઉદયથી અનંત જીવોનું એક જ ઔદારિક શરીર હોય અને તૈજસ કાર્મણશરીર ભિન્ન હોય, તે સાધારણનામકર્મ છે. (૫) અસ્થિરનામકર્મ– જે કર્મના ઉદયે શરીરના જીભ આદિ અવયવ અસ્થિર હોય, તે અસ્થિરનામકર્મ છે. () અશુભનામકર્મ–જે કર્મના ઉદયે શરીરવયવ અશુભ હોય, તે અશુભનામકર્મ છે. (૭) દુર્ભગનામકર્મ–જે કર્મના ઉદયથી વ્યક્તિ બધાને અપ્રિય લાગે, તે દુર્ભગનામકર્મ છે. (૮) દુઃસ્વર- જે કર્મના ઉદયથી જીવનો સ્વર કર્કશ કે શ્રોતાઓને અપ્રીતિનું કારણ બને, કર્ણપ્રિય ન હોય, તે દુઃસ્વર નામકર્મ છે. (૯) અનાદેયનામકર્મ–જે કર્મના ઉદયથી જીવના વચનો આદરણીય ન હોય, તે અનાદેયનામકર્મ છે. (૧) અયશ-કીર્તિનામકર્મ– જે કર્મના ઉદયથી સર્વત્ર અપકીર્તિ થાય, તે અશોકીર્તિનામકર્મ છે.
આ ત્રણ દશક અને સ્થાવર દશકની પ્રકૃતિઓમાંથી ત્રસ દશકની કેટલીક પ્રવૃતિઓ સ્થાવર જીવોને અને સ્થાવર દશકની કેટલીક પ્રવૃતિઓ ત્રસ જીવોને પણ હોય શકે છે.
નામકર્મની ઉત્તર પ્રવૃતિઓની સંખ્યા - નામકર્મની ઉત્તરપ્રકૃતિઓની ગણના ભિન્ન-ભિન્ન રીતે થાય છે. જેમ કે– (૧) નામકર્મની ૪૨ પ્રકૃતિ – ૧૪ પિંડ પ્રકૃતિ + ૮ પ્રત્યેક પ્રકૃતિ + ૧૦ ત્રણ દશક ૧૦ સ્થાવર દશક = કુલ ૪૨(બેતાળીશ) પ્રકૃતિ થાય. (૨) નામકર્મની ૯૩ પ્રકૃતિઓ – ૧૪ પિંડ પ્રકૃતિઓની ૫ પ્રકૃતિ + ૮ પ્રત્યેક પ્રકૃતિ + ૧૦ ત્રણ દશક + ૧૦ સ્થાવર દશક = ૯૩ પ્રકૃતિ થાય છે. (૩) નામકર્મની ૧૦૩ પ્રકૃતિઓ – કર્મગ્રંથમાં સંઘાતનામકર્મના પાંચ ભેદના સ્થાને પંદર ભેદ કર્યા હોવાથી નામકર્મની ઉપરોક્ત ૯૩ + ૧૦ સંઘાત નામની પ્રકૃતિ ઉમેરતાં નામકર્મની ૧૦૩ પ્રકૃતિ થાય છે.