________________
વીસમું પદઃ ક્રર્મપ્રકૃતિ : ઉદ્દેશક-૨
૧૩૭ ]
(૧૪) વિહાયોગતિનામકર્મ - વિહાયસ-આકાશમાં ગમન કરવું તે વિહાયોગતિ કહેવાય છે. તેના બે ભેદ છે૧. શુભવિહાયોગતિ- વર્તમાન ભવ દરમ્યાન જે કર્મના ઉદયથી હાથી જેવી શુભ ચાલ હોય તે શભવિહાયોગતિ નામ છે. ૨. અશુભવિહાયોગતિ- જે કર્મના ઉદયથી ઊંટ, ગધેડા આદિ જેવી અશુભ ચાલ હોય, તે અશુભ વિહાયોગતિ છે.
આ રીતે સર્વનો યોગ કરતાં ગતિ-૪ + જાતિ-૫ + શરીર–પ + અંગોપાંગ-૩ + બંધન-૫ + સંઘાત-૫ + સંઘયણ–+ સંસ્થાન–૬+ વર્ણ–૫ + ગંધ-૨ + રસ-૫ + સ્પર્શ-૮+ આનુપૂર્વી-૪ + વિહાયોગતિ-૨ = ૫. આ રીતે ૧૪ પિંડ પ્રકૃતિના ઉત્તર ભેદ(પ્રભેદ) ૫ થાય છે. પ્રત્યેક પ્રકૃતિ -નામ કર્મની જે પ્રકૃતિ સમૂહ રૂપ ન હોય પરંતુ એક જ હોય અને જેના પેટાભેદનહોય તે પ્રત્યેક પ્રકૃતિ છે. તેના આઠ પ્રકાર આ પ્રમાણે છે
(૧) અ લઘુનામકર્મ– જે કર્મના ઉદયથી જીવોનું શરીર પાષાણ જેવું ભારે કે રૂ જેવું હળવું ન હોય તે અગુરુલઘુનામકર્મ છે. (૨) ઉપઘાતનામકર્મ- જે કર્મના ઉદયથી પોતાનું શરીર પોતાનાં જ અવયવોથી ઉપઘાત-બાધા પામે, તે ઉપઘાતનામકર્મ છે, જેમ કે- ચોરદાંત, પડજીભ આદિ સ્વયં પોતાના જ શરીરને પીડા કરે છે. (૩) પરાઘાતનામકર્મ- જે કર્મના ઉદયથી સામેની પ્રતિભાશાળી, ઓજસ્વી, તેજસ્વી વ્યક્તિ પણ પરાજિત કે હતપ્રભ થઈ જાય, દબાઈ જાય, તે પરાઘાતનામકર્મ છે. (૪) ઉચ્છવાસનામકર્મ–જે કર્મના ઉદયથી જીવને શ્વાસોચ્છવાસ લેવાની શક્તિ પ્રાપ્ત થાય તે ઉચ્છવાસનામકર્મ છે. (૫) આતપનામકર્મ-જે કર્મના ઉદયથી જીવનું શરીર ઉષ્ણ ન હોય, પરંતુ બીજાને ઉષ્ણતા પ્રદાન કરે તે આતાપનામકર્મ છે, જેમ કે- સૂર્યવિમાનવર્સી પૃથ્વીકાયિક જીવોના શરીર. () ઉદ્યોતનામકર્મ– જે કર્મના ઉદયથી જીવનું શરીર ઉષ્ણતાથી રહિત, પ્રકાશથી યુક્ત હોય છે, તે ઉદ્યોતનામકર્મ છે, જેમ કેચંદ્ર વિમાનવર્તી રત્નો, અન્ય મણીરત્નો તથા આગીયા આદિ જીવોના શરીર. (૭) નિર્માણનામકર્મ- જે કર્મના ઉદયથી પ્રાણીઓના શરીરમાં પોતપોતાની જાતિ અનુસાર અંગોપાંગનું યથાસ્થાને નિર્માણ થાય, તે નિર્માણનામકર્મ છે. (૮) તીર્થકરનામકર્મ- જે કર્મના ઉદયથી જીવને ૩૪ અતિશય, ૩૫ વાણીના ગુણ પ્રગટ થાય, રૈલોક્યપૂજનીય અવસ્થા પ્રાપ્ત થાય, તે તીર્થંકર નામકર્મ છે. ત્રણ દશક પ્રકૃતિઓઃ- પ્રાયઃ ત્રસજીવોને યોગ્ય દશ પ્રકૃતિના સમૂહને ત્રસદશક કહે છે. તે આ પ્રમાણે છે
(૧) ત્રસનામકર્મ- જે જીવ સ્વયં હલન ચલન કરી શકે, ગમનાગમન કરી શકે, તેવા બેઇન્દ્રિયાદિ જીવો ત્રસ કહેવાય છે. જે કર્મના ઉદયથી ત્રસપર્યાયની પ્રાપ્તિ થાય તે ત્રસનામકર્મ છે. (૨) બાદરનામકર્મજે જીવનું શરીર ચક્ષુ ગ્રાહ્ય બને તેવું સ્થૂલ હોય, શસ્ત્રો દ્વારા જેનો ઘાત થાય, તેને બાદર કહે છે. જે કર્મના ઉદયથી જીવનું શરીર બાદર પર્યાયને પ્રાપ્ત કરે છે, તે બાદરનામકર્મ છે. (૩) પર્યાપ્ત નામકર્મ– જે કર્મના ઉદયથી જીવ સ્વ યોગ્ય આહારાદિ પર્યાપ્તિઓને પૂર્ણ કરે, તે પર્યાપ્તનામકર્મ છે. (૪) પ્રત્યેકનામકર્મ– જે કર્મના ઉદયથી પ્રત્યેક જીવનું શરીર પૃથક પૃથક હોય, તે પ્રત્યેકનામકર્મ છે. (૫) સ્થિરનામકર્મ– જે કર્મના ઉદયથી અસ્થિ, દાંત આદિ શરીરનાં અવયવ સ્થિર હોય, તે સ્થિરનામકર્મ છે. (૬) શુભનામકર્મ- જે કર્મના