________________
૧૩૬
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
૧. સમચતરસ સંસ્થાન– પલાંઠી વાળીને બેસતા બંને જંઘાઓ, જમણી જંઘા અને ડાબો ખભો, જમણો ખભો અને ડાબી જંઘાનું અંતર સમાન હોય, આસનથી (બેઠક) કપાળ સુધીનું અંતર સમાન હોય તેવી શરીર આકૃતિને સમચતુરસ સંસ્થાન કહે છે તેમજ જે શરીર સર્વાગે પ્રમાણોપેત હોય, તે સમચતુરસ સંસ્થાન છે. ૨. ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન- ન્યગ્રોધનો અર્થ વટવૃક્ષ છે, વટવૃક્ષની જેમ- જે શરીરમાં નાભિથી ઉપરનો ભાગ સુંદર અને નીચેનો ભાગ હીન હોય, તે ચગ્રોધ પરિમંડલ સંસ્થાન છે. ૩. સાદિઅહીં સાદિનો અર્થ નાભિથી નીચેનો ભાગ છે. જે શરીરમાં નાભિથી નીચેનો ભાગ સુંદર હોય અને ઉપરનો ભાગહીન હોય, તે સાદિ સંસ્થાન છે. ૪. કુન્જ-જે શરીરમાં હાથ, પગ, મસ્તક આદિ અવયવો પ્રમાણોપેત હોય પરંતુ છાતી, પીઠ, પેટ, પ્રમાણોપેત ન હોય, તે કુન્જ સંસ્થાન છે. ૫. વામન- જે શરીરમાં છાતી, પેટ, પીઠ આદિ અવયવ સપ્રમાણ હોય પરંતુ હાથ પગ આદિ અવયવો સપ્રમાણ ન હોય, તે વામન સંસ્થાન છે. ૬. હુંડ– જે શરીરના બધા અવયવો હીનાધિક, અશુભ અને વિકૃત હોય તે કુંડ સંસ્થાન છે. (૯) વર્ણનામકર્મ :- જે કર્મના ઉદયથી શરીરને કાળો, ગોરો કે અન્ય રંગ મળે છે અર્થાત જે કર્મ શરીરમાં વર્ણજનક હોય તે વર્ણનામ છે. વર્ણના પાંચ પ્રકાર હોવાથી વર્ણનામકર્મના પણ પાંચ ભેદ છે– (૧) કાળોવર્ણનામ, (૨) નીલવર્ણનામ (૩) લાલવર્ણ નામ (૪) પીળોવર્ણનામ (૫) સફેદવર્ણનામ. આ પાંચ વર્ણના સંયોગથી અન્ય વર્ણ બને છે. પાંચ વર્ણમાં સફેદ,લાલ અને પીળો વર્ણ શુભ છે, નીલો અને કાળો અશુભ છે. (૧) ગંધનામકર્મ :- જે કર્મના ઉદયથી શરીરમાં સારી કે નરસી ગંધ આવે તે ગંધનામકર્મ છે. ગંધના બે ભેદ છે– (૧) જે કર્મના ઉદયથી શરીરમાં મનોજ્ઞ સુંગધ આવે તે સુરભિગંધનામ છે. (૨) જે કર્મના ઉદયથી શરીરમાં અમનોજ્ઞ અશુભ ગંધ આવે તે દુભિગંધનામ છે. (૧૧) રસનામકર્મ :- જે કર્મના ઉદયથી શરીરમાં તિક્ત, મધુર આદિ શુભ-અશુભ રસોની ઉત્પત્તિ થાય તે રસ નામકર્મ છે. તેના પાંચ પ્રકાર છે– (૧) તીખો રસનામ (૨) કડવો રસનામ (૩) કષાયેલો રસનામ (૪) ખાટો રસનામ (૫) મીઠો રસનામ. તેમાં કષાયેલો, ખાટો, મીઠો આ ત્રણ શુભરસ છે. તીખો અને કડવો અશુભ રસ છે. (૧૨) સ્પર્શનામકર્મ :- જે કર્મના ઉદયથી શરીરનો સ્પર્શ, કર્કશ, મૃદુ, સ્નિગ્ધ, રૂક્ષ આદિ હોય તે સ્પર્શનામકર્મ છે. તેના આઠ પ્રકાર છે– (૧) કર્કશ સ્પર્શનામ (૨) મૃદુસ્પર્શનામ (૩) ભારે સ્પર્શનામ (૪) હળવો સ્પર્શ નામ (૫) ચીકણો સ્પર્શનામ (5) લૂખો સ્પર્શ (૭) શીત સ્પર્શનામ (2) ઉષ્ણ સ્પર્શનામ. આ આઠ સ્પર્શમાંથી મૃદુ, લઘુ, સ્નિગ્ધ, ઉષ્ણ, આ ચાર સ્પર્શ શુભ છે. શેષ ચાર અશુભ છે. (૧૩) આનુપનામકર્મ:- જે કર્મનો ઉદય વાટે વહેતા-વિગ્રહગતિવાળા જીવોને ઉત્પત્તિ સ્થાન સુધી પહોંચાડે, તે આનુપૂર્વનામ છે. આનુપૂર્વીનામકર્મ બળદની નાથ સમાન છે. જેમ ગમે ત્યાં ભટકતા બળ દને નાથ દ્વારા ખેંચીને યથાસ્થાને લાવી શકાય છે. તે રીતે વિગ્રહગતિવાળા જીવોને પોતાના આયુષ્યબંધ અનુસાર યથાસ્થાને પહોંચાડવાનું કામ આનુપૂર્વનામ કર્મ દ્વારા થાય છે. આ કર્મનો ઉદય વિગ્રહગતિમાં જ થાય છે. આયુષ્યના ચાર પ્રકાર હોવાથી આનુપૂર્વીનામ કર્મના પણ ચાર પ્રકાર છે૧. નરકાનુપૂર્વીનામ- જે કર્મનો ઉદય જીવોને નરકગતિમાં જ પહોંચાડે છે, તે નરકાપૂર્વનામ છે. તે જ રીતે ૨. તિર્યંચાનુપૂર્વનામ ૩. મનુષ્યાનુપૂર્વનામ અને દેવાનુપૂર્વનામ કર્મ જાણવું.