________________
ત્રેવીસમું પદ : કર્મપ્રકૃતિઃ ઉદ્દેશક-૨
છ સંઘયણની આકૃતિ :(૧) વજૠષભ નારાચ સંઘયણ
(૪)અર્ધ નારાચ સંઘયણ
(૨) ૠષભ નારાચ સંઘયણ
(૧) સમગ સંસ્થાન
(૫)કીલિકા સંઘયણ
(૪) મુખ્ય સંસ્થાન
૧. વજૠષભ નારાચ– વજ્રનો અર્થ કીલિકા—ખીલી, ઋષભનો અર્થ પરિવેષ્ટન પટ (વીંટવાનો પાટો) અને નારાચનો અર્થ બંને બાજુ મર્કટ બંધ છે. બે હાડકાંઓ બંને બાજુથી મર્કટબંધથી જોડાયેલા હોય, ઉપર ત્રીજું હાડકું પડ્ડારૂપે વીંટળાયેલું હોય અને તેની ઉપરથી ત્રણેય હાકડાંઓને વીંધતી એક ખીલી હોય તો, આ પ્રકારની હાડકાંની મજબૂત રચનાને વજઋષભનારાચ સંહનન કહે છે. ૨. ઋષભનારાચજેમાં બંને બાજુ મર્કટબંધ હોય, પાટો હોય પરંતુ ખીલી ન હોય, તેવી હાડકાંની રચનાને ઋષભનારાચ સંઘયણ કહે છે. ૩. નારાચ– જેમાં બંને બાજુ મર્કટબંધથી જ હાડકાઓ જોડાયેલા હોય, તે નારાચ સંહનન છે. ૪. અર્ધનારાચ–જેમાં એક બાજુ મર્કટ બંધ હોય અને બીજી બાજુ ખીલી હોય, તે અર્ધનારાચ સંઘયણ છે. ૫. કીલિકા– જેમાં હાડકાંઓ માત્ર ખીલીથી જોડાયેલા હોય તે કીલિકા સંહનન છે. ૬. સેવાર્ત– યત્રાસ્થાનિ પરસ્પર હેવેન વર્તને ન વિમાત્રમણિ વન્યસ્તત પાં ચેતિ । જેમાં હાડકાંઓ માત્ર એક બીજામાં જોડેલાં હોય. (ખીલી આદિનું પણ બંધન ન હોય) તે સેવાર્ત અથવા છેવટું સંહનન છે.
(૮) સંસ્થાનનામ :– સંસ્થાન—આકાર વિશેષ. જે કર્મના ઉદયથી ઔદારિકાદિ ત્રણ શરીરનો ચોક્કસ આકાર નિશ્ચિત થાય, તે સંસ્થાનનામ છે. તેના છ પ્રકાર છે.
છ સંસ્થાન :
(૨) ચોધ પરિકલ સંસ્થાન
૧૩૫
(૩)નારાચ સંઘયણ
(૬)વ, સંઘઘણા
(૫) વામન સંસ્થાન
(૩) સાદિ સંસ્થાન
(૬) હુંડ સંસ્થાન