________________
શ્રી પજ્ઞવણા સૂત્ર : ભાગ-૩
શરીરના પુદ્ગલો સંબંધિત થાય, તે બંધનનામ કહેવાય છે. જેમ કે– પૂર્વબદ્ધ ઔદારિક શરીર સાથે વર્તમાનમાં ગ્રહણ થતા ઔદારિક વર્ગણાના પુદ્ગલો સંબંધિત થાય, તે ઔદારિક ઔદારિક બંધન છે. તે જ રીતે પૂર્વબદ્ધ તૈજસ કે કાર્યણ શરીર સાથે વર્તમાનમાં ગ્રહણ થતાં ઔદારિક વર્ગણાના પુદ્ગલો સંબંધિત થાય, તે ક્રમશઃ ઔદારિક તૈજસ બંધનનામ અને ઔદારિક કાર્યણ બંધનનામ છે. આ જ રીતે પંદર પ્રકારોનું સ્વરૂપ છે.
૧૩૪
મનુષ્ય અથવા તિર્યંચ વૈક્રિયલબ્ધિ પ્રયોગથી વૈક્રિય શરીર બનાવવા માટે વૈક્રિય વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરે છે. તે પુદ્ગલો પૂર્વબદ્ધ તૈજસ-કાર્યણ શરીર સાથે સંબંધિત થવાથી ક્રમશઃ વૈક્રિય-તૈજસ બંધનનામ અને વૈક્રિય-કાર્મણ બંધનનામ થાય છે પરંતુ ઔદારિક શરીરી જીવ જ્યારે વૈક્રિયશરીર બનાવતો હોય ત્યારે ઔદારિક વૈક્રિયબંધન થતું નથી, કારણ કે જે સમયે એક શરીરનો(ભગવતી સૂત્ર શતક-૮/૯ પ્રમાણે) સર્વબંધ કે દેશબંધ થતો હોય તે સમયે અન્ય શરીરનો બંધ થતો નથી. આ નિયમ અનુસાર વૈક્રિયશરીરના બંધ સાથે ઔદારિક શરીરનો બંધ થતો નથી વૈક્રિય વર્ગણાના પુદ્ગલો પૂર્વબદ્ધ તૈજસ-કાર્મણ શરીર સાથે સંબંધિત થાય છે, તેથી વૈક્રિય તૈજસ બંધન અને વૈક્રિય કાર્યન્ન બંધન થાય છે પરંતુ ઔદારિક-વૈક્રિય બંધન થતું નથી. તે જ રીતે મનુષ્ય જ્યારે આહારક શરીર બનાવે ત્યારે ઔદારિક-આહારક બંધન પણ થતું નથી.
સંક્ષેપમાં કર્મ ગ્રંથાનુસાર બંધનનામ કર્મના ૧૫ પ્રકાર છે અને તેમાં એક સ્થૂલ શરીરનું બીજા સ્થૂલ શરીર સાથે બંધન થતું નથી, તે પ્રમાણે ૧૫ નામ ઉપર કા છે. આગમમાં પાંચ શરીરોના બંધન પાંચ જ કા છે. પંદર બંધનનો ક્યાં ય ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી; તેથી નામ કર્મની ઉત્તર પ્રકૃતિ ૯૩ અને આઠ કર્મની કુલ ૧૪૮ પ્રકૃતિ થાય છે. બંધનના ૧૫ પ્રકાર ગણતાં કર્મગ્રંથાનુસાર નામ કર્મની ૧૦૩ પ્રકૃતિ અને આઠ કર્મની કુલ ૧પ૮ પ્રકૃતિ પણ થાય છે, તેમ છતાં કર્મગ્રંથમાં પણ આઠ કર્મની ૧૪૮ પ્રકૃતિનું કથન વિશેષ પ્રચલિત છે.
(૬) સંઘાતનામ :– પિન્કીયિન્તે યેન સ સંષાતઃ । જે કર્મના ઉદયથી ઔદારિક આદિ પુદ્ગલો પિંડ રૂપે એકઠા થાય, તે સંઘાતનામ છે. પાંચ શરીરની અપેક્ષાએ તેના પણ પાંચ પ્રકાર છે– (૧) ઔદારિક સંઘાતનામ (૨) વૈક્રિય સંઘાતનામ (૩) આહારક સંઘાતનામ (૪) તેજસ સંઘાતનામ (૫) કાર્મણ સંઘાતનામ,
સંઘાતનામ કર્મ અને બંધન નામકર્મનું કાર્ય ક્રમશઃ સાથે જ થાય છે. શરીર યોગ્ય પુદ્ગલોને ભેગા કરવાનું કાર્ય સંઘાતનામ કર્મ દ્વારા થાય છે અને ત્યાર પછી ભેગા થયેલા તે પુદ્ગલોને પૂર્વબદ્ધ શરીરના પુદ્ગલો સાથે બંધન–સંબંધિત કરવાનું કાર્ય બંધનનામ કર્મ દ્વારા થાય છે.
કર્મગ્રંથમાં સંઘાતનામ કર્મને ઘાસને ભેગું કરવાની દંતાળી સમાન તથા બંધનનામકર્મને બે પદાર્થોનું જોડાણ કરાવનાર, બે પદાર્થોને ચોંટાડનાર લાખ સમાન કહ્યું છે. જેમ કે- છૂટા-છૂટા એક સમાન પાનાને વ્યવસ્થિત રૂપે ભેગા કરવા તેને ગોઠવવા સમાન સંઘાતનામકર્મ છે અને વ્યવસ્થિત રૂપે ગોઠવેલા પાનાને ગુંદ આદિથી ચોંટાડવા સમાન બંધનનામ કર્મ છે.
(૭) સંહનનનામ :– હાડકાંની રચના વિશેષ અથવા હાડકાની મજબૂતાઈ વિશેષને સંહનન—સંઘયણ કહે છે. જે કર્મના ઉદયથી શરીરમાં હાડકાંની રચના આદિ થાય, તે સંહનનનામ છે. તેના છ પ્રકાર છે–