________________
વીસમું પદઃ ક્રર્મપ્રકૃતિ ઉદ્દેશક-૨
[ ૧૩૩ ]
જિહેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિય, આ ત્રણ ઈન્દ્રિય પ્રાપ્ત થાય, તે તેઇન્દ્રિયજાતિનામકર્મ છે. ૪. ચોરેન્દ્રિયજાતિનામ જે કર્મના ઉદયથી જીવને સ્પર્શેન્દ્રિય, જિહેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરિન્દ્રિય, આ ચાર ઇન્દ્રિય પ્રાપ્ત થાય, તે ચૌરેન્દ્રિયજાતિનામકર્મ છે. ૫. પંચેન્દ્રિયજાતિનામ- જે કર્મના ઉદયથી જીવને સ્પર્શેન્દ્રિય, જિહેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય અને શ્રોતેન્દ્રિય, આ પાંચ ઇન્દ્રિય પ્રાપ્ત થાય, તે પંચેન્દ્રિયજાતિ નામકર્મ છે. (૩) શરીરનામકર્મ :- જે કર્મના ઉદયથી ઔદારિક, વૈક્રિય આદિ શરીરોની પ્રાપ્તિ થાય અર્થાત શરીરનું બંધારણ થાય, તે શરીરનામકર્મ છે. તેના પાંચ ભેદ છે
૧) દારિક શરીરનામ- જે કર્મના ઉદયથી લોહી, માંસ આદિ યુક્ત ઔદારિક શરીર પ્રાપ્ત થાય, તે ઔદારિક શરીરનામ છે. (૨) વૈક્રિયશરીરનામ–જે કર્મના ઉદયથી વિવિધ ક્રિયાઓ કરવામાં સમર્થ, લોહી માંસ રહિત વૈક્રિયશરીર પ્રાપ્ત થાય, તે વૈક્રિયશરીરનામ છે. (૩) આહારકશરીરનામ- જે કર્મના ઉદયથી આહાર કલબ્ધિજન્ય સ્ફટિક સમાન નિર્મળ શરીર પ્રાપ્ત થાય, તે આહારકશરીરકનામ છે. (૪) તૈજસશરીરનામજે કર્મના ઉદયથી આહારને પાચન કરનાર, તેજોમય શરીર પ્રાપ્ત થાય, તે તૈજસશરીરનામ છે. (૫) કામણશરીર- જે કર્મના ઉદયથી આઠ કર્મના જથ્થારૂપ શરીર પ્રાપ્ત થાય, તે કાર્યણશરીર નામ છે. (૪) શરીર-અંગોપાંગ-નામકર્મ :- શરીરના મુખ્ય ભાગોને અંગ કહે છે અને અંગના અવયવરૂપ હિસ્સાને ઉપાંગ કહે છે– મસ્તક, હૃદય, પેટ, પીઠ, બે ભુજાઓ અને બે જાંઘો, શરીરના આ આઠ અંગો છે. હાથરૂપ અંગના અવયવરૂપ આંગળીઓ ઉપાંગ છે. જે કર્મના ઉદયથી અંગ અને ઉપાંગ રૂપે પુદ્ગલોનું પરિણમન થાય, અર્થાત જે કર્મ અંગોપાંગની રચનામાં કારણ હોય, તે અંગોપાંગનામકર્મ છે. તેના ત્રણ પ્રકાર છે– (૧) ઔદારિક શરીર અંગોપાંગનામ- જે કર્મના ઉદયથી પુગલોનું પરિણમન ઔદારિક શરીરના અંગોપાંગ રૂપે થાય, તે ઔદારિક અંગોપાંગનામ છે. તે જ રીતે (૨) વૈક્રિય અંગોપાંગનામ અને (૩) આહારક અંગોપાંગ નામકર્મ જાણવું. તૈજસ-કાર્પણ બે શરીરને અંગોપાંગ હોતા નથી.
તૈજસ અને કાર્મણ શરીર સૂક્ષ્મ છે. જેમ પાણી, પાત્ર પ્રમાણે આકાર ધારણ કરે છે તેમ તૈજસ-કાર્પણ શરીર પણ સ્કૂલ શરીરના આકારને જ ધારણ કરે છે, તેથી તેના સ્વતંત્ર કોઈ અંગોપાંગ હોતા નથી. (૫) શરીરબંધનનામ કર્મ - જે કર્મના ઉદયથી પૂર્વગૃહિત ઔદારિકાદિ શરીરના પુલો અને વર્તમાનમાં ગ્રહણ કરાતા ઔદારિકાદિ શરીરના પુદ્ગલોને પરસ્પરમાં સંબંધ થાય તથા તૈજસ-કાર્પણ શરીર સાથે પણ સંબંધ બંધાય તે શરીર બંધનનામકમે છે. પાંચ શરીરની અપેક્ષાએ તેના પાંચ પ્રકાર છે.
કર્મ ગ્રંથકારોએ બંધનના પંદર પ્રકાર કહ્યા છે. તે આ પ્રમાણે છે- (૧) ઔદારિક-ઔદારિક બંધનનામ (૨) ઔદારિક-તૈજસ બંધનનામ (૩) ઔદારિક-કાર્પણ બંધનનામ (૪) વૈક્રિય-વૈક્રિયબંધન નામ (૫) વૈક્રિય-તૈજસ બંધન નામ (૬) વૈક્રિય-કાર્પણ બંધન નામ (૭) આહારક-આહારક બંધન નામ (૮) આહારક-તૈજસ બંધન નામ (૯) આહારક-કાશ્મણ બંધન નામ (૧૦) ઔદારિક-તૈજસ-કાર્પણ બંધન નામ (૧૧) વૈક્રિય-તૈજસ-કાર્પણ બંધન નામ (૧૨) આહારક-તૈજસ-કાર્પણ બંધન નામ (૧૩) તૈજસતૈજસ બંધનનામ (૧૪) તૈજસ-કાશ્મણ બંધન નામ (૧૫) કાર્મણ-કાર્પણ બંધન નામ.
આ પંદર પ્રકાર પૂર્વબદ્ધ શરીરની અપેક્ષાએ છે. પૂર્વબદ્ધ શરીર સાથે વર્તમાનમાં ગ્રહણ થતાં જે