________________
શ્રી પક્ષવણા સૂત્ર : ભાગ-૩
२८ अगुरुलाएगागारे पण्णत्ते । उवघायणामे एगागारे पण्णत्ते । पराघायणामे गागारे पण्णत्ते ।
૧૩૨
ભાવાર્થ :- અગુરુલઘુનામનો એક પ્રકાર છે. ઉપઘાતનામનો એક પ્રકાર છે. પરાઘાતનામનો એક પ્રકાર છે.
२९ आणुपुव्विणामे चउव्विहे पण्णत्ते, तं जहा- णेरइयाणुपुव्विणाम जाव देवाणु पुव्विणाम | उस्सासणामे एगागारे पण्णत्ते ।
साणि सव्वाणि एगागाराई पण्णत्ताइं जाव तित्थगरणामे, णवरं - विहाय - गतिणामे दुविहे पण्णत्ते, तं जहा - पसत्थविहाय - गतिणामे य अपसत्थविहाय - गतिणामे य । ભાવાર્થ:- આનુપૂર્વીનામકર્મના ચાર પ્રકાર છે, જેમ કે– નૈરયકાનુપૂર્વીનામ યાવત્ દેવાનુપૂર્વીનામકર્મ. ઉચ્છ્વાસનામ કર્મનો એક પ્રકાર છે.
શેષ તીર્થંકરનામકર્મ સુધીની સર્વ પ્રકૃતિઓના એક-એક પ્રકાર છે. તેમાં વિશેષતા એ છે કે વિહાયોગતિનામના બે પ્રકાર છે, જેમ કે– પ્રશસ્તવિહાયોગતિનામ અને અપ્રશસ્તવિહાયોગતિનામ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં નામકર્મના ભેદ-પ્રભેદોનું કથન છે.
જે કર્મના ઉદયથી જીવ નરકાદિ ગતિને પ્રાપ્ત કરી, જાતિ, શરીર, સંઘયણ, સંસ્થાન આદિ વિવિધ પર્યાયોને પ્રાપ્ત કરે છે, તેને નામકર્મ કહે છે અથવા જે કર્મના ઉદયથી જીવ નારકી આદિ નામને ધારણ કરે, તે નામકર્મ છે. નામકર્મની ઉત્તરપ્રકૃતિ બેતાળીશ છે, તેમાં ચૌદ પિંડ પ્રકૃતિ, આઠ પ્રત્યેક પ્રકૃતિ, ત્રસદશક અને સ્થાવર દશકનો સમાવેશ થાય છે.
નામ કર્મની જે ઉત્તર પ્રકૃતિઓ સમૂહરૂપ હોય અને જેના પેટાભેદ થતા હોય, તે પિંડ પ્રકૃતિ કહેવાય છે. પિંડપ્રકૃતિના ૧૪ ભેદ છે અને તેના પેટાભેદ ૬૫ છે.
(૧) ગતિનામકર્મ :— જે કર્મના ઉદયથી જીવ નરકાદિમાં ગમન કરે છે, તે ગતિનામકર્મ છે. તેના ચાર ભેદ છે– ૧. નરકગતિ જે કર્મના ઉદયથી જીવ નરક ગતિમાં જાય છે, તે નરકગતિ નામકર્મ છે. ૨. તિર્યંચગતિ જે કર્મના ઉદયથી જીવ તિર્યંચ ગતિમાં જાય, તે તિર્યંચ ગતિ નામકર્મ છે. ૩. મનુષ્યગતિ– જે કર્મના ઉદયથી જીવ મનુષ્ય ગતિમાં જાય, તે મનુષ્ય ગતિ નામકર્મ છે. ૪. દેવગતિ– જે કર્મના ઉદયથી જીવ દેવગતિમાં જાય, તે દેવગતિ નામ છે.
(૨) જાતિનામ કર્મ :– જે કર્મના ઉદયથી જીવને એકેન્દ્રિયાદિ પર્યાય પ્રાપ્ત થાય, તે જાતિનામ કર્મ છે. તેના પાંચ ભેદ છે— ૧. એકેન્દ્રિયજાતિનામ– જે કર્મના ઉદયથી જીવને એક સ્પર્શેન્દ્રિય જ પ્રાપ્ત થાય, તે એકેન્દ્રિય જાતિનામકર્મ છે. ૨. બેઇન્દ્રિયજાતિનામ– જે કર્મના ઉદયથી જીવને સ્પર્શેન્દ્રિય અને જિહેન્દ્રિય, આ બે ઈન્દ્રિય પ્રાપ્ત થાય, તે બેઇન્દ્રિય જાતિનામકર્મ છે. ૩. તેઇન્દ્રિયજાતિનામ– જે કર્મના ઉદયથી જીવને સ્પર્શેન્દ્રિય,