________________
[ ૧૨૮ |
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
(૧) સ્ત્રીવેદ - જે કર્મના ઉદયથી પુરુષની સાથે રમણ કરવાની ઇચ્છા થાય, તે સ્ત્રીવેદ મોહકર્મ છે. તેની કામાગ્નિ છાણાની અગ્નિ સમાન દીર્ઘકાલીન હોય છે. (૨) પુરુષવેદ - જે કર્મના ઉદયથી સ્ત્રીની સાથે રમણ કરવાની ઇચ્છા થાય, તે પુરુષવેદ મોહકર્મ છે. તેની કામાગ્નિ ખૂણાગ્નિ સમાન અલ્પકાલીન હોય છે. (૩) નપુંસકવેદ - જે કર્મના ઉદયથી સ્ત્રી અને પુરુષ બંનેની સાથે રમણ કરવાની ઇચ્છા થાય, તે નપુંસકવેદ મોહકર્મ છે. તેની કામાગ્નિ નગરદાહ સમાન અત્યંત દીર્ઘકાલીન હોય છે.
(૪) હાસ્ય -જે કર્મના ઉદયથી કારણવશ કે કારણ વિના હસવું આવે અથવા બીજાને હસાવવામાં આવે, તે હાસ્યવેદનીય છે. (પ-૬) રતિ-અરતિ :- જે કર્મના ઉદયથી સકારણ કે અકારણ પદાર્થો પ્રતિ રાગ-પ્રીતિ કે દ્વેષ-અપ્રીતિ ઉત્પન્ન થાય, તે ક્રમશઃ રતિ–અરતિ વેદનીય છે. (૭) શોક - જે કર્મના ઉદયથી સકારણ કે અકારણ શોક-નારાજગી થાય, તે શોક વેદનીય છે. (૮) ભય- જે કર્મના ઉદયથી સકારણ કે અકારણ સાત ભયોમાંથી કોઈપણ પ્રકારનો ભય ઉત્પન્ન થાય, તે ભયવેદનીય છે. (૯) જગસા :- જે કર્મના ઉદયથી સકારણ કે અકારણ પદાર્થો પ્રતિ ઘણા કે જુગુપ્સા(દુર્ગછા)ના ભાવ ઉત્પન્ન થાય તે જુગુપ્સા વેદનીય છે.
મોહનીય કર્મની–૨૮ પ્રકૃતિ
દર્શન મોહનીય -૩
ચારિત્ર મોહનીય –૨૫
T
1 સમ્યકત્વ મિશ્ર મિથ્યાત્વ મોહનીય મોહનીય મોહનીય
કષાય મોહનીય-૧૬
નોકષાય મોહનીય-૯
૧. હાસ્ય ક્રોધ- માન- માયા-૪ લોભ-૪
૨. રતિ
૩. અરતિ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાનાવરણીય સંજ્વલન ૪. ભય
૫. શોક ૬. જુગુપ્સા ૭. સ્ત્રીવેદ ૮. પુરુષવેદ ૯. નપુંસક વેદ