SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૬] શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩ પ્રકાર છે, યથા– કષાયવેદનીય અને નોકષાયવેદનીય. |१२ कसायवेयणिज्जे णं भंते ! कम्मे कइविहे पण्णत्ते ? गोयमा ! सोलसविहे पण्णत्ते, तं जहा- अणंताणुबंधी कोहे, अणंताणुबंधी माणे, अणंताणुबंधी माया, अणंताणुबंधी लोभे । अपच्चक्खाणे कोहे, एवं माणे, माया, लोभे । पच्चक्खाणावरणे कोहे, एवं माणे, माया, लोभे । संजलणे વોકે, પર્વ માને, માયા, તમે ! ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! કષાયવેદનીયકર્મના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! તેના સોળ પ્રકાર છે, જેમ કે– (૧) અનંતાનુબંધી ક્રોધ, (૨) અનંતાનુબંધી માન, (૩) અનંતાનુબંધી માયા, (૪) અનંતાનુબંધી લોભ, (૫, ૬, ૭, ૮) અપ્રત્યાખ્યાની ક્રોધ-માન-માયા અને લોભ, ૯, ૧૦, ૧૧, ૧૨) પ્રત્યાખ્યાનાવરણ ક્રોધ-માન-માયા અને લોભ, (૧૩, ૧૪, ૧૫, ૧૬) સંજ્વલન ક્રોધ-માન-માયા અને લોભ. १३ णोकसायवेयणिज्जे णं भंते ! कम्मे कइविहे पण्णत्ते ? गोयमा ! णवविहे पण्णत्ते, तं जहा- इत्थिवेए पुरिसवेए णपुंसगवेए हासे रई अरई भये सोगे दुगुंछा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નોકષાય વેદનીયકર્મના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તેના નવ પ્રકાર છે, જેમ કે– (૧) સ્ત્રીવેદ (૨) પુરુષવેદ (૩) નપુંસકવેદ (૪) હાસ્ય (૫) રતિ (૬) અરતિ (૭) ભય (૮) શોક અને (૯) જુગુપ્સા. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં મોહનીયકર્મની ઉત્તરપ્રકૃતિઓના ભેદ-પ્રભેદનું નિરૂપણ છે. મોહનીયકર્મ :- મોહનીયકર્મની ઉત્તર પ્રકૃતિ અને તેની વિપાકયોગ્ય પ્રકૃતિ એક સમાન છે. મોહનીયકર્મના બે ભેદ- દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીયકર્મના ત્રણ ભેદ છે. તેનું સ્વરૂપ ઉદ્દેશક–૧ પ્રમાણે જાણવું. ચારિત્રમોહનીયકર્મના મુખ્ય બે ભેદ છે– કષાયવેદનીય અને નોકષાયવેદનીય. (૧) કષાયવેદનીય ચરિત્ર મોહનીયકર્મ - જે કર્મનું ક્રોધ, માન, માયા, લોભરૂપે વેદન કરાય, તે કષાયવેદનીય કર્મ છે. કષાયના ચાર ભેદ છે– ૧. ક્રોધ- સ્વભાવને ભૂલી આવેશમાં આવી જવું. ૨. માન- ગર્વ, અભિમાન, અહંકાર, મદ, જૂઠું આત્મપ્રદર્શન. ૩. માયા– કપટ, છળ, પ્રવિંચના, ત્રિયોગમાં વિસંવાદ. ૪. લોભ- અપ્રાપ્ત ને પ્રાપ્ત કરવાની ઇચ્છા, અભિલાષા. આ ચારે પ્રકારના કષાયના તીવ્રતમ, તીવ્રતર, તીવ્ર અને મંદ સ્થિતિ તથા રસના કારણે ચાર-ચાર પ્રકાર છે– ૧. અનંતાનુબંધી કષાય – જે કષાય જીવને અનંત સંસારમાં પરિભ્રમણ કરાવે, આત્માના સમ્યક્ત્વગુણની ઘાત કરે, તે અનંતાનુબંધી કષાય કહેવાય છે. તેની સ્થિતિ તથા રસ તીવ્રતમ હોય છે. ૨. અપ્રત્યાખ્યાની કષાય - જે કષાય જીવને આંશિક પણ વ્રત-પ્રત્યાખ્યાનમાં, શ્રાવકધર્મના સ્વીકારમાં બાધક બને, તે અપ્રત્યાખ્યાન કષાય છે. તેની સ્થિતિ તથા રસ તીવ્રતર હોય છે. ૩. પ્રત્યાખ્યાનાવરણ કષાય - જે કષાય જીવને સર્વવિરતિ ચારિત્ર-શ્રમણધર્મના સ્વીકારમાં બાધક બને, તે પ્રત્યાખ્યાનાવરણીય
SR No.008774
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages486
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy