________________
વીસમું પદઃ ક્રર્મપ્રકૃતિ : ઉદ્દેશક-૨
[ ૧૨૫ ]
ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! વેદનીયકર્મના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તેના બે પ્રકાર છે, જેમ કે- શાલાવેદનીય અને અશાતાવેદનીય. | ७ सायावेयणिज्जे णं भंते ! कम्मे कइविहे पण्णत्ते ? गोयमा ! अट्ठविहे पण्णत्ते, तं जहा- मणुण्णा सद्दा जाव कायसुहया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શાતાવેદનીયકર્મના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તેના આઠ પ્રકાર છે, જેમ કે મનોજ્ઞશબ્દ યાવત્ કાયાનું સુખ. | ८ असायावेयणिज्जे णं भंते ! कम्मे कइविहे पण्णत्ते ? गोयमा ! अट्ठविहे पण्णत्ते । तं जहा- अमणुण्णा सदा जाव कायदुहया । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! અશાતાવેદનીયકર્મના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ ! તેના આઠ પ્રકાર છે, જેમ કે અમનોજ્ઞ શબ્દ યાવત્ કાયાનું દુઃખ. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં વેદનીયકર્મની ઉત્તર પ્રવૃતિઓના ભેદ-પ્રભેદનું કથન છે.
જે કર્મ ઇન્દ્રિયજન્ય સુખ-દુઃખનું વેદન કરાવે, તેને વેદનીયકર્મ કહે છે. તેના મુખ્ય બે પ્રકાર છે. (૧) શાતાદનીય– જે કર્મના ઉદયે આત્માને ઇન્દ્રિય વિષય સંબંધી અનુકૂળતા પ્રાપ્ત થાય, ભૌતિક સુખનો અનુભવ થાય તેને શાતાવેદનીયકર્મ કહે છે. (૨) અશાતા વેદનીયકર્મ-જે કર્મના ઉદયથી આત્માને અનુકૂળ વિષયોની પ્રાપ્તિ ન થાય અને પ્રતિકૂળ વિષયોની પ્રાપ્તિમાં દુઃખનો અનુભવ થાય તેને અશાતાવેદનીય કર્મ કહે છે. શાતાવેદનીય કર્મના મનોજ્ઞ શબ્દ આદિ આઠ પ્રકારના વિપાકની જેમ આઠ ભેદ છે અને તેનાથી વિપરીત અશાતાવેદનીયકર્મના પણ અમનોજ્ઞ શબ્દ આદિ આઠ પ્રકારના વિપાકની જેમ આઠ ભેદ છે. તેનું સ્પષ્ટીકરણ પ્રથમ ઉદ્દેશક પ્રમાણે જાણવું. મોહનીય કર્મ :| ९ मोहणिज्जे णं भंते ! कम्मे कइविहे पण्णत्ते ? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा- दसणमोहणिज्जे य चरित्तमोहणिज्जे य । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મોહનીયકર્મના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તેના બે પ્રકાર છે, જેમ કે– (૧) દર્શનમોહનીય અને (૨) ચારિત્રમોહનીય. |१० दसणमोहणिज्जे णं भंते ! कम्मे कइविहे पण्णत्ते ? गोयमा ! तिविहे पण्णत्ते, तं जहा- सम्मत्तवेयणिज्जे, मिच्छत्तवेयणिज्जे, सम्मामिच्छत्तवेयणिज्जे, य । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન! દર્શનમોહનીયકર્મના કેટલા પ્રકાર છે? ઉત્તર– હે ગૌતમ! તેના ત્રણ પ્રકાર છે, જેમ કે– (૧) સમ્યકત્વ વેદનીય, (૨) મિથ્યાત્વ વેદનીય અને (૩) સમ્યમિથ્યાત્વ વેદનીય. |११ चरित्तमोहणिज्जे णं भंते ! कम्मे कइविहे पण्णत्ते ? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा- कसायवेयणिज्जे य णोकसायवेयणिज्जे य ।। ભાવાર્થ:- પ્રગ્ન- હે ભગવન્! ચારિત્ર મોહનીયકર્મના કેટલા પ્રકાર છે? ઉત્તર– હે ગૌતમ! તેના બે