________________
૧૨૪]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
દર્શનાવરણીયકર્મ - | ३ दरिसणावरणिज्जे णं भंते ! कम्मे कइविहे पण्णत्ते ? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा- णिहापंचए य दंसणचउक्कए य । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! દર્શનાવરણીયકર્મના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તેના બે પ્રકાર છે, જેમ કે નિદ્રાપંચક અને દર્શનચતુષ્ક. | ४ णिद्दापंचए णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहाणिद्दा जाव थीणगिद्धी । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! નિદ્રા-પંચકના કેટલા પ્રકાર છે?ઉત્તર- હે ગૌતમ ! તેના પાંચ પ્રકાર છે, જેમ કે– નિદ્રા યાવતું સ્યાનગૃદ્ધિ(સ્યાનદ્ધિ)
५ सणचउक्कए णं भंते ! कइविहे पण्णत्ते ? गोयमा ! चउव्विहे पण्णत्ते, तं जहा- चक्खुदसणावरणिज्जे जाव केवल-दसणावरणिज्जे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! દર્શન ચતુષ્કના કેટલા પ્રકાર છે? ઉત્તર- હે ગૌતમ! તેના ચાર પ્રકાર છે, જેમ કે- ચક્ષુદર્શનાવરણ કાવતુ કેવળદર્શનાવરણ. વિવેચન : -
પ્રસ્તુત સૂત્રોમાં દર્શનાવરણીય કર્મની ઉત્તર પ્રવૃતિઓનું નિરૂપણ છે.
કેટલાક કર્મોમાં બંધ યોગ્ય પ્રકૃતિ અને તેની વિપાક યોગ્ય પ્રકૃતિ ભિન્ન હોય છે અને કેટલાક કર્મોમાં બંધ યોગ્ય પ્રકૃતિ અને તેની વિપાક યોગ્ય પ્રકૃતિ એક સમાન હોય છે, જેમ કે- જ્ઞાનાવરણીયકર્મની બંધ યોગ્ય પ્રકૃતિ પાંચ છે અને તેના વિપાકમાં, ફળાનુભૂતિમાં દશ પ્રકૃતિ છે. દર્શનાવરણીય કર્મની બંધ યોગ્ય પ્રકૃતિ અને વિપાક યોગ્ય પ્રકૃતિ એક સમાન નવ-નવ છે.
આત્માના દર્શન ગુણ પર આવરણ કરનારું કર્મ, દર્શનાવરણીયકર્મ છે. દર્શનના ચાર પ્રકાર હોવાથી દર્શનાવરણીયકર્મના પણ ચાર પ્રકાર છે. ચક્ષુદર્શનાવરણીયાદિ ચારે પ્રકૃતિ આત્માના દર્શનગુણ પર આવરણ કરે છે. ચારે પ્રકૃતિના ઉદયે જીવને દર્શનલબ્ધિ પ્રગટ થતી નથી.
તે ચારે પ્રકૃતિના ક્ષયોપશમથી જીવને દર્શનલબ્ધિ પ્રગટ થાય છે. તેમ છતાં નિદ્રા આદિ પાંચ પ્રકૃતિના ઉદયે આત્માની જોવાની શક્તિ-દર્શનલબ્ધિ કુંઠિત થાય છે. આ રીતે નિદ્રાપંચક આત્માની દર્શન શક્તિમાં બાધક બને છે, તેથી શાસ્ત્રકારે દર્શનાવરણીયકર્મની પ્રકૃતિઓમાં નિદ્રાપંચકની ગણના કરી છે. નિદ્રાની ગાઢ, ગાઢતર, ગાઢતમ અવસ્થાના આધારે તેના પાંચ પ્રકાર થાય છે. નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલા પ્રચલા અને ત્યાનગૃદ્ધિમાં ઉત્તરોત્તર ગાઢ નિદ્રા હોય છે. આ રીતે ચાર દર્શનને આવરણ કરનાર ચાર પ્રકૃતિપ્રાપ્ત દર્શનની ઉપઘાતક નિદ્રાદિ પાંચ પ્રકૃતિના દર્શનાવરણીયકર્મની નવ પ્રકૃતિ થાય છે. વેદનીયકર્મ|६ वेयणिज्जे णं भंते ! कम्मे कइविहे पण्णत्ते ? गोयमा ! दुविहे पण्णत्ते, तं जहा- सायावेयणिज्जे य आसायावेयणिज्जे य ।