________________
ત્રેવીસમું પદ : કર્મપ્રકૃતિ ઃ ઉદ્દેશક-ર
ત્રેવીસમું પદ : બીજો ઉદ્દેશક
//////////
/////////////
૧૨૩
//
મૂળ કર્મપ્રકૃતિઃ
१ कइ णं भंते ! कम्मपगडीओ पण्णत्तओ ? गोयमा ! अट्ठ कम्मपगडीओ पण्णत्ताओ, तं जहा- णाणावरणिज्जं जाव अंतराइयं ।
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! કર્મપ્રકૃતિઓ કેટલી છે ? ઉત્તર- હે ગૌતમ ! કર્મપ્રકૃતિઓ આઠ છે. જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય.
જ્ઞાનાવરણીયકર્મ:
२ णाणावरणिज्जे णं भंते ! कम्मे कइविहे पण्णत्ते ? गोयमा ! पंचविहे पण्णत्ते, तं जहा- आभिणिबोहियणाणावरणिज्जे जाव केवलणाणावरणिज्जे
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જ્ઞાનાવરણીયકર્મના કેટલા પ્રકાર છે ? ઉત્તર− હે ગૌતમ ! તેના પાંચ પ્રકાર છે, જેમ કે– આભિનિબોધિકજ્ઞાનાવરણીય યાવત્ કેવળજ્ઞાનાવરણીયકર્મ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં જ્ઞાનાવરણીય કર્મની પાંચ ઉત્તર પ્રકૃતિઓનું કથન છે. જ્ઞાનના પાંચ પ્રકાર હોવાથી તેને આવરણ કરનાર જ્ઞાનાવરણીય કર્મની ઉત્તર પ્રકૃતિઓના પાંચ પ્રકાર છે.
(૧) મતિજ્ઞાનાવરણીયકર્મ ઃ— પાંચ ઇન્દ્રિય અને મનના નિમિત્તથી જે જ્ઞાન થાય, તે આભિનિબોધિક– મતિ જ્ઞાન છે. તેને આવરણ કરનારું કર્મ, તે આભિનિબોધિક જ્ઞાનાવરણીય અથવા મતિજ્ઞાનાવરણીય કર્મ છે. (૨) શ્રુત શાનાવરણીયકર્મ :- (૧) શ્રુત–શ્રવણથી—સાંભળવાથી જે જ્ઞાન થાય, તે શ્રુતજ્ઞાન (૨) શાસ્ત્રના માધ્યમથી જે જ્ઞાન થાય, તે શ્રુતજ્ઞાન. શાસ્ત્ર દ્રવ્યશ્રુત છે અને તેનાથી જે બોધ થાય, તે ભાવશ્રુત છે. (૩) મતિજ્ઞાનથી જાણેલા પદાર્થોની વિશેષ વિચારણા કરવી અર્થાત્ મતિજ્ઞાનની જ પરિપક્વ અવસ્થા, તે શ્રુતજ્ઞાન છે. તેને આવરણ કરનારું કર્મ શ્રુતજ્ઞાનાવરણીય કર્મ છે.
(૩) અવધિજ્ઞાનાવરણીયકર્મ ઃ— જેના દ્વારા ઇન્દ્રિય અને મનની સહાયતા વિના આત્માથી જ મર્યાદિત ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થોનું જ્ઞાન થાય, તે અવધિજ્ઞાનછે, તેને આવરણ કરનારું કર્મ, અવધિજ્ઞાનાવરણીય કર્મ છે. (૪) મન:પર્યવજ્ઞાનાવરણીયકર્મ :– જેના દ્વારા ઇન્દ્રિય અને મનની સહાયતા વિના આત્માથી અઢી દ્વીપ ક્ષેત્રમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય જીવોના મનની વાત જણાય તે મનઃપર્યવજ્ઞાન છે, તેને આવરણ કરનારું કર્મ, મનઃપર્યવજ્ઞાનાવરણીયકર્મ છે.
(૫) કેવલજ્ઞાનાવરણીયકર્મ :– જેના દ્વારા ત્રણે લોકના ત્રણે કાલના રૂપી-અરૂપી સર્વ દ્રવ્યોના સર્વ પર્યાયો એક જ સમયમાં જણાય, તે કેવળજ્ઞાન છે. તેને આવરણ કરનારું કર્મ કેવળજ્ઞાનાવરણીયકર્મ છે.