________________
૧૨૨ |
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
દાનાંતરાય - દાનની સામગ્રી પાસે હોય, ગુણવાન પાત્ર દાન લેવા સામે તૈયાર હોય, દાનનું ફળ પણ જાણતા હોય, દાનની ઇચ્છા પણ હોય, તેમ છતાં જે કર્મના ઉદયથી જીવ દાન દઈ ન શકે, આળસ આદિ કેટલાય પ્રકારની બાધાઓ ઉત્પન્ન થાય; તેને “દાનાંતરાયકર્મ કહે છે. તે જ રીતે દાનના ભાવો જ ન થાય તે પણ દાનાંતરાય કર્મનો વિપાક છે. લાભાંતરાય - દાતા ઉદાર હોય, દેય વસ્તુ પણ વિદ્યમાન હોય, લેનાર પણ કુશળ અને ગુણવાન પાત્ર હોય, છતાં પણ જે કર્મના ઉદયથી તેને ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ ન થાય, તેને 'લાભાંતરાયકર્મ' કહે છે. પુરુષાર્થ કરવા છતાં લાભના સંયોગો જ ન થાય, તે પણ લાભાંતરાય કર્મનો વિપાક છે. ભોગવંતરાયઃ- જે પદાર્થ એકવાર ભોગવી શકાય તેને ભોગ કહે છે, જેમ કે– ભોજન આદિ. ભોગના વિવિધ સાધન હોવા છતાં પણ જીવ જે કર્મના ઉદયથી ભોગ્ય વસ્તુઓનું સેવન કરી શકે નહીં, તેને ભોગાંતરાય કર્મ કહે છે. ભોગ્ય પદાર્થો ન મળવા તે પણ ભોગાંતરાય કર્મનો વિપાક છે. ઉપભોગતરાયઃ- જે પદાર્થ વારંવાર ભોગવી શકાય, તેને ઉપભોગ કહે છે, જેમકે– મકાન, વસ્ત્ર, આભૂષણ આદિ.ઉપભોગની સામગ્રી હોવા છતાં પણ જે કર્મના ઉદયથી જીવ તે સામગ્રીનો ઉપભોગ કરી ન શકે, તેને ઉપભોગાંતરાય કર્મ કહે છે. ઉપયોગી સામગ્રી પ્રાપ્ત ન થવી, તે પણ ઉપભોગાંતરાય કર્મનો વિપાક છે. વિઆંતરાય – વીર્ય પરાક્રમ. જે કર્મના ઉદયથી જીવ મંદોત્સાહ, હતોત્સાહ, આળસ, દુર્બળતાના કારણે કાર્ય વિશેષમાં પરાક્રમ કરી ન શકે, શક્તિ સામર્થ્યનો ઉપયોગ કરી ન શકે, સંયમ-તપમાં પરાક્રમ ન કરી શકે, તેને વીર્યંતરાયકર્મ કહે છે.
વીર્યના ત્રણ પ્રકાર હોવાથી વીર્યંતરાયકર્મના પણ ત્રણ પ્રકાર છે. (૧) બાલવીયતરાય-જે કર્મના ઉદયથી જીવ સંસાર સંબંધિત કાર્યો કરવામાં સમર્થ ન થાય, તેમજ સમર્થ હોવા છતાં તે કાર્યમાં પુરુષાર્થ કરી ન શકે, તે બાલવીતરાયકર્મ છે. (૨) પંડિતનીયતરાય- જે કર્મના ઉદયથી જીવ રત્નત્રયની સાધના કરવામાં સમર્થ ન થાય તેમજ સમર્થ હોવા છતાં તે માર્ગમાં પુરુષાર્થ કરી ન શકે, તે પંડિત વીઆંતરાયકર્મ છે. (૩) બાલપડિતનીયતરાય– જે કર્મના ઉદયથી જીવ શ્રાવકવ્રતની સાધના કરવામાં સમર્થ ન થાય તેમજ સમર્થ હોવા છતાં તે માર્ગમાં પુરુષાર્થ કરી ન શકે, તે બાલપંડિતવીર્યંતરાયકર્મ છે.
અંતરાય કર્મનું ફળ ક્યારેક પુદ્ગલ અને પુદ્ગલ પરિણામના વેદનથી થાય છે, જેમ કે અચાનક અકસ્માતુ થતાં, હાથ-પગ ભાંગી જાય, તો તે વ્યક્તિ વીઆંતરાય કર્મના ઉદયે પોતાનું પરાક્રમ ફોરવી શકતી નથી અને ક્યારેક અંતરાય કર્મના સ્વતઃ ઉદયજન્ય પરિણામથી વ્યક્તિની શક્તિ કુંઠિત થઈ જાય છે.
તે પ્રથમ ઉદ્દેશક સંપૂર્ણ