________________
વીસમું પદઃ ક્રર્મપ્રકૃતિ ઉદ્દેશક-૧
[ ૧૦૭]
જીવના પરિણામથી જ કાર્મણ વર્ગણાના પુદ્ગલો કર્મ રૂપે પરિણત થાય છે અને કર્મ પુદ્ગલના ઉદય સંયોગે જ જીવવિવિધ પરિણામ કરે છે. જેમ બીજથી અંકુર અને અંકુરથી પત્ર, પુષ્પ, ફળ અને પુનઃ બીજ ઉત્પન્ન થાય છે, તેમ એક કર્મનો ઉદય અન્ય કર્મબંધનું કારણ બને છે. સંક્ષેપમાં સકર્મા જીવ જ કર્મ બાંધે છે. તૃતીયદ્વાર ઃ કર્મબંધ સ્થાન :|७ जीवे णं भंते ! णाणावरणिज्ज कम्मं कइहिं ठाणेहिं बंधइ ?
गोयमा ! दोहिं ठाणेहिं । तं जहा- रागेण य दोसेण य । रागे दुविहे पण्णत्ते, तं जहा- माया य लोभे य । दोसे दुविहे पण्णत्ते, तं जहा- कोहे य माणे य । इच्चेएहिं चउहिं ठाणेहिं वीरिओवग्गहिएहिं एवं खलु जीवे णाणावरणिज्ज कम्मं बंधइ । एवं णेरइए जाव वेमाणिए । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! જીવ કેટલાં(સ્થાનોથી) કારણોથી જ્ઞાનાવરણીયકર્મ બાંધે છે?
ઉત્તર– હે ગૌતમ! તે બે કારણોથી જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે, જેમકે– રાગથી અને દ્વેષથી. રાગના બે પ્રકાર છે– માયા અને લોભ. દ્વેષના પણ બે પ્રકાર છે-ક્રોધ અને માન. આ પ્રમાણે વીર્યથી ઉપાર્જિત ચાર કારણોથી જીવ જ્ઞાનાવરણીયાદિ કર્મ બાંધે છે. આ જ રીતે નૈરયિકથી વૈમાનિક પર્યત જાણવું જોઈએ. | ८ जीवा णं भंते ! णाणावरणिज्जं कम्मं कइहिं ठाणेहिं बंधति ? गोयमा ! दोहि ठाणेहिं, एवं चेव । एवं णेरइया जाव वेमाणिया ।
एवं दसणावरणिज्जं जाव अंतराइयं । एवं एए एगत्त-पोहत्तिया सोलस दंडगा। ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! અનેક જીવો કેટલાં કારણોથી જ્ઞાનાવરણીયકર્મ બાંધે છે?
ઉત્તર- હે ગૌતમ! પૂર્વોક્ત બે કારણોથી બાંધે છે. આ રીતે અનેક નૈરયિકોથી લઈને વૈમાનિકો સુધી જાણવું જોઈએ. આ જ રીતે દર્શનાવરણીયથી અંતરાયકર્મ સુધી કર્મબંધના કારણો જાણવા જોઈએ. આ રીતે એકવચન અને બહુવચનની વિવક્ષાથી આઠ કર્મના સોળ આલાપક થાય છે. વિવેચન :
બીજા દ્વારમાં કર્મબંધનો ક્રમ તથા તેના બાહ્ય કારણોનું કથન છે અને આ ત્રીજા દ્વારમાં કર્મબંધના અંતરંગ કારણોની વિચારણા છે. રાગ-દ્વેષ:- પ્રીતિરૂપ પરિણામને રાગ અને અપ્રીતિરૂપ પરિણામને દ્વેષ કહે છે. રાગના બે પ્રકાર છેમાયા અને લોભ, લોભ તો આસક્તિરૂપ, પ્રીતિરૂપ છે અને બીજાને છેતરવારૂપ માયાના પરિણામ જીવને પ્રિય લાગે છે, તેથી તે પણ પ્રીતિરૂપ છે, તેનો સમાવેશ રાગમાં થાય છે. દ્વેષના બે પ્રકાર છે– ક્રોધ અને માન. ક્રોધ અપ્રીતિરૂપ છે જ પરંતુ માન પણ બીજાના ગુણો પ્રતિ અસહિષ્ણુતારૂપ હોવાથી અપ્રીતિરૂપ છે. વારિવાદિષહિં - વીર્વોપરિતૈઃ વીર્યથી ઉપગ્રહિત. કર્મપુલોના ગ્રહણમાં કષાય અને યોગ બંને કારણભૂત છે. જીવ રાગ-દ્વેષાદિ પરિણામોથી યોગના માધ્યમ દ્વારા કર્મયુગલોને ગ્રહણ કરે છે. ગ્રહણ કરેલા કર્મપુદ્ગલો આત્મા સાથે એક-મેક થઈને કર્મ રૂપે બંધાઈ જાય છે.