________________
[ ૧૦૬ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
णिज्जस्स कम्मस्स उदएणं मिच्छत्तं णियच्छइ, मिच्छत्तेणं उदिण्णेणं गोयमा ! एवं खलु जीवे अट्ठ कम्मपगडीओ बंधइ । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! જીવ આઠ કર્મપ્રકૃતિઓ કેવી રીતે બાંધે છે?
ઉત્તર- હે ગૌતમ ! જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી જીવ દર્શનાવરણીય કર્મને પામે છે. દર્શનાવરણીયકર્મના ઉદયથી જીવદર્શનમોહનીયકર્મને પ્રાપ્ત કરે છે, દર્શનમોહનીય કર્મના ઉદયથી જીવમિથ્યાત્વને પ્રાપ્ત કરે છે અને હે ગૌતમ ! આ પ્રમાણે મિથ્યાત્વનો ઉદય થવાથી જીવ આઠ કર્મપ્રકૃતિઓને બાંધે છે.
५ कहण्णं भंते ! णेरइए अट्ठ कम्मपगडीओ बंधइ ? गोयमा ! एवं चेव । एवं जाव वेमाणिया । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્!ઔરયિક આઠ કર્મપ્રકૃતિઓ કેવી રીતે બાંધે છે? ઉત્તર-હે ગૌતમ! આ જ રીતે જાણવું જોઈએ યાવત વૈમાનિક સુધી આ પ્રમાણે જ જાણવું.
६ कहण्णं भंते ! जीवा अट्ठ कम्मपगडीओ बंधति ? गोयमा ! एवं चेव । एवं जाव वेमाणिया । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્! ઘણા જીવો આઠકર્મની પ્રકૃતિઓ કેવી રીતે બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! આ જ પ્રમાણે એક વચનના કથનની જેમજ યાવતુ ઘણા વૈમાનિક દેવો સુધી જાણવું જોઈએ. વિવેચન :
પ્રસ્તુત દ્વારમાં આઠ પ્રકારના કર્મબંધની પરંપરાનું કથન છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના બત્રીસમા અધ્યયનમાં કહ્યું છે કે– રા ય લોકો નિ ય મળીયં = રાગ અને દ્વેષ કર્મબંધના બીજભૂત છે અર્થાતુ રાગ-દ્વેષ કર્મબંધના મૂળભૂત કારણ છે અને રાગ-દ્વેષના પરિણામ કર્મના ઉદયજન્ય હોય છે.
પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે એક કર્મના ઉદયને જ અન્ય કર્મબંધનું કારણ કહ્યું છે. પૂર્વકર્મના ઉદયથી નવા કર્મોનો બંધ અને પૂર્વકૃત બંધ પ્રમાણે કર્મોનો ઉદય થાય છે, આ રીતે ઉદયથી બંધ અને બંધથી ઉદય થાય, આ રીતે કર્મના બંધ-ઉદયથી સંસારચક્ર ચાલ્યા કરે છે.
જ્ઞાનાવરણીયકર્મનો તીવ્રતમ ઉદય જીવના સામાન્ય બોધના આવરણ રૂપ બની જાય છે અર્થાત્ જ્ઞાનાવરણીયકર્મના ઉદયથી દર્શનાવરણીયકર્મનો ઉદય થાય છે. જીવના દર્શનગુણ પર આવરણ આવી જતાં જીવ મૂઢ બની જાય છે, તેને હિતાહિતનો વિવેક રહેતો નથી. આ રીતે દર્શનાવરણીય કર્મના ઉદયથી દર્શન મોહનીય કર્મનો ઉદય થાય છે. દર્શન મોહનીયજન્ય મૂઢતાથી મિથ્યાત્વ મોહનીય કર્મનો ઉદય થાય છે. મિથ્યાત્વમોહનીયકર્મના ઉદયથી જીવ આઠ કર્મનો બંધ કરે છે.
સૂત્રોક્ત કથન સાપેક્ષ છે કારણ કે સમ્યગુદષ્ટિ જીવને મિથ્યાત્વનો ઉદય નથી તેમ છતાં તે આઠ કર્મ બાંધે છે. દશમા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાન સુધી જીવ છ કર્મોનો બંધ કરે છે. તાત્પર્ય એ છે કે –
जीव परिणाम हेऊ, कम्मत्ता पोग्गला परिणमंति । पुग्गल कम्म निमित्तं, जीवो वि तहेव परिणमइ ॥