________________
વીસમું પદઃ ક્રર્મપ્રકૃતિ : ઉદ્દેશક-૧
[ ૧૦૫ |
() નામ કર્મ :- જીવને વિવિધ ગતિ, જાતિ, શરીર, ઇન્દ્રિય આદિ વિવિધ પરિણામોની પ્રાપ્તિ કરાવે, તે નામકર્મ છે અર્થાત્ “આ નારકી છે, આ તિર્યંચ છે.” આ પ્રમાણે ચોક્કસ નામ ધારણ કરાવે, તે નામ કર્મ છે. તે ચિત્રકાર સમાન છે. ચિત્રકાર વિવિધ રંગોથી ભિન્ન-ભિન્ન ચિત્રો તૈયાર કરે છે. તેમ નામ કર્મના ઉદયથી જીવ નરકાદિ વિવિધ અવસ્થાઓ રૂપે પ્રકટ થાય છે. (૭) ગોત્ર કર્મ:- જીવને ઉચ્ચ અને નીચ ગોત્રમાં જન્મ ધારણ કરાવીને ઉચ્ચતા કે નિમ્નતા પ્રાપ્ત કરાવે તે ગોત્રકર્મ છે. તે કુંભારના ચાકડા સમાન છે. જેમ એક જ ચાકડા પર કુંભાર અનેક પ્રકારના ઘડા બનાવે છે. તેમાંથી કેટલાકઘડા અક્ષત, કંકુ, ચંદન આદિથી ભરાઈને પૂજનીય બને છે અને કેટલાક ઘડા મદિરા આદિથી ભરાઈને નિંદનીય બને છે, તેમ ગોત્ર કર્મના ઉદયથી જીવ જાતિ, કુલ, બલ, જ્ઞાન આદિની ઉચ્ચતા અને નિમ્નતાને પ્રાપ્ત કરી પૂજનીય કે નિંદનીય બને છે. (૮) અંતરાય કર્મ :- જીવને દાન, લાભ, ભોગ, ઉપભોગ કે વીર્ય(પરાક્રમ)માં વિદન ઉત્પન્ન કરે, તે અંતરાય કર્મ છે. તે રાજાના ભંડારી સમાન છે. જેવી રીતે રાજા કોઈ યાચકને દાન આપવાની ઇચ્છા કરે, આજ્ઞા પણ આપે પરંતુ ભંડારી તેમાં વિદન કરે, તો રાજાની ઇચ્છા કે આજ્ઞા સફળ થતી નથી. તે રીતે અંતરાય કર્મ આત્માના દાનાદિ પરિણામોમાં વિનરૂપ બને છે. આઠ કર્મ પ્રકૃતિના કમની સાર્થકતા :- (૧) જ્ઞાન-દર્શન, તે આત્માનું સ્વરૂપ છે. જ્ઞાનના અભાવમાં જીવનું જીવત્વ સંભવિત નથી. જ્ઞાન-દર્શન બંને ગુણ સાથે જ હોય છે, તેમ છતાં તે બંનેમાં જ્ઞાનગુણની પ્રધાનતા છે. જ્ઞાનના માધ્યમથી જ વિચારોની અને શાસ્ત્રોની પરંપરા ચાલે છે. સર્વલબ્ધિઓ જ્ઞાનોપયોગમાં જ પ્રાપ્ત થાય છે. સવ્વારો સહિતો સારવારસ, મારવાડના તે ઉપરાંત જીવ સિદ્ધ થાય, ત્યારે પણ સાકારોપયોગ જ હોય છે. આ રીતે સર્વ દષ્ટિકોણથી જ્ઞાનગુણની પ્રધાનતા હોવાથી તેને આવરણ કરનાર જ્ઞાનાવરણીયકર્મનું સ્થાન પ્રથમ છે. (૨) જ્ઞાન ગુણનો સહચારી દર્શન છે, તેથી તેને આવરણ કરનાર બીજું દર્શનાવરણીય કર્મ છે. (૩) જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મનાવિપાકની અનુભૂતિ કરતાં જીવને હર્ષ-શોક, સુખ-દુઃખનું વેદના થાય છે. જેમ કે જ્ઞાનાવરણીયકર્મના તીવ્ર ઉદયથી અજ્ઞાનતા, દર્શનાવરણીયકર્મના ઉદયથી અંધતા વગેરે જીવના દુઃખનું કારણ બને છે અને તે બંને કર્મના ક્ષયોપશમથી તીવ્ર બુદ્ધિમત્તા વગેરે જીવના સુખનું કારણ બને છે. આ રીતે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મનો ક્ષપોપશમ કે ઉદય જીવના સુખ-દુઃખમાં નિમિત્તભૂત હોવાથી ત્રીજું વેદનીય કર્મ છે. (૪) સુખ-દુઃખની અનુભૂતિમાં સંસારી જીવો અવશ્ય રાગ-દ્વેષ કરે છે, તેથી ચોથું મોહનીય કર્મ છે. (૫) રાગદ્વેષ-મોહમાં આસક્ત જીવ નરકાદિનું આયુષ્ય બાંધે છે માટે પાંચમું આયુષ્યકર્મ છે. (૬) નરકાદિ આયુષ્યના ઉદય સાથે આયુષ્યાનુસાર ગતિ-જાતિ આદિ નામકર્મ ઉદયમાં આવે છે તેથી છઠ્ઠું નામ કર્મ છે. (૭) નામકર્મના ઉદયમાં ઊંચ કે નીચ ગોત્રકર્મનોવિપાકોદય અવશ્ય પ્રાપ્ત થાય છે, તેથી સાતમું ગોત્રકર્મ છે. (૮) ઊંચગોત્રમાં પ્રાયઃ દાનાદિ પાંચનો ક્ષયોપશમ હોય છે અને નીચ ગોત્રમાં પ્રાયઃ દાનાદિની અંતરાય હોય છે તેથી ગોત્રકર્મ પછી અંતરાય કર્મનું વર્ણન છે. (ર) દ્વિતીય દ્વારઃ કર્મબંધ પરંપરા - | ४ कहण्णं भंते ! जीवे अट्ठ कम्मपगडीओ बंधइ ?
गोयमा ! णाणावरणिज्जस्स कम्मस्स उदएणं दरिसणावरणिज्जं कम्मणियच्छइ, दसणावरणिज्जस्स कम्मस्स उदएणं दंसणमोहणिज्ज कम्मं णियच्छइ, दंसणमोह