________________
[ ૧૦૪ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
આ પ્રમાણે છે– (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણીય (૩) વેદનીય (૪) મોહનીય (૫) આયુષ્ય (૬) નામ (૭) ગોત્ર (૮) અંતરાય. | ३ णेरइयाणं भंते ! कइ कम्मपगडीओ पण्णत्ताओ ? गोयमा ! एवं चेव ! एवं जाव वेमाणियाणं । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન!નૈરયિકોને કેટલી કર્મપ્રવૃતિઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ! આ જ રીતે આઠ કર્મપ્રકૃતિઓ હોય છે. નૈરયિકોની જેમ વૈમાનિકો સુધીના સર્વ જીવોને આઠ કર્મપ્રકૃતિઓ હોય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં પ્રથમ કતિકારના માધ્યમથી કર્મપ્રકૃતિના મૂળભેદ તથા ચોવીશ દંડકના જીવોમાં તે મૂળ ભેદોનું નિરૂપણ છે. કર્મ – કષાય અને યોગના નિમિત્તથી આત્મા કાર્મણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરે છે. તે કાર્મણ વર્ગણાના પુદ્ગલો આત્મા સાથે ક્ષીર અને નીરની જેમ એકમેક થઈને બંધાય જાય છે, તેને કર્મ કહે છે. તે કર્મની મુખ્ય આઠ પ્રકૃતિ-સ્વભાવ છે. પ્રત્યેક કર્મ પોતાના પ્રકૃતિ-સ્વભાવ અનુસાર ફળ આપે છે. (૧) જ્ઞાનાવરણીય કર્મ-આત્માના મુખ્ય બે ગુણ છે– જ્ઞાન અને દર્શન. આત્માના જ્ઞાનગુણ પર આવરણ કરે, જ્ઞાનગુણને ઢાંકે, તે જ્ઞાનાવરણીયકર્મ છે. જ્ઞાનાવરણીયકર્મ વસ્તુને જાણવા રૂપ આત્માના જ્ઞાનગુણને ઢાંકે છે. તે આંખના પાટા સમાન છે. આંખમાં જોવાની શક્તિ હોવા છતાં પાટાનું આવરણ વસ્તુના બોધમાં બાધક બને છે. તે જ રીતે આત્મામાં અનંત જ્ઞાનગુણ હોવા છતાં જ્ઞાનાવરણીયકર્મ તેમાં(જાણવામાં) બાધક બને છે. જેમ-જેમ આવરણ દૂર થાય, તેમ તેમ જ્ઞાનગુણ પ્રગટ થાય છે. (૨) દર્શનાવરણીયકર્મ - આત્માના જોવા રૂપ દર્શનગુણને સામાન્ય બોધને આવરણ કરે, તે દર્શનાવરણીયકર્મ છે. તે રાજાના દ્વારપાલ સમાન છે. જે રીતે દ્વારપાલ રાજાના દર્શનમાં બાધક બને છે. તે રીતે દર્શનાવરણીયકર્મ પદાર્થોને સામાન્ય રીતે જોવા-જાણવામાં બાધક બને છે. (૩) વેદનીય કર્મ :- ઇન્દ્રિયજન્ય કે મનોજન્ય ભૌતિક સુખનું વેદન કરાવે, તે વેદનીય કર્મ છે. તે મધ લગાડેલી તલવારની ધાર સમાન છે. તેમાં મધને ચાટવા સમાન, જીવને અનુકૂળતાની અનુભૂતિ કરાવનાર શતાવેદનીય કર્મ છે અને મધ ચાટતા તલવારની ધારથી જીભ કપાય તેની સમાન, પ્રતિકૂળતાની અનુભૂતિ કરાવનાર અશાતાવેદનીય કર્મ છે. (૪) મોહનીય કર્મ-જીવને મૂઢ બનાવીને હિતાહિતનોવિવેક ન થવાદે, તે મોહનીય કર્મ છે. તે મદિરાપાન સમાન છે. મદિરાના કેફમાં વ્યક્તિ ભાન ભૂલી જાય છે તેમ મોહનીય કર્મનો ઉદય જીવને સતુ-અસતુ, હેય-ઉપાદેય, હિત-અહિતના વિવેકમાં ભાન ભુલાવે છે. (૫) આયુષ્યકર્મ-જીવનેનિશ્ચિતકાલ સુધી કોઈએક ભવમાં જકડી રાખે, તે આયુષ્ય કર્મ છે. તે બેડી સમાન છે. જેમ બેડીમાં બંધાયેલો ગુનેગાર પોતાના દંડની કાલમર્યાદા પૂર્ણ થયા પહેલા છૂટી શકતો નથી. તે જ રીતે આયુષ્ય કર્મથી બંધાયેલો જીવ નરકાદિ ભવમાંથી આયુષ્યની કાલ મર્યાદા પૂર્ણ થયા પહેલાં નીકળી શકતો નથી.