________________
[ ૧૦૮ |
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
- યોગની પ્રવૃત્તિ વિયંતરાય કર્મના ક્ષયોપશમથી થાય છે. વીર્યંતરાયકર્મના ક્ષયોપશમ કે ક્ષયજન્ય વીર્ય કારણ છે અને યોગ કાર્ય છે. કર્મ પુદ્ગલોનું ગ્રહણ યોગના માધ્યમથી થાય છે. તેમ છતાં પ્રસ્તુત પ્રસંગમાં સૂત્રકારે કારણમાં કાર્યનો ઉપચાર કરીને વીર્ય દ્વારા ઉપગૃહિત-ઉપાર્જિત કર્મ પુદ્ગલો કર્મ રૂપે બંધાય છે. તે પ્રમાણે કથન કર્યું છે. સોનસ :- એક જીવ આઠ કર્મોનો બંધ રાગ-દ્વેષથી કરે છે. આઠ કર્મની અપેક્ષાએ તેના આઠ આલાપક છે અને તે જ રીતે અનેક જીવો આઠે કર્મનો બંધ રાગ-દ્વેષથી કરે છે. તેના પણ આઠ આલાપક થાય છે. આ રીતે ૮+૮=૧૬ આલાપક થાય છે. ચતુર્થદ્વારઃ કર્મ વેદના - | ९ जीवे णं भंते ! णाणावरणिज्जं कम्मं वेदेइ ? गोयमा ! अत्थेगइए वेदेइ, अत्थेगइए णो वेदेइ । ભાવાર્થ - પ્રશ્ન– હે ભગવન્! શું જીવ જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરે છે? ઉત્તર-હે ગૌતમ! કેટલાક જીવ જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરે છે અને કેટલાક જીવ વેદન કરતા નથી. १० रइए णं भंते ! णाणावरणिज्ज कम्मं वेदेइ ? गोयमा ! णियमा वेदेइ । एवं जाव वेमाणिए, णवरं- मणूसे जहा जीवे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું નારકી જ્ઞાનાવરણીય કર્મનું વેદન કરે છે? ઉત્તર- હે ગૌતમ! તે અવશ્ય વેદન કરે છે. આ જ રીતે યાવત વૈમાનિક સુધી જાણવું જોઈએ. વિશેષતા એ કે મનુષ્યમાં સમુચ્ચય જીવની જેમ જાણવું જોઈએ. |११ जीवा णं भंते ! णाणावरणिज्ज कम्मं वेदेति ? गोयमा ! एवं चेव । एवं जाव वेमाणिया । एवं जहा णाणावरणिज्जंतहा दसणावरणिज्ज मोहणिज्जं अंतराइयं च । ભાવાર્થ –પ્રશ્ન- હે ભગવન્! શું અનેક જીવો જ્ઞાનાવરણીયકર્મનું વેદન કરે છે? ઉત્તર-હે ગૌતમ! આ જ રીતે એક વચનના વર્ણનની જેમ બહુવચનનું વર્ણન પણ જાણવું જોઈએ. આ જ રીતે યાવતુ વૈમાનિક સુધી જાણવું જોઈએ.
જે રીતે જ્ઞાનાવરણીયકર્મના સંબંધમાં કહ્યું, તે જ રીતે દર્શનાવરણીય, મોહનીય અને અંતરાયકર્મના વેદનના વિષયમાં જાણવું જોઈએ. १२ वेयणिज्जआउय-णाम-गोयाइं एवं चेव, णवरं- मणूसे वि णियमा वेदेइ । एवं एए एगत्त-पोहत्तिया सोलस दंडगा । ભાવાર્થ:- વેદનીય, આયુ, નામ અને ગોત્રકર્મના વેદનના વિષયમાં પણ આ જ પ્રમાણે જાણવું. તેમાં વિશેષતા માત્ર એ છે કે મનુષ્ય પણ આ ચારે ય અઘાતિકર્મનું વેદન અવશ્ય કરે છે. આ રીતે એકત્વ અને બહુત્વની વિવક્ષાથી આઠ કર્મના સોળ આલાપક થાય છે. વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં ૨૪ દંડકના જીવોમાં આઠ કર્મના વેદનનું કથન છે. સામાન્ય રીતે ૨૪ દંડકના સમસ્ત