________________
૧૦૨
પરિચય
ત્રેવીસમું પદ
શ્રી પક્ષવણા સૂત્ર : ભાગ-૩
આ પદનું નામ કર્મપ્રકૃતિ પદ છે. તેના બે ઉદ્દેશક છે.
પ્રથમ ઉદ્દેશકમાં પાંચ દ્વારોના માધ્યમથી કર્મસિદ્ધાંતની ચર્ચા કરવામાં આવી છે.
*****
પ્રથમ દ્વારમાં મૂળ કર્મપ્રકૃતિની સંખ્યા અને ૨૪ દંડકવર્તી જીવોમાં તેના સદ્ભાવની પ્રરૂપણા છે. બીજા દ્વારમાં સમુચ્ચય જીવ તથા ૨૪ દંડકવર્તી જીવો, આઠ કર્મોની પરંપરાનું સર્જન કેવી રીતે કરે છે ? તેનું વર્ણન છે.
ત્રીજા દ્વારમાં એક કે અનેક સમુચ્ચય જીવો તથા ૨૪ દંડકવર્તી જીવોમાં મૂળભૂત કારણરૂપ રાગ અને દ્વેષનું નિરૂપણ છે.
ચોથા દ્વારમાં ૨૫ પ્રકારના જીવો એકત્વ કે બહુત્વની અપેક્ષાએ આઠ કર્મોથી કયા કયા કર્મોનું વેદન કરે છે ? તેનું કથન છે.
પાંચમા દ્વારમાં આઠ કર્મની વિપાક યોગ્ય પ્રકૃતિઓનું વર્ણન છે.
બીજા ઉદ્દેશકમાં સર્વપ્રથમ આઠ કર્મોની મૂળ અને ઉત્તર પ્રકૃતિઓના ભેદ-પ્રભેદોનું નિરૂપણ છે. ત્યાર પછી જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોના ભેદ પ્રભેદોની સ્થિતિનું વર્ણન છે.
એકેન્દ્રિયથી લઈ સંશી-અસંશી પંચેંદ્રિય સુધીના જીવોમાં જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોના બંધની કાલમર્યાદા તથા જ્ઞાનાવરણીયાદિ આઠકર્મોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધનારા જીવોનું વિસ્તૃત વર્ણન છે.
܀܀܀܀܀
આ રીતે બંને ઉદ્દેશકોમાં કર્મબંધના કારણ, કર્મ પરંપરા તથા આઠ કર્મની પ્રકૃતિ, સ્થિતિ અને અનુભાગ(વિપાક) બંધ વગેરે કર્મ સિદ્ધાંતોનું વિશદ વિશ્લેષણ છે.