________________
| બાવસીયું પદ : ક્રિયા
.
[ ૧૦૧ ]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં આરંભિકી આદિ પાંચ ક્રિયાનું અર્થાત્ પાંચ ક્રિયાવાળા જીવોના અલ્પબદુત્વનું પ્રતિપાદન છે. (૧) સર્વથી અલ્પ મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા છે કારણ કે તે એકથી ત્રણ ગુણસ્થાનવર્તી જીવોને જ હોય છે. (૨) તેનાથી અપ્રત્યાખ્યાનક્રિયાવિશેષાધિક છે, કારણ કે તેમાં એકથી ચાર ગુણસ્થાનવર્તી જીવોનો સમાવેશ થાય છે. પ્રથમ ગુણસ્થાનમાં જ અનંત જીવો છે, તેમાં ચોથા ગુણસ્થાનવર્તી અવિરત અસંખ્યાતા જીવો સમ્મિલિત થાય, તેથી તે અનંત જીવોથી વિશેષાધિક જ થાય છે. (૩) તેનાથી પારિગ્રહિકીક્રિયા વિશેષાધિક છે, કારણ કે તેમાં એકથી પાંચ ગુણસ્થાનવર્તી જીવોનો સમાવેશ થાય છે. તેમાં પાંચમા ગુણસ્થાનવર્તી દેશવિરત જીવો સમાવિષ્ટ થવાથી તે વિશેષાધિક થાય છે. (૪) તેનાથી આરંભિકીક્રિયા વિશેષાધિક છે, કારણ કે તેમાં એક થી છ ગુણસ્થાનવર્તી જીવોનો સમાવેશ થાય છે. તેમાં છઠ્ઠા ગુણસ્થાનવર્તી પ્રમત્ત સંયત જીવો સમાવિષ્ટ થવાથી તે વિશેષાધિક છે. (૫) તેનાથી માયાપ્રત્યયાક્રિયા વિશેષાધિક છે, કારણ કે તેમાં એકથી દશ ગુણસ્થાનવર્તી જીવોનો સમાવેશ થાય છે. તેમાં સાતમાથી દસમા ગુણસ્થાનવર્તી અપ્રમત્ત સંત સમાવિષ્ટ થવાથી તે વિશેષાધિક થાય છે. આરંભિકી આદિ પાંચ કિયાવાળા જીવોનું અલ્પબદુત્વઃકમ કિયા | સંખ્યા ||
કારણ ૧. | મિથ્યાદર્શન ક્રિયા | સર્વથી થોડા | ૧ થી ૩ ગુણસ્થાનવર્તી મિથ્યાત્વી જીવોને જ હોય છે.. ૨. અપ્રત્યાખ્યાન ક્રિયા વિશેષાધિક |૧ થી ૪ ગુણસ્થાવર્તી, મિથ્યાત્વ + અવિરત જીવોને હોય છે.
| પરિગ્રહિક ક્રિયા | વિશેષાધિક |૧ થી ૫ ગુણસ્થાનવર્તી, મિથ્યાત્વી+ અવિરત + દેશવિરતિ જીવોને હોય છે. ૪.| આરંભિકી ક્રિયા | વિશેષાધિક |૧ થી ગુણસ્થાનવર્તી, મિથ્યાત્વ + અવિરત + દેશવિરતિ + પ્રમત્ત સંયત
જીવોને હોય છે. ૫.| માયા પ્રત્યયા ક્રિયા | વિશેષાધિક | ૧ થી ૧0 ગુણસ્થાનવર્તી, મિથ્યાત્વી + અવિરત + દેશવિરત + પ્રમત્ત
સંયત + અપ્રમત્ત સંયતને હોય છે.
છે બાવીસમું પદ સંપૂર્ણ છે