________________
[ ૧૦૦ ]
શ્રી પન્નવણા રૂa: ભાગ-૩
૨૩ દંડકના જીવો પ્રાણાતિપાત આદિ સત્તર પાપથી વિરત થઈ શકતા નથી. નારકી, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો તથા તિર્યંચ પંચેન્દ્રિય આ પંદર દંડકના જીવો મિથ્યાદર્શનશલ્યથી વિરત થઈ શકે છે. તેમાં નારકી અને દેવોને મિથ્યાદર્શનક્રિયાને છોડીને આરંભિકી આદિ ચાર ક્રિયા લાગે છે.
તિર્યંચ પંચેન્દ્રિયને આરંભિકી, પારિગ્રહિક અને માયાપ્રત્યયાક્રિયા અવશ્ય લાગે છે અને અપ્રત્યાખ્યાનક્રિયા વિકલ્પ લાગે છે. ચોથા ગુણસ્થાનવર્તી અવિરત તિર્યંચ પંચેન્દ્રિયને અપ્રત્યાખ્યાનક્રિયા લાગે છે; પાંચમા ગુણસ્થાનવર્તી દેશવિરત તિર્યંચ પંચેન્દ્રિયને અપ્રત્યાખ્યાનક્રિયા લાગતી નથી.
આ રીતે મિથ્યાદર્શનશલ્યથી વિરત તિર્યંચ પંચેન્દ્રિયને ત્રણ અથવા ચાર ક્રિયા લાગે છે. ૧૮ પાપસ્થાનથી વિરત જીવોમાંકિયા -
જીવ પ્રકાર ગુણસ્થાન| આરંભિકી |પારિગ્રહિકી/માયાપ્રત્યયા અપ્રત્યાખ્યાન મિથ્યાદર્શન પ્રાણાતિપાત આદિ ૧૭ પાપથી વિરત | ૬ થી ૧૪ ભજના
ભજના નથી નથી સમુચ્ચય જીવ,મનુષ્ય મિથ્યાદર્શનથી વિરત |૪ થી ૧૪ ભજનો ભજના | ભજના ભજનો નથી સમુચ્ચય જીવ-મનુષ્ય મિથ્યાદર્શનથી વિરત | ૪થું નિયમો નિયમો નિયમાં નિયમાં નથી નારકી, દેવો મિથ્યાદર્શનથી વિરત | ૪-૫ નિયમાં નિયમ નિયમાં ભજના
નથી તિર્યંચ પંચેન્દ્રિય * પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય ૧૮ પાપસ્થાનથી વિરત થઈ શકતા નથી. નારકી–દેવો, તિર્યંચ પંચેન્દ્રિય એક મિથ્યાદર્શનથી જ વિરત થઈ શકે છે. શેષ પ્રાણાતિપાત આદિ સત્તર પાપથી વિરત થતા નથી.
નથી
આરંભિકી આદિ ક્રિયાઓનું અલ્પબદુત્વઃ८८ एयासिणं भंते ! आरंभियाणं जाव मिच्छादसणवत्तियाणं य कयरे कयरेहिंतो अप्पा वा बहुया वा तुल्ला वा विसेसाहिया वा ?
___ गोयमा ! सव्वत्थोवाओ मिच्छादसणवत्तियाओ किरियाओ, अपच्चक्खाणकिरियाओ विसेसाहियाओ, परिग्गहियाओ किरियाओ विसेसाहियाओ, आरंभियाओ किरियाओ विसेसाहियाओ, मायावत्तियाओ किरियाओ विसेसाहियाओ । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! આરંભિકીથી લઈને મિથ્યાદર્શન પ્રત્યયા સુધીની પાંચ ક્રિયાઓમાં (ક્રિયાવાળા જીવોમાં) કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે?
- ઉત્તર– હે ગૌતમ ! (૧) સર્વથી અલ્પ મિથ્યાદર્શનપ્રત્યયાક્રિયા(વાળા જીવો) છે. (૨) તેનાથી અપ્રત્યયાખ્યાનક્રિયા વિશેષાધિક છે, (૩) તેનાથી પારિગ્રહિકીક્રિયા વિશેષાધિક છે. (૪) તેનાથી આરંભિકીક્રિયા વિશેષાધિક છે. (૫) તેનાથી માયાપ્રત્યયાક્રિયા વિશેષાધિક છે.