________________
બાવસીમું પદ : ક્રિયા
ઉત્તર– હે ગૌતમ ! તેને આરંભિયાક્રિયા હોય છે યાવત્ અપ્રત્યાખ્યાનક્રિયા પણ હોય છે, પરંતુ મિથ્યાદર્શનપ્રત્યયાક્રિયા હોતી નથી. આ જ રીતે સ્તનિતકુમાર સુધી જાણવું જોઈએ.
૯૯
८६ मिच्छादंसण-सल्लविरयस्स णं भंते ! पंचेंदिय-तिरिक्खजोणियस्स एवमेव पुच्छा ? गोयमा ! आरंभिया किरिया कज्जइ जाव मायावत्तिया किरिया कज्जइ, अपच्चक्खाणकिरिया सिय कज्जइ, सिय णो कज्जइ; मिच्छादंसणवत्तिया किरिया णो कज्जइ ।
ભાવાર્થ:- પ્રશ્ન– હે ભગવન્! મિથ્યાદર્શનશલ્યથી વિરત પંચેંદ્રિય તિર્યંચોને શું આરંભિકીક્રિયા હોય છે યાવત્ મિથ્યાદર્શનપ્રત્યયાક્રિયા હોય છે ?
ઉત્તર– હે ગૌતમ ! તેને આરંભિયાક્રિયા હોય છે યાવત્ માયાપ્રત્યયાક્રિયા હોય છે. અપ્રત્યાખ્યાન ક્રિયા કદાચિત્ હોય અને કદાચિત્ ન પણ હોય પરંતુ મિથ્યાદર્શનપ્રત્યયાક્રિયા હોતી નથી. ८७ मणूसस्स जहा जीवस्स । वाणमंतर जोइसिय-वेमाणियाणं जहा णेरइयस्स । ભાવાર્થઃ– મનુષ્યમાં ક્રિયા સંબંધી નિરૂપણ સમુચ્ચય જીવની સમાન જાણવું જોઈએ. મિથ્યાદર્શન શલ્યવિરત વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોનું ક્રિયાસંબંધી કથન નૈયિકોની જેમ જાણવું જોઈએ.
વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શનશલ્યથી વિરત સમુચ્ચય જીવો તથા ચોવીસ દંડકવર્તી જીવોની આરંભિકી આદિ પાંચ ક્રિયાઓની પ્રરૂપણા છે.
સમુચ્ચય જીવ અને મનુષ્ય :– પ્રાણાતિપાતથી લઈને માયાતૃષાથી વિરત સમુચ્ચય જીવ તથા મનુષ્યને આરંભિકી અને માયાપ્રત્યયાક્રિયા વિકલ્પે લાગે છે, શેષ ત્રણ–પારિગ્રહિકી, અપ્રત્યાખ્યાનપ્રત્યયા અને મિથ્યાદર્શનશલ્યપ્રત્યયા ક્રિયા લાગતી નથી, કારણ કે જે જીવ અને મનુષ્ય પ્રાણાતિપાતથી વિરત હોય છે, તે સર્વવિરત હોય છે, તેણે સમ્યક્ત્વપૂર્વક હિંસાદિના પ્રત્યાખ્યાન કર્યા હોય છે તથા અપરિગ્રહ મહાવ્રતને પણ ગ્રહણ કર્યું હોય છે, તેથી તે જીવને મિથ્યાદર્શનપ્રત્યયા, અપ્રત્યાખ્યાનપ્રત્યયા અને પારિગ્રહિકીક્રિયા લાગતી નથી. પ્રાણાતિપાતવિરત પ્રમત્ત સંયતને આરંભિકીક્રિયા હોય છે, અપ્રમત્ત સંયતને આરંભિકીક્રિયા હોતી નથી. અપ્રમત્તસયતને સંજ્વલન કષાયના ઉદયથી માયાપ્રત્યયાક્રિયા કદાચિત્ લાગે છે, મિથ્યાદર્શનશલ્યથી વિરત સમુચ્ચય જીવ તથા મનુષ્યને એક મિથ્યાદર્શનક્રિયા હોતી નથી. શેષ આરંભિકી આદિ ચાર ક્રિયા વિકલ્પે હોય છે.
મિથ્યાદર્શનશલ્યથી વિરત જીવ ચોથાથી ચૌદમા ગુણસ્થાન સુધી હોય છે. ચોથા ગુણસ્થાનવર્તી જીવ સમકિતી હોવા છતાં અવિરતિ હોવાથી મિથ્યાદર્શનશલ્યથી વિરતને અપ્રત્યાખ્યાનક્રિયા લાગે છે. પાંચમા ગુણસ્થાન સુધી પારિગ્રહિકીક્રિયા લાગે છે. છઠ્ઠા ગુણસ્થાન સુધી આરંભિકીક્રિયા લાગે છે અને દશ ગુણસ્થાન સુધી માયાપ્રત્યયા ક્રિયા લાગે છે.
તેનાથી આગળના ગુણસ્થાને આ પાંચ ક્રિયાઓ લાગતી નથી. આ રીતે મિથ્યાદર્શનશલ્યથી વિરત જીવને આરંભિકી આદિ ચારે ક્રિયા વિકલ્પે લાગે છે. જો તે જીવ વીતરાગી હોય, તો અક્રિય પણ હોય છે.