________________
૯૮ |
શ્રી પન્નવણા ત્ર: ભાગ-૩
ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! પ્રાણાતિપાતવિરત જીવને માયાપ્રત્યયાક્રિયા હોય છે? ઉત્તરહે ગૌતમ! કદાચિત હોય છે, કદાચિત્ હોતી નથી. ८२ पाणाइवायविरयस्स णं भंते ! जीवस्स अपच्चक्खाणवत्तिया किरिया कज्जइ? गोयमा ! णो इणढे समढे । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! પ્રાણાતિપાતવિરત જીવને શું અપ્રત્યાખ્યાનક્રિયા હોય છે? ઉત્તર-હે ગૌતમ! તે શક્ય નથી. ८३ मिच्छादसणवत्तियाए पुच्छा ? गोयमा ! णो इणढे समढे । एवं पाणाइवायविरयस्स मणूसस्स वि । एवं जाव मायामोसविरयस्स जीवस्स मणूसस्स य । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પ્રાણાતિપાત વિરત જીવને શું મિથ્યાદર્શનપ્રત્યયા ક્રિયા હોય છે? ઉત્તર- હે ગૌતમ ! તે શક્ય નથી. આ જ રીતે પ્રાણાતિપાતવિરત મનુષ્યનો આલાપક પણ જાણવો જોઈએ.(શેષ ૨૩ દંડકમાં જીવ પ્રાણાતિપાતથી વિરત હોતા નથી.)
આ જ રીતે યાવતું માયામૃષાવિરત (સત્તરમા પાપથી વિરત) સમુચ્ચય જીવ અને મનુષ્યના સંબંધમાં જાણવું જોઈએ. ८४ मिच्छादसणसल्लविरयस्स णं भंते ! जीवस्स किं आरंभिया किरिया कज्जइ जाव मिच्छादसणवत्तिया किरिया कज्जइ?
गोयमा ! मिच्छादसणसल्लविरयस्स जीवस्स आरंभिया किरिया सिय कज्जइ सिय णो कज्जइ । एवं जाव अपच्चक्खाणकिरिया । मिच्छादसणवत्तिया किरिया નો ના ભાવાર્થ – પ્રશ્ન–હે ભગવન્!મિથ્યાદર્શનશલ્યથી વિરત જીવને શું આરંભિકી ક્રિયા હોય છે? યાવતું મિથ્યાદર્શનપ્રત્યયા ક્રિયા હોય છે?
ઉત્તર- હે ગૌતમ! મિથ્યાદર્શનશલ્યથી વિરત જીવને આરંભિકી ક્રિયા કદાચિતુ હોય છે, કદાચિતું હોતી નથી. આ જ રીતે અપ્રત્યાખ્યાન ક્રિયા સુધીની ક્રિયા કદાચિતું હોય છે અને કદાચિત્ હોતી નથી, પરંતુ અઢારમા મિથ્યાદર્શનશલ્યથી વિરત જીવને મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા હોતી નથી. ८५ मिच्छादसणसल्लविरयस्स णं भंते ! णेरइयस्स किं आरंभिया किरिया कज्जइ जाव मिच्छादसणवत्तिया किरिया कज्जइ ?
गोयमा ! आरंभिया वि किरिया कज्जइ जाव अपच्चक्खाणकिरिया विकज्जइ, मिच्छादसणवत्तिया किरिया णो कज्जइ । एवं जाव थणियकुमारस्स । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! મિથ્યાદર્શનશલ્યથીવિરત નૈરયિકોને શું આરંભિયાક્રિયા હોય છે? થાવત મિથ્યાદર્શનપ્રત્યયાક્રિયા હોય છે?