________________
શ્રી પજ્ઞવણા સૂત્ર : ભાગ-૩
-
ત્રિસંયોગી ભંગ :– અનેક જીવો સાત કર્મબંધક અને અનેક જીવો એક કર્મબંધક હોય તથા તેની સાથે એક કે અનેક જીવો આઠ કર્મબંધક, એક કે અનેક જીવો છ કર્મબંધક અને એક કે અનેક જીવો અબંધક હોય ત્યારે ત્રિસંયોગી ૬ ભંગ થાય છે.
es
•
ચાર સંયોગી ભગ :– અનેક જીવો સાત કર્મબંધક અને અનેક જીવો એક કર્મબંધક હોય તથા તેની સાથે એક કે અનેક આઠ કર્મબંધક અને એક કે અનેક છ કર્મબંધક જીવોના સંયોગે ૪ ભંગ થાય છે. તે જ રીતે અનેક સાત કર્મબંધક અને અનેક એક કર્મબંધક જીવો સાથે એક કે અનેક આઠ કર્મબંધક અને એક કે અનેક અબંધક જીવોના સંયોગે ૪ ભંગ થાય છે. તેવી જ રીતે અનેક સાત કર્મબંધક અને અનેક એક કર્મબંધક જીવો સાથે એ કે અનેક છ કર્મબંધક અને એક કે અનેક અબંધક જીવોના સંયોગે ૪ ભંગ થાય છે. આ રીતે ત્રણવાર ચાર ભંગ થતાં કુલ ૪+૪+૪-૧૨ ભંગ ચાર સંયોગી થાય છે.
પાંચસંયોગી ભંગ :- અનેક સાત કર્મબંધક અને અનેક એક કર્મબંધક જીવો હોય તથા તેની સાથે એક કે અનેક આઠ કર્મબંધક અને એક કે અનેક છ કર્મબંધક તેમજ એક કે અનેક અંબધક જીવોના સંયોગે પાંચ સંયોગીના આઠ ભંગ બને છે.
આ રીતે ઉપરોક્ત સર્વ મળીને દિસંયોગી ૧+ ત્રિસંયોગી + ચાર સંયોગી ૧૨+ પાંચસંયોગી ૮ ભંગ - કુલ ૨૭ ભંગ થાય છે. સમુચ્ચય અનેક જીવોમાં અનેક પ્રકારે વિવિધતા હોવાથી આ ૨૭ ભંગ થાય છે. ભંગોનું સ્પષ્ટીકરણ ભાવર્થમાં છે.
:
૨૩ દંડકના એક જીવ ઃ– મનુષ્યને છોડીને શેષ ૨૩ દંડકના જીવો પ્રાણાતિપાત આદિ સત્તર પાપસ્થાનથી વિરત થઈશકતા નથી. તેમાંથી નારકી, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવો અને તિર્યંચ પંચેન્દ્રિય કુલ ૧૫ દંડકના જીવો સમ્યગ્દર્શન પ્રાપ્ત કરે ત્યારે મિથ્યાદર્શનશલ્યથી(એક પાપથી) વિરત થાય છે. મિથ્યાદર્શનશલ્યથી વિરત થયેલો એક જીવ જ્યારે આયુષ્યકર્મ બાંધતો હોય, ત્યારે આઠ કર્મ અને આયુષ્ય કર્મ ન બાંધતો હોય, ત્યારે સાત કર્મ બાંધે છે. નારકી આદિ પંદર દંડકના જીવોમાં કર્મબંધ સંબંધી અન્ય વિકલ્પ સંભવિત નથી અને એક જીવમાં તો કોઈ પણ એક જ વિકલ્પ સંભવે છે. પાંચ સ્થાવર અને ત્રણ વિકલેન્દ્રિયો આ આઠ દંડકના જીવો મિથ્યાદર્શનશલ્યથી વિરત થતા નથી.
૨૩ દંડકના અનેક જીવો ઃ– તે જીવો પ્રાણાતિપાત આદિ સત્તર પાપસ્થાનથી વિરત થઈ શકતા નથી.
નારકી, દેવો અને તિર્યંચ પંચેન્દ્રિય, આ પંદર દંડકના જીવો મિથ્યાદર્શનશલ્યથી વિરત થઈ શકે છે.
તે જીવોમાં સાત કર્મબંધક જીવો હંમેશાં અનેક હોય છે અને આઠ કર્મબંધક જીવો ક્યારેક હોય છે અને ક્યારેક હોતા નથી. તેમાં એક અને અનેક જીવોની અપેક્ષાએ ત્રણ ભંગ થાય છે– (૧) સર્વ જીવો સાત કર્મબંધક હોય. (૨) અનેક જીવો સાત કર્મબંધક અને એક જીવ આઠ કર્મબંધક હોય. (૩) અનેક જીવો સાત કર્મબંધક અને અનેક જીવો આઠ કર્મબંધક હોય છે.
એક મનુષ્ય :– તેમાં ચૌદ ગુણસ્થાન સંભવે છે. કોઈ પણ એક મનુષ્ય આઠ, સાત, છ અથવા એક કર્મનો બંધ કરે છે અથવા તે અબંધક પણ હોય છે. આ પાંચ વિકલ્પોમાંથી એક મનુષ્યમાં કોઈ પણ એક જ વિકલ્પ સંભવે છે.
અનેક મનુષ્યો :– મનુષ્ય અઢારે પાપસ્થાનથી વિરત થઈ શકે છે, તે વિરત મનુષ્યોમાં સાત કર્મબંધક અને એક કર્મબંધક જીવો શાશ્વત છે અને આઠ કર્મબંધક, છ કર્મબંધક અને અબંધક જીવો અશાશ્વત છે. શાશ્વત-અશાશ્વત વિકલ્પોની અપેક્ષાએ ઉપરોક્ત ૨૭ ભંગ થાય છે.