________________
બાવલી પદાકિયા
[ ૯૫ ]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં અઢાર પાપસ્થાનથી વિરત જીવોના કર્મ બંધ સંબંધી પ્રતિપાદન છે.
પ્રાણાતિપાત આદિ સત્તર વાપસ્થાનથી વિરત થયેલા જીવો છટ્ટાથી ચૌદમાં ગુણસ્થાન સુધી હોય છે. તેમાં છઠ્ઠા, સાતમા ગુણસ્થાને આઠ કર્મ, આઠમા-નવમા ગુણસ્થાને આયુષ્ય કર્મને છોડીને સાત કર્મ, દશમા ગુણસ્થાને આયુષ્ય અને મોહનીયકર્મને છોડીને છ કર્મ, અગિયારમા, બારમા, તેરમા ગુણસ્થાને એક શાતાવેદનીય કર્મ બાંધે છે અને ચૌદમા ગુણસ્થાને અબંધક હોય છે.
જીવોને થતાં કર્મબંધના વિવિધ વિકલ્પોમાં કેટલાક શાશ્વત છે અને કેટલાક અશાશ્વત છે. શાશ્વતઅશાશ્વતના સંયોગથી ભંગ બને છે. આઠ કર્મબંધક જીવો અશાશ્વતઃ- સર્વ પાપથી વિરત જીવ છટ્ટ અને સાતમે ગુણસ્થાને સાત અથવા આઠ કર્મ બાંધે છે. આયુષ્યનો બંધ થતો હોય, ત્યારે આઠ કર્મ અને તે સિવાયના કાલમાં સાત કર્મ બાંધે છે. આયુષ્યનો બંધ જીવનમાં એક જ વાર અંતર્મુહૂર્ત કાલ પર્યત હોવાથી આયુષ્યનો બંધ કરનારા જીવો હંમેશાં પ્રાપ્ત થતા નથી, તેથી આઠ કર્મબંધક જીવો અશાશ્વત છે. સાત કર્મબંધક શાશ્વતઃ– છઠ્ઠા, સાતમા ગુણસ્થાનવર્તી અનેક જીવો અને આઠમા-નવમા ગુણસ્થાનવર્તી સર્વ જીવો સાત કર્મ બાંધે છે. તેમાં આઠમું-નવમું ગુણસ્થાન અશાશ્વત છે, પરંતુ છઠ્ઠું ગુણસ્થાન શાશ્વત છે, તેથી તેમાં આયુષ્ય ન બાંધનારા ઘણા જીવો હંમેશાં પ્રાપ્ત થાય છે તેથી સાતકર્મ બંધક જીવો શાશ્વત છે. છ કર્મ બંધક અશાશ્વતઃ– દશમે ગુણસ્થાને આયુષ્ય અને મોહનીયકર્મને છોડીને છ કર્મનો બંધ થાય છે. દશમું ગુણસ્થાન અશાશ્વત હોવાથી છ કર્મબંધક જીવો હંમેશાં પ્રાપ્ત થતા નથી, તેથી તે અશાશ્વત છે. એક કર્મબંધક શાશ્વતઃ– અગિયારમા, બારમા અને તેમાં ગુણસ્થાને એક શાતાવેદનીય કર્મનો બંધ થાય છે. તેમાં અગિયારમું અને બારમું ગુણસ્થાન અશાશ્વત છે, પરંતુ તેરમું ગુણસ્થાન શાશ્વત હોવાથી એક કર્મબંધક અનેક જીવો હંમેશાં પ્રાપ્ત થાય છે, તેથી તે શાશ્વત છે. અબંધક જીવો અશાશ્વત - ચૌદમા ગુણસ્થાને જીવ અબંધક હોય છે. ચૌદમું ગુણસ્થાન અશાશ્વત હોવાથી અબંધક જીવો હંમેશાં પ્રાપ્ત થતા નથી.
આ રીતે સાત કર્મબંધક અને એક કર્મબંધક, આ બે પ્રકારના જીવો શાશ્વત છે તથા આઠ કર્મબંધક, છ કર્મબંધક અને અબંધક, આ ત્રણ પ્રકારના જીવો અશાશ્વત છે. તે અશાશ્વત જીવો જ્યારે હોય ત્યારે એક અથવા અનેક જીવો હોય છે, તેથી બે શાશ્વત અને ત્રણ અશાશ્વત વિકલ્પોના સંયોગથી અનેક જીવોમાં ૨૭ ભંગ થાય છે. સમુચ્ચય એક જીવ - પ્રાણાતિપાત આદિ અઢાર પાપસ્થાનથી વિરત હોય, તો તે જીવ જે ગુણસ્થાને સ્થિત હોય, તે પ્રમાણે આઠ, સાત, છ અથવા એક કર્મ બાંધે છે અથવા તે એક જીવ અબંધક હોય છે. આ રીતે એક જીવમાં કોઈ પણ એક ભંગ (બંધ વિકલ્પ) હોય છે. સમુચ્ચય અનેક જીવો - પ્રાણાતિપાત આદિ અઢાર પાપસ્થાનથી વિરત હોય, તો કર્મબંધ સંબંધી ૨૭ ભંગ થાય છે. અનેક જીવોમાં કેટલાક જીવો સાત કર્મબંધક હોય અને કેટલાક જીવો એક કર્મબંધક હોય પરંતુ આઠ કે છ કર્મબંધક અથવા અબંધક એક પણ જીવ ન હોય. ત્યારે (૧) અનેક જીવો સાત કર્મબંધક અને અનેક જીવો એક કર્મબંધક હોય, તે દ્વિસંયોગી એક ભંગ થાય.