________________
[ ૯૪]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
આ રીતે અસંયોગી એક ભંગ + દ્વિસંયોગી છ ભંગ, ત્રિ સંયોગી બાર ભંગ અને ચાર સંયોગી આઠ ભંગ થાય. કુલ મળીને ૧+૪+૧૨+૦=૨૭ ભંગ થાય છે. ७४ एवं मणूसाण वि एए चेव सत्तावीसं भंगा भाणियव्वा । एवं मुसावायविरयस्स जाव मायामोसविरयस्स जीवस्स य मणूसस्स य । ભાવાર્થ - આ જ રીતે મનુષ્યોમાં પણ ૨૭ ભંગ કહેવા જોઈએ. આ જ રીતે મૃષાવાદ વિરત યાવત્ માયામૃષાવિરત જીવ અને મનુષ્ય સંબંધી કર્મ બંધનું કથન કરવું જોઈએ. |७५ मिच्छादसणसल्लविरए णं भंते ! जीवे कइ कम्मपगडीओ बंधइ ? गोयमा! सत्तविहबंधए वा अट्ठविहबंधए वा छव्विहबंधए वा एगविहबंधए वा अबंधए वा । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! મિથ્યાદર્શનશલ્યવિરતજીવ કેટલી કર્મપ્રકૃતિઓ બાંધે છે? ઉત્તર– હે ગૌતમ! તે સાત, આઠ, છ અથવા એક કર્મ પ્રકૃતિ બાંધે છે અથવા તે અબંધક હોય છે.
७६ मिच्छादसणसल्लविरए णं भंते! णेरइए कइ कम्मपगडीओ बंधइ ? गोयमा ! सत्तविहबंधए वा अट्ठविहबंधए वा, जाव पंचेंदियतिरिक्खजोणिए । मणूसे जहा जीवे । वाणमंतर-जोइसिए-वेमाणिए जहा णेरइए । ભાવાર્થ-પ્રશ્ન- હે ભગવન્!મિથ્યાદર્શનશલ્યવિરત એકનૈરયિક કેટલી કર્મપ્રકૃતિ બાંધે છે? ઉત્તરહે ગૌતમ! સાત અથવા આઠ કર્મપ્રકૃતિ બાંધે છે; આ જ રીતે પંચેદ્રિયતિર્યંચ સુધી જાણવું જોઈએ. મનુષ્યના વિષયમાં કર્મબંધનનું કથન સમુચ્ચય જીવની જેમ જાણવું જોઈએ. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોમાં કર્મબંધનું કથન નૈરયિકોની સમાન જાણવું જોઈએ.
७७ मिच्छादसणसल्लविरया णं भंते ! जीवा कइ कम्मपगडीओ बंधति? गोयमा! ते चेव सत्तावीसं भंगा भाणियव्वा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! મિથ્યાદર્શનશલ્યથી વિરત અનેક જીવો કેટલી કર્મપ્રકૃતિ બાંધે છે? ઉત્તર- હે ગૌતમ! પૂર્વોક્ત ર૭ ભંગ અહીં કહેવા જોઈએ.
७८ मिच्छादसणसल्लविरया णं भंते ! णेरइया कइ कम्मपगडीओ बंधति? गोयमा! सव्वे वि ताव होज्जा सत्तविहबंधगा । अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधगे य । अहवा सत्तविहबंधगा य अट्ठविहबंधगा य । एवं जाव वेमाणिया, णवरं- मणूसाणं કઈ નવાઈ ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! મિથ્યાદર્શનશલ્યથી વિરત અનેક નૈરયિકો કેટલી કર્મપ્રકૃતિ બાંધે?
ઉત્તર-હે ગૌતમ!મિથ્યાદર્શનશલ્યથી વિરત (૧) સર્વેય નારકી સાત કર્મ બાંધે (૨) અથવા અનેક નારકી સાત કર્મ બાંધે અને એક નારકી આઠ કર્મ બાંધે (૩) અથવા અનેક નારકી સાત કર્મ બાંધે અને અનેક નારકી આઠ કર્મ બાંધે. આ રીતે વૈમાનિકો સુધીના જીવોમાં કર્મબંધના આલાપક કહેવા જોઈએ. વિશેષતા એ છે કે અનેક મનુષ્યોમાં કર્મબંધ સંબંધી આલાપક સમુચ્ચય અનેક જીવોના આલાપકોની સમાન છે.