________________
[ ૯૦ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
જીવ આદિમાં પાપસ્થાનોથી વિરતિઃ६८ अत्थि णं भंते ! जीवाणं पाणाइवायवेरमणे कज्जइ ? हंता ! अस्थि । कम्हि णं भंते ! जीवाणं पाणाइवायवेरमणे कज्जइ ? गोयमा ! छसु जीवणिकाएसु । ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! શું જીવોને પ્રાણાતિપાત વિરમણ હોય છે? ઉત્તર-હા, ગૌતમ! હોય છે. પ્રશ્ન- હે ભગવન્! જીવોને કયા વિષયમાં પ્રાણાતિપાત વિરમણ હોય છે ? ઉત્તર- હે ગૌતમ ! ષડૂજીવનિકાય(છકાય) જીવોના વિષયમાં પ્રાણાતિપાત વિરમણ હોય છે. ६९ अत्थि णं भंते ! णेरइयाणं पाणाइवायवेरमणे कज्जइ ? गोयमा ! णो इणडे समढे । एवं जाव वेमाणियाणं । णवरं मणूसाणं जहा जीवाणं ।। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! શું નૈરયિકોને પ્રાણાતિપાતથી વિરમણ હોય છે? ઉત્તર-હે ગૌતમ! તે શક્ય નથી. આ જ રીતે વૈમાનિકો સુધીના સર્વ દંડકના જીવોમાં જાણવું જોઈએ, તેમાં વિશેષતા એ છે કે મનુષ્યમાં સમુચ્ચય જીવની જેમ જાણવું.
७० एवं मुसावाएणं जाव मायामोसेणं जीवस्स य मणूसस्स य, सेसाणं णो इणडे समढे । णवरं- अदिण्णादाणे गहण-धारणिज्जेसु दव्वेसु, मेहुणे रूवेसु वा रूवसहगएसु वा दव्वेसु, सेसाणं सव्वदव्वेसु । ભાવાર્થ :- આ રીતે મૃષાવાદથી લઈ માયામૃષા સુધીના પાપસ્થાનથી વિરમણ સમુચ્ચય જીવોને અને મનુષ્યોને હોય છે. શેષ જીવોમાં હોતું નથી. તેમાં વિશેષતા એ છે કે અદત્તાદાન-વિરમણ ગ્રહણ-ધારણ કરવા યોગ્ય દ્રવ્યોમાં, મૈથુન વિરમણ રૂપોમાં અથવા રૂપ સહગત(સ્ત્રી આદિ)માં થાય છે. શેષ પાપસ્થાનોથી વિરમણ સર્વ દ્રવ્યોના વિષયમાં થાય છે.
७१ अत्थि णं भंते ! जीवाणं मिच्छादसणसल्लवेरमणे कज्जइ ? गोयमा ! हंता अस्थि । कम्हि णं भंते ! जीवाणं मिच्छादसणसल्लवेरमणे कज्जइ ? गोयमा ! सव्वदव्वेसु । एवं णेरइयाणं जाव वेमाणियाणं, णवरं- एगिदिय-विगलिंदियाणं णो ફળદ્દે સમદ્ | ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું જીવોને મિથ્યાદર્શનશલ્યથી વિરમણ હોય છે? ઉત્તર- હા, ગૌતમ! હોય છે. પ્રશ્ન- હે ભગવન! કયા વિષયમાં જીવોને મિથ્યાદર્શનશલ્યથી વિરમણ હોય છે? ઉત્તર– હે ગૌતમ! સર્વદ્રવ્યોના વિષયમાં હોય છે.
આ રીતે નૈરયિકથી લઈ વૈમાનિક સુધીના જીવોને મિથ્યાદર્શનશલ્યના વિરમણનું કથન કરવું જોઈએ. તેમાં વિશેષતા એ છે કે એકેન્દ્રિયો અને વિકલૈંદ્રિયોમાં મિથ્યાત્વનું વિરમણ થતું નથી.