________________
બાવસીસ પદ: દિયા
||
[ ૯૧ ]
વિવેચન :
પ્રસ્તુત સૂત્રોમાં સમુચ્ચય જીવ અને ચોવીસદંડકવર્તી જીવોમાં પ્રાણાતિપાત આદિ ૧૮ પાપસ્થાનોથી વિરતિનું પ્રતિપાદન છે.
ચોવીસ દંડકના જીવોમાંથી મનુષ્ય સિવાય કોઈ પણ જીવો તથા પ્રકારના ભવસ્વભાવથી જ પ્રાણાતિપાત આદિ ૧૭ પાપસ્થાનોથી વિરતિ કરી શકતા નથી. નારકી, દેવતા, સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય, તે સોળ દંડકના જીવો સમ્યગદર્શન પ્રગટ કરી શકતા હોવાથી તે જીવો મિથ્યાદર્શનશલ્યથી વિરત થઈ શકે છે.
પાંચ સ્થાવર જીવો એકાંત મિથ્યાત્વી હોવાથી મિથ્યાદર્શનશલ્યથી વિરત થઈ શકતા નથી. ત્રણ વિકસેન્દ્રિયો અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમકિતની સ્પર્શના કરવા છતાં મિથ્યાત્વાભિમુખ હોવાથી તે જીવો મિથ્યાદર્શનશલ્યથી વિરત થઈ શકતા નથી. સમુચ્ચય જીવોમાં પાપસ્થાનથી વિરતિનું કથન છે, તે મનુષ્યની અપેક્ષાએ છે. પાપસ્થાનકોના વિરમણનો વિષય - પાપસ્થાનનો જે વિષય છે તે જ તેના વિરમણનો વિષય બને છે. તેથી પ્રાણાતિપાત વિરમણ છ કાય જીવોના વિષયમાં હોય છે. મૃષાવાદ વિરમણ લોકના સમસ્ત દ્રવ્યોમાં હોય છે. અદત્તાદાનવિરમણ ગ્રહણ-ધારણ કરવા યોગ્ય દ્રવ્યોના વિષયમાં હોય છે. મૈથુન વિરમણ રૂપો અને ૩૫ સહગત સ્ત્રી આદિના વિષયમાં હોય છે. અવશેષ સર્વ(૧૩) પાપસ્થાન વિરમણ સર્વદ્રવ્યોના વિષયમાં હોય છે. ૨૪ દંડકના જીવોમાં પાપસ્થાન વિરતિ - જીવ પ્રકાર
૧૮-પાપસ્થાનકથી વિરતિ નારકી, દેવતા
૧–મિથ્યાદર્શનશલ્યથી વિરમણ એકેન્દ્રિય, વિકસેન્દ્રિય અને સંમૂચ્છુિમતિર્યંચ પંચેન્દ્રિય ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિય | ૧-મિથ્યાદર્શનશલ્યથી વિરમણ મનુષ્ય
૧૮-પ્રાણાતિપાતાદિ ૧૮ પાપથી વિરમણ
પાપસ્થાનવિરત જીવોમાં કર્મપ્રકૃતિબંધ - ७२ पाणाइवायविरए णं भंते ! जीवे कइ कम्मपगडीओ बंधइ ? गोयमा ! सत्तविहबंधगे वा अट्ठविहबंधगे वा छविहबंधगे वा एगविहबंधगे वा अबंधगे वा। एवं मणूसे वि भाणियव्वे । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! પ્રાણાતિપાતથી વિરત થયેલો એક જીવ કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે? ઉત્તર- હે ગૌતમ ! તે સાત કર્મનોબંધક, આઠ કર્મનોબંધક, છ કર્મનોબંધક, એક કર્મનોબંધક અથવા અબંધક હોય છે. આ જ રીતે મનુષ્યના વિષયમાં પણ કથન કરવું જોઈએ.