________________
[ ૮૮]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૩
(૧) જેને આરભિયા કિયા હોય, તેને પારિગ્રહિક ક્રિયા વિકલ્પ હોય છે કારણ કે એક થી પાંચ ગુણસ્થાનવર્તી જીવોને આરંભિકી અને પારિગ્રહિકી આ બંને ક્રિયા હોય છે; છઠ્ઠા ગુણસ્થાનવર્તી જીવોને આરંભિકી ક્રિયા તો છે પરંતુ પારિગ્રહિક ક્રિયા નથી.
જેને આરંભિકક્રિયાહોય, તેને અપ્રત્યાખ્યાન ક્રિયાવિકલ્પ હોય છે, કારણ કે એકથી ચાર ગુણસ્થાનવર્તી જીવોને આરંભિકી અને અપ્રત્યાખ્યાની આ બંને ક્રિયા હોય છે. પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનવર્તી જીવોને આરંભિકીક્રિયા તો છે પરંતુ અપ્રત્યાખ્યાની ક્રિયા નથી.
જેને આરંભિકી ક્રિયા હોય તેને મિથ્યાદર્શનપ્રત્યયા ક્રિયા વિકલ્પ હોય છે, કારણ કે એકથી ત્રણ ગુણસ્થાનવર્તી જીવોને આરંભિકી અને મિથ્યાદર્શનપ્રત્યયા આ બંને ક્રિયા અવશ્ય હોય છે. ચોથા, પાંચમા કે છઠ્ઠા ગુણસ્થાનવર્તી જીવોને આરંભિકી ક્રિયા તો હોય છે પરંતુ સમકિતી હોવાથી મિથ્યાદર્શન પ્રત્યયાક્રિયા નથી. જેને આરંભિક ક્રિયા હોય તેને માયાપ્રત્યયાક્રિયા અવશ્ય હોય છે કારણ કે આરંભિકક્રિયાછ ગુણસ્થાન સુધી હોય છે અને માયાપ્રત્યયા ક્રિયા દશ ગુણસ્થાન સુધી હોય છે.
સંક્ષેપમાં આરભિકકિયાનો પારિગ્રહિકી, અપ્રત્યાખ્યાન અનેમિથ્યાદર્શન પ્રત્યયા, આ ત્રણ ક્રિયા સાથે વૈકલ્પિક સંબંધ છે અને માયા પ્રત્યયાક્રિયા સાથે એકાંતિક(નિયમતઃ) સંબંધ છે. (૨) જેને પારિગ્રહિકકિયા હોય, તેને આરંભિકી અને માયાપ્રત્યયા ક્રિયા અવશ્ય હોય છે, કારણ કે આરંભિકી ક્રિયા છ ગુણસ્થાન સુધી અને માયાપ્રત્યયા ક્રિયા દશ ગુણસ્થાન સુધી હોય છે અને પરિગ્રહિકી ક્રિયા પાંચ ગુણસ્થાન સુધી જ હોય છે તેથી પરિગ્રહિક ક્રિયાનો આરંભિયા અને માયાપ્રત્યયા ક્રિયા સાથે એકાંતિક સંબંધ છે. જેને પારિગ્રહિક ક્રિયા હોય, તેને અપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદર્શન ક્રિયા વિકલ્પ હોય છે, કારણ કે અપ્રત્યાખ્યાન ક્રિયા પ્રથમ ચાર ગુણસ્થાન સુધી અને મિથ્યાદર્શન ક્રિયા પ્રથમ ત્રણ ગુણસ્થાન સુધી હોય છે. જ્યારે પારિગ્રહિક ક્રિયા પાંચ ગુણસ્થાન સુધી હોય છે તેથી તેનો સંબંધ વૈકલ્પિક હોય છે. (૩) જેને માયાપત્યયા કિયા હોય, તેને શેષ ચારે ક્રિયા વિકલ્પ હોય છે, કારણ કે માયાપ્રત્યયાક્રિયા એક થી દશ ગુણસ્થાન સુધી હોય છે જ્યારે આરંભિયાદિ ક્રિયા ઉત્કૃષ્ટ છ ગુણસ્થાન સુધી જ હોય છે. (૪) જેને અપ્રત્યયાખ્યાન કિયા હોય તેને પૂર્વની ત્રણ ક્રિયા અવશ્ય હોય છે કારણ કે અપ્રત્યાખ્યાન ક્રિયા પ્રથમ ચાર ગુણસ્થાન સુધી હોય છે. ચાર ગુણસ્થાનવર્તી અવિરત જીવોને આરંભિકી. પારિગ્રહિકી અને માયાપ્રત્યયા ક્રિયા અવશ્ય હોય છે.
અપ્રત્યાખ્યાન ક્રિયા હોય તેને મિથ્યાદર્શન ક્રિયા વિકલ્પ હોય છે. અપ્રત્યાખ્યાન ક્રિયા અવિરત જીવોને હોય છે. અવિરત જીવો કેટલાકમિથ્યાત્વી હોય છે અને કેટલાક સમકિતી હોય છે તેથી તેનેમિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા વિકલ્પ લાગે છે. (૫) જેને મિથ્યાદર્શન પ્રત્યયા કિયા હોય, તેને પૂર્વની ચારે ક્રિયા અવશ્ય હોય છે, કારણ કે મિથ્યાદર્શન પ્રત્યયા ક્રિયા મિથ્યાત્વી જીવોને હોય છે અને તે જીવોને આરંભિકી આદિ ચારેય ક્રિયાઓ અવશ્ય હોય છે.
સમુચ્ચય જીવોમાં ૧૧ થી ૧૪ ગુણસ્થાનવર્સી વીતરાગી જીવોને ઉપરોક્ત પાંચે ક્રિયા હોતી નથી. ૨૪ દેડકોમાં કિયા - નારકી, ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી તથા વૈમાનિક દેવોમાં પ્રથમ ચાર